Home /News /madhya-gujarat /

વડોદરામાં આજથી પાણીપુરી વેચવા પર પ્રતિબંધ, આરોગ્ય વિભાગે શરૂ કરી કાર્યવાહી

વડોદરામાં આજથી પાણીપુરી વેચવા પર પ્રતિબંધ, આરોગ્ય વિભાગે શરૂ કરી કાર્યવાહી

    ફરિદખાન પઠાણ, વડોદરા

    વડોદરા શહેરમાં રોગચાળો વકરતા આરાગ્યો વિભાગે ગુરુવારે ઠેર ઠેર દરોડા કર્યા હતા. જેમાં લારીઓ અને દુકાનોમાં વેચાતા અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો. શુક્રવારે પણ આરોગ્ય વિભાગના દરોડા ચાલુ જ રહેશે.

    પાણીપુરી પર પ્રતિબંધ

    આરોગ્ય વિભાગે શહેરમાં પાણીપુરીના વેચારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ રોગચાળાને લઈને અલગ અલગ વોર્ડમાં ખાણી-પાણીની વસ્તુઓની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    ગુરુવારે આરોગ્ય વિભાગે પાડ્યા હતા દરોડા

    આરોગ્ય વિભાગની ટીમે ગુરુવારે શહેરમાં વિવિધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં ખાસ કરીને પાણીપુરી બનાવતી જગ્યાએ અને પાણીપુરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સડેલા બટાકા સહિતના અખાદ્ય વસ્તુઓનો નાશ કરીને નોટિસો ફટકારી હતી.

    ગુરુવારે આરોગ્ય વિભાગે શહેરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી


    આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે જે જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી તે જગ્યા ગંદકીથી ખદબદી રહી હતી, તેમજ પાણીપુરીમાં ઉપયોગમાં લેવામાં આવતા બટાકા સહિતની વસ્તુઓની ખાઇ ન શકાય તેવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Panipuri, આરોગ્ય, આરોગ્યતંત્ર, ખોરાક, પ્રતિબંધ, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन