નિધિ દવે, વડોદરા: શહેરના આર્ટીસ્ટ પ્રજેશ શાહ, જેમણે બનાવેલ માઈક્રો પેન્ટિંગ્સનું પ્રદર્શન (Micro Paintings Exhibition) કમાટીબાગના બરોડા મ્યુઝીયમ (Baroda Museum) ખાતે યોજવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં ખાસ પ્રજેશ શાહે બનાવેલાં ચોખા , તલ , ટાંકણી , બ્લેડ , દિવાસળી , ચૉકની સપાટી પર બનાવેલાં માઈક્રો પેઈન્ટિંગ્સ મુકવામાં આવ્યા છે.
આર્ટીસ્ટ પ્રજેશ શાહ છેલ્લા 22 વર્ષથી માઈક્રો પેન્ટિંગ્સ બનાવે છે.
આર્ટીસ્ટ પ્રજેશ શાહ છેલ્લા 22 વર્ષથી માઈક્રો પેન્ટિંગ્સ બનાવતા આવ્યા છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 1999 માં ટી.વી. માં વર્લ્ડ રેકોર્ડના એક કાર્યક્રમમાં દુનિયાનું સૌથી મોટું પેઈન્ટીંગ બતાવવામાં આવ્યુ હતું. તો મારા મનમાં વિચાર આવ્યો કે, જો મોટું પેઈન્ટીંગ બનતુ હોય તો નાના પેઈન્ટીંગ પણ બની શકે. જેથી હું નાના પેઈન્ટીંગની શરૂઆત કરી. શરૂ - શરૂ માં હું પોષ્ટકાર્ડની સાઈઝના પેઈન્ટીંગ બનાવતો હતો. પછી સાઈઝ નાની- નાની કરતાગયા.વધુમાં જણાવ્યું કે, હાલમાં હું એક મીલિ મીટર કરતા નાના પેઈન્ટીંગસ બનાવવાના પ્રયત્ન કરુ છું.
અને એક મીલિ મીટર જેટલુ પેઈન્ટીંગ પણ મેં બનાવ્યુ છે. ટાંકણીની ટોપ ઉપર હું 1 મિલી મીટરના પેઈન્ટીંગસથી લઈને 50 મીલિ મીટર સુધીના પેઈન્ટીંગસ બનાવું છું. દરેક ચિત્રો વિવિધ માધ્યમથી બનાવું છું. જેમ કે ચોખા, તલ, ટાંકણી, પેપર, લખોટી દિવાસળી બ્લેડ, સિક્કા, થમપિન વિગેરે સપાટી પર હુ વિવિધ કલરથી પેઈન્ટીંગ બનાવું છું.
ટાંકણીની ટોચ પર સુર્ય, ઘાસ, એફિલ ટાવર, તાજમહેલ, ગણેશજી વગેરેની પ્રતિકૃતિઓ બનાવી છે. તે સિવાય એક જ પોસ્ટકાર્ડ પર ભગવદ્ ગીતાના લખાયેલાં અંગ્રેજી ભાષામાં 12 અધ્યાયના 22,431 અક્ષરો સમાવતી કલાકૃતિ બનાવી છે. તલની સપાટી, ટાંકણી ચોખાના દાણા કે અન્ય કોઈપણ ઝીણી વસ્તુને તમે એકીટશે જુઓ છો, તો તે વિશાળ દેખાય છે. મને એક પેઈન્ટિંગ બનાવતાં બેથી અઢી કલાકનો સમય લાગે છે.
તેમાં પણ માઈક્રો પેઈન્ટિંગ ક્યારેક એક પ્રયત્નમાં પરફેક્ટ બને તે પણ જરુરી નથી. 22 વર્ષમાં મેં દસ હજારથી વધુ પેઈન્ટિંગ્સ બનાવ્યાં છે. જે પૈકી મેં આ એક્ઝિબિશનમાં 180 જેટલાં પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કર્યાં છે. જેને 3 જુન સુધી સવારના 10 થી સાંજના 5 વાગ્યાં સુધી જોઈએ શકશે, એવું પ્રજેશ શાહે જણાવ્યું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર