Home /News /madhya-gujarat /

Vadodara: આગામી ઓગસ્ટ મહિનાની 11 થી 17 તારીખ સુધી સમસ્ત ગુજરાતમાં હર ઘર તિરંગા મહોત્સવ ઉજવાશે, તંત્ર કામે લાગ્યું.

Vadodara: આગામી ઓગસ્ટ મહિનાની 11 થી 17 તારીખ સુધી સમસ્ત ગુજરાતમાં હર ઘર તિરંગા મહોત્સવ ઉજવાશે, તંત્ર કામે લાગ્યું.

લોક સહયોગથી સર્વત્ર લહેરાતા તિરંગાથી યાદગાર બનાવવાનું આયોજન...

આ વર્ષનો આગામી ઓગષ્ટનો મહિનો દેશભક્તિની (Patriotic) ભાવનાથી પણ તરબતર બને એવું દૂરંદેશીભર્યું આયોજન રાજ્ય સરકાર (State Government) દ્વારા કરવામાં આવ્યું છે.

    વડોદરા: ઑગસ્ટ મહિનો ભારતીય સ્વતંત્રતા (Indian Independence) ના સંદર્ભમાં ક્રાંતિનો મહિનો (Month of Revolution) ગણાય છે. સારો વરસાદ, ખેતરોમાં હરિયાળી, વિવિધ તહેવારોની ઉજવણી અને વાદળછાયું વાતાવરણ (Cloudy weather) મહિનાને એક અનેરો સ્વરૂપ આપે છે. તેવા સમયે આ વર્ષનો આગામી ઓગષ્ટનો મહિનો દેશભક્તિની (Patriotic) ભાવનાથી પણ તરબતર બને એવું દૂરંદેશીભર્યું આયોજન રાજ્ય સરકાર (State Government) દ્વારા કરવામાં આવ્યું છે.

    ઓગસ્ટ મહિનાની 11 થી 17મી તારીખ સુધી સમસ્ત ગુજરાતમાં હર ઘર તિરંગા ઉત્સવ/ અભિયાન યોજવામાં આવશે.

    હર ઘર તિરંગા મહોત્સવ હેઠળ ઓગસ્ટ મહિનાની 11 થી 17મી તારીખ સુધી સમસ્ત ગુજરાતમાં હર ઘર તિરંગા ઉત્સવ/ અભિયાન યોજવામાં આવશે. જેના પગલે આઝાદીના અમૃત પર્વની ઉજવણી યાદગાર બની જશે અને સર્વત્ર લહેરાતા રાષ્ટ્ર ધ્વજ થી દેશભક્તિની ભાવના અને જુવાળનો અપૂર્વ માહોલ રાજ્યમાં પ્રસરી જશે. આકાશમાં ઘનઘોર વાદળ અને હરિયાળી ધરતી પર ચહુદિશ લહેરાતા તિરંગા એક અદ્ભુત માહોલનું સર્જન કરશે.

    ધ્વજની સિલાઇના કામથી સિવણના ક્ષેત્રમાં પ્રવૃત્તિશીલ મહિલા સ્વ સહાય જૂથોને રોજગારી મળે એવું સંકલન કરાશે.


    તિરંગા ઉત્સવના સંદર્ભમાં હાલમાં 2002ના ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની જોગવાઈઓ પ્રમાણે નિર્ધારિત માપ અને મટીરીયલ ના રાષ્ટ્ર ધ્વજ મોટા પાયે સિવડાવવા, પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘર પર તિરંગો લહેરાવી શકે તે રીતે ધ્વજનું વેચાણ, વિતરણ કરવું, આ કામમાં ખાદી સંસ્થાઓનો સહયોગ લેવો, લોકો આઝાદી માટેની સંઘર્ષ ગાથાથી વાકેફ થાય તે માટે પ્રભાત ફરી અને ચર્ચા સત્રો યોજવા જેવા આયોજનોની રૂપરેખા ઘડવામાં આવી રહી છે. ધ્વજની સિલાઇના કામથી સિવણના ક્ષેત્રમાં પ્રવૃત્તિશીલ મહિલા સ્વ સહાય જૂથોને રોજગારી મળે એવું સંકલન કરવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચોPanchmahal: ગોધરાની અમન ડે સ્કૂલ સ્કૂલ સોલાર સિસ્ટમ થી થઈ સજ્જ, ગ્રીન યુનિટ એનર્જીનો લાભ આસપાસના લોકોને પણ અપાશે?

    સમગ્ર ધ્વજ અભિયાનના આયોજનની જવાબદારી ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીને અને જિલ્લા યુવા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યું.

    રાજ્ય સ્તરે આ સમગ્ર ધ્વજ અભિયાનના આયોજન અને સંકલનની જવાબદારી ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીને અને જિલ્લા સ્તરે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીને સોંપવામાં આવી છે. અભિયાનની ઉપરોક્ત દર્શાવેલી તારીખો દરમિયાન રાજ્યના તમામ ઘરો, દુકાનો, શાળાઓ,કચેરીઓ, સંસ્થાઓ ખાનગી કચેરીઓ, જાહેર સ્થળો સહિત સર્વત્ર અને ઠેર ઠેર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવે અને રાજ્ય તિરંગામય બની જાય એવી અપેક્ષા રાખવામાં આવી છે તેમ યુવા વિકાસ અધિકારી કેતૂલ મહેરીયા જણાવે છે.
    First published:

    Tags: Independence, Independence day, Indian flag, તિરંગો, વડોદરા શહેર, વડોદરા સમાચાર, સ્વતંત્રતા દિવસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन