Home /News /madhya-gujarat /36th National Games: આ ખેલાડીઓ વડોદરાના મહેમાન બન્યા; ખેલાડિયોનું આ રીતે કરાયું સ્વાગત

36th National Games: આ ખેલાડીઓ વડોદરાના મહેમાન બન્યા; ખેલાડિયોનું આ રીતે કરાયું સ્વાગત

ભારતીય સેનાની સંસ્થાઓના રમતવીરો પણ જીમ્નાસ્ટીક સ્પર્ધાઓમાં ભાગ લેશે...

નવરાત્રીની સાથે ખેલોના મહા પર્વ 36મી નેશનલ ગેમ્સનો સમાવેશ થયો છે અને તેના હેઠળ જીમ્નાસ્ટીકની સ્પર્ધાઓ શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આવતીકાલ શુક્રવારથી શરૂ થવાની છે.174 જેટલા જિમનાસ્ટ આજથી વડોદરાના મહેમાન બન્યા છે.

    Vadodara: નવરાત્રિનું પર્વ વડોદરા માટે મહેમાન ગતિનું પર્વ બની રહે છે કારણ કે વડોદરાના શાનદાર અને જાનદાર ગરબા જોવા અને ગાવા લગભગ પ્રત્યેક ઘરમાં દેશ અને વિદેશમાંથી અતિથીઓનું આગમન થાય છે. વળી, આ વખતે નવરાત્રીની સાથે ખેલોના મહા પર્વ 36મી નેશનલ ગેમ્સનો સમાવેશ થયો છે અને તેના હેઠળ જીમ્નાસ્ટીકની સ્પર્ધાઓ શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આવતીકાલ શુક્રવારથી શરૂ થવાની છે.

    જેના પગલે દેશના રાજ્યો અને સંઘ પ્રદેશોમાં થી 174 જેટલા જિમનાસ્ટ આજથી વડોદરાના મહેમાન બન્યા છે. આટલા રમતવીરો એકસામટા શહેરના મહેમાન બને એ બહુ જૂજ બનતી ઘટના છે. આ ઉપરાંત ભારતીય સેનાના સર્વિસિસ સ્પોર્ટ્સ સેન્ટર અને બોર્ડના ખેલાડીઓનો પણ મહેમાનોમાં સમાવેશ થાય છે. એટલે કે સેનાના રમતવીરો પણ સાંસ્કૃતિક નગરીની મહેમાનગતિ માનવામાં જોડાયા છે.



    આંધ્ર પ્રદેશ, આસામ, ગોઆ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને ગૃહ રાજ્ય ગુજરાતના ખેલાડીઓના સુવિધાજનક રોકાણ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, વડોદરા મહાનગર પાલિકા,જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહયોગી સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવાંમાં આવી છે.



    આ ખેલાડીઓ એ આજે હરીફાઈ પહેલા જરૂરી પ્રેક્ટિસ પણ સાનુકૂળ વાતાવરણ અને ઉમદા સુવિધાઓ વચ્ચે કરી હતી. આ ગેમની શરૂઆત થાય એ પહેલા નિર્ણાયકો અને આયોજકોની આજરોજ તા. 29 ના રોજ એક મિટિંગ થશે અને તેમાં શિડ્યુઅલ ડ્રો કરવામાં આવશે. ગુજરાતના કુલ 17 ખેલાડી ભાગ લેવાના છે. તે પૈકી વડોદરાના બે ધ્રુવ ભાટિયા અને ઇશા ઠાકોર પણ ગુજરાતની ટીમમાં છે. રિધમિક જીમ્નાસ્ટિક તા. 3 અને તા.4 ના રોજ થશે. આ રમત નિહાળવા લોકો આતૂર હોય છે.
    First published:

    Tags: Gold medals, India Sports, National Games 2022, Vadodara, Winner

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन