Home /News /madhya-gujarat /36th National Games: જીમ્નાસ્ટીક સ્પર્ધામાં મેડલ મેળવવા ખેલાડીઓમાં અનેરો થનગનાટ; જુઓ વીડિયો

36th National Games: જીમ્નાસ્ટીક સ્પર્ધામાં મેડલ મેળવવા ખેલાડીઓમાં અનેરો થનગનાટ; જુઓ વીડિયો

વડોદરા

વડોદરા ખાતે 36 મી નેશનલ ગેમ્સની સ્પર્ધાઓનો પ્રારંભ 

વિવિધ રાજ્યોમાંથી મહેમાન બનેલા 174 જેટલા ખેલાડીઓ તમામ તાકાત લગાવી રમવા અને મેડલ જીતવા થનગની રહ્યાં છે. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલા ખેલાડીઓની રમત નિહાળવાની તક રમત પ્રેમીઓ મળી શકે છે.

  Nidhi Dave, Vadodara: ગુજરાત દ્વારા પહેલીવાર યોજવામાં આવેલી અને દેશની 36મી નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક સ્પર્ધાઓ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રમાઈ રહી છે. વિવિધ રાજ્યોમાંથી મહેમાન બનેલા 174 જેટલા ખેલાડીઓ તમામ તાકાત લગાવી રમવા અને મેડલ જીતવા થનગની રહ્યાં છે. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલા ખેલાડીઓની રમત નિહાળવાની તક રમત પ્રેમીઓ મળી શકે છે. હરીફાઈઓ ખૂબ રોમાંચક અને કટોકટીની બની છે, જે આગામી બે દિવસોમાં જોવા મળશે. આજરોજ સવારે સાઈ અને એસ.એ.જી.ના અધિકારીઓ તેમજ રેફ્રીઝ અને આયોજન મંડળના સદસ્યો એ વડોદરા ખાતે 36 મી નેશનલ ગેમ્સની સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો.

  જીમ્નાસ્ટિક્સ એટલે શું?

  સાહસ, રોમાંચ, હિંમત, સમતુલા, શરીરની લચક, સમયસૂચકતા, સતર્કતા, ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લેવાની અને અમલ કરવાની વૃત્તિ.આ તમામનો સમન્વયનજર ચોંટી જાય એવી રમતમાં થયો છે. વડોદરામાં શરૂ થયેલી 36મી નેશનલ ગેમ્સના વીડિયો એની ગવાહી આપે છે.હાલમાં કોમ્પિટિશનને બે ભાગમાં વહેંચવામાં આવી છે.જેમા પ્રથમ છોકરી અને બાદમાં છોકરાઓ પર્ફોમ કરશે.કુલ છોકરા છોકરીની 8 ટિમ છે, જેમાં 48 ખિલાડીઓ છે. આજે સિલેક્શન રાઉન્ડ છે. આવતીકાલે રમવા માટે આજે કોલીફાઇડ થવું પડશે.

  ખેલાડીઓ વિશે:

  નવી દિલ્હીની સૃષ્ટિ મનચંદા અને મલ્લિકા કુલશ્રેશ્ઠ આમ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂકેલી જીમ્નાસ્ટ છે પરંતુ નેશનલ ગેમ્સમાં તેઓ પહેલીવાર હરીફાઈ કરવાની છે જેનો ખાસો રોમાંચ આ બંને અનુભવી રહી છે.  તેઓ સમાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવેલી વ્યવસ્થાઓ તેમજ રમતના ઉમદા સાધનોથી ખુશખુશાલ છે અને આયોજનની પ્રશંસા કરી રહી છે. આ બંને આર્ટિસ્તિક જીમ્નાસ્ટીકની તમામ ચાર વિધાઓ એટલે કે પ્રકારોમાં હરીફોને હંફાવવા કટિબદ્ધ છે.  આજે પુરુષ સ્પર્ધકોએ ફ્લોર એક્સરસાઇઝ, ટેબલ વોલ્ટ, પેરેલાલ બાર, હોરીઝોન્ટલ બાર, રોમન રીંગ અને પોમલ હોર્શમાં અને મહિલા ખેલાડીઓએ ફ્લોર એક્સરસાઇઝ, ટેબલ વોલ્ટ, બેલેન્સિંગ બીમ અને અન ઈવન બાર્સમાં ખેલ કુશળતાનું પ્રદર્શન કરીને સૌને અચંભિત કર્યા હતા.સૃષ્ટિ એ પાંચ વર્ષની કુમળી વયે આ રમત રમવાનું શરૂ કર્યું હતું. તેણે જણાવ્યું કે હું ખૂબ જ રમતિયાળ સંતાન હોવાથી મારા માતાએ મને આ રમત સાથે જોડી. આ અગાઉ તેણે ખેલો ઇન્ડિયા, સ્કૂલ ગેમ્સમાં મેડલ્સ જીત્યા છે.  મોટી બહેન રિતિકા જીમ્નાસ્ટ હતી એટલે તેનાથી પ્રેરાઇને મલ્લિકા આ રમત તરફ વળી. તેણે ખેલો ઇન્ડિયા અને સ્કૂલ ગેમ્સમાં ચંદ્રકો જીત્યા છે અને હવે નેશનલ ગેમ્સમાં મેડલ વિનર બનવાનું ઝનૂન તેના મન પર સવાર છે. લગભગ તમામ રાજ્યોના ખેલાડીઓ આ બંનેની જેમ જ ઉત્સાહ થી થનગની રહ્યાં છે. આ સ્પર્ધા ખૂબ જ રોમાંચક બનવાની છે અને રમતપ્રેમીઓ એ શ્રેષ્ઠ રમત કૌશલ્યો ઘર આંગણે જોવા અને માણવાની તક ચૂકવા જેવી નથી.
  First published:

  Tags: Award, India Sports, National Games 2022, Vadodara

  विज्ञापन
  विज्ञापन