વડોદરાઃ વડોદરામાં પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં કોગ્રેસ પ્રભારીએ નિવેદન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. પાટીદાર આદોલનની તરફેણ કરી સંકેતોમાં ગુરુદાશ કામતે આરોપ લગાવ્યો હતો કે રાજય સરકાર કેન્દ્રના ઈશારે યુવાઓને પરેશાન કરી રહી છે. ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપ કયાંય નહી દેખાય.

જેલમાં બંધ પાટીદાર યુવાઓ સંદર્ભે નિવેદનમાં કહ્યું હતું કેગુજરાતથી લઈ દિલ્હી સુધી યુવાઓ-વિદ્યાર્થીઓને દેશવિરોધી આરોપમાં ફસાવ્યા છે. રાજયમાં ભાજપ પોતાની હાર નથી સ્વીકારતી, પાટીદારો પર રાજ્ય સરકાર દબાવ નાંખી રહી છે.
વડોદરામાં કોંગ્રેસની વિચાર વિમર્શ બેઠકમાં ગઈ કાલે વિધાનસભામાં ધર્મપરિવર્તનના આંકડાઓને લઇ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે,સરકાર લોકોમાં ભાગલા પડાવી રહી છે.સરકાર વિભાજન કરી લાભ મેળવવા માંગે છે.ભાજપની સરકાર સ્થાનિક સ્વરાજયની હારથી ડરી ગઈ છે.
શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નર્મદામાં પુષ્કળ પાણી હોવા છતાં રાજયમાં નર્મદાનુ પાણી ખેડુતો માટે બંધ કરી દેવાયું તે વ્યાજબી નથી.સરકાર મોટા ઉદ્યોગપતિઓને પાણી આપે છે જે સરકારની ખેડૂત વિરોધી નીતી છે. પાણી ન મળવાના કારણે ખેડૂતોને થશે મોટુ નુકસાન થશે.
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાત કોગ્રેસ પ્રભારી ગુરુદાસ કામતના અધ્યક્ષસ્થાને ચર્ચા વિચારણા બેઠક રાખવામાં આવી છે.જેમાં વડોદરા સહિત આણંદ,તાપી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, અમદાવાદ અને ભરૂચ જિલ્લા પંચાયતોના પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારોને વહીવટી અને રાજકીય માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતિના મોટા નેતાઓનુ વડોદરા જિલ્લા કોગ્રેસના કાર્યકર્તાઓએ ઢોલનગારા અને ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યુ હતુ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોગ્રેસને ગ્રામીણ પ્રજાનો જે જનાધાર મળ્યો છે તેને આવનારી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી સુધી કેવી રીતે જાળવી રાખવો તે અંગેનુ માર્ગદર્શન પ્રદેશના નેતાઓ જીલ્લા પંચાયતના પ્રમુખોને આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પંચાયતોમાં કોગ્રેસના શાસનના ત્રણ માસ વિતી ગયા બાદ પણ ચૂંટાયેલા સદસ્યોએ કોઈ વિકાસના કાર્યો ન કરતા લોકો રોષે ભરાયા છે.
વડોદરા ખાતે મળી રહેલી આજની વિચાર વિમર્શ બેઠકમાં રાષ્ટ્રીય કોગ્રેસના પ્રવકતા શકતિસિંહ ગોહિલ, પ્રદેશ કોગ્રેસ નેતા સિધ્ધાર્થભાઈ પટેલ, ઈકબાલ પટેલ, નરેન્દ્ર રાવત સહિત તમામ લોકો હાજર છે.ગુજરાત કોગ્રેસ પ્રભારી ગુરુદાસ કામતે કહ્યુ કે આવનારી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કયાંક નજરે નહી પડે.તેમજ જેલમાં બંધ પાટીદાર આગેવાનો પર સરકાર ધ્વારા દબાવ નાખવાનો આરોપ લગાવ્યો હતો.તો ભરતસિંહ સોલંકીએ ગઈ કાલે વિધાનસભામાં રજુ થયેલા ધર્મપરિવર્તન માટેની અરજીઓના આંકડા વિશે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે સરકાર લોકોમાં ભાગલા પડાવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર