વધુ છોકરીઓને પ્રોફેશનલ ફાઇટર બનવા માટે તાલીમ આપવા માંગુ છું: ઇશિકા
ગુજરાતની પ્રથમ એમએમએ ફાઇટર ઇશિકા થીટે વધુ ખેલાડીઓને તાલીમ આપવા માટે તૈયારી કરી લીધી છે. ભારતમાં એમ.એમ.એ. ફાઈટરની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં વડોદરાની ઇશિકા થીટે સફળ રહી છે.ઇશિકા થીટેએ MMAની આંતરરાષ્ટ્રીય ફાઇટમાં પણ ભાગ લીધો છે.
Nidhi Dave, Vadodara: MMA ફાઈટર એટલે કે મિક્સ માર્શલ ફાઈટર. ભારતમાં એમ.એમ.એ. ફાઈટરની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં વડોદરાની મહિલા ઇશિકા થીટે સફળ રહી છે. તેણીએ દેશમાં વડોદરાનું ગૌરવ વધાર્યું છે. 4 વર્ષની ઉંમરે જ ઇશિકા ગોલ્ડમેડાલિસ્ટ રહી ચુકી છે, ઇશિકા થીટેએ MMA ની આંતરરાષ્ટ્રીય ફાઇટમાં પણ ભાગ લીધો છે.
ટાઇગર શ્રોફની ફાઇટીંગ ટીમમાં ઇશિકા
ઇશિકા થીટે અંગ્રેજી શિક્ષક પણ છે. તેણી મેટ્રિક્સ ફાઇટ નાઇટ અને છેલ્લી આઠ સિઝનમાં ફિચર્સ માટે પસંદગી કરનાર ભારતમાં પ્રથમ મહિલા MMA ફાઇટર છે. તે ટાઇગર શ્રોફની ફાઇટીંગ ટીમમાં છે, જે વડોદરા માટે ગર્વની ક્ષણ છે. સુપરસ્ટાર ટાઇગર શ્રોફ, આયેશા શ્રોફ, ક્રિષ્ના શ્રોફ અને એલન ફર્નાન્ડિસ દ્વારા પ્રમોટ કરવામાં આવેલ MFN (મેટ્રિક્સ ફાઇટ નાઇટ) માટે પસંદગી પામનાર ભારતની પ્રથમ છોકરી બની છે. MFN (મેટ્રિક્સ ફાઇટ નાઇટ) એ ભારતમાં અગ્રણી MMA (મિક્સ્ડ માર્શલ આર્ટ) ઇવેન્ટ છે.
માત્ર 4 વર્ષની ઉંમરથી તાલીમ
ઈશિકા ચાર વર્ષની ઉંમરથી તેના પિતા શિરીષ થીટેના સહયોગથી તાલીમમાં છે. ઈશિકાએ જણાવ્યું હતું કે, શરૂઆતથી હું હંમેશા એમએમએમાં શ્રેષ્ઠ તાલીમ લેવા માંગુ છું અને અન્ય લડવૈયાઓને ખાસ કરીને છોકરીઓને રમત ગમતમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવા માંગુ છું. હું મૂળભૂત બાબતો શીખવા માટે ફૂકેટ પણ ગઇ હતી.
ભારતીય MMA ફાઇટરનું જીવન સરળ નથી
ભારતીય MMA ફાઇટરનું જીવન સરળ નથી. ઈશિકાએ કોલેજ પછી તરત જ પોતાના ખર્ચા માટે કામ કરવાનું શરૂ કર્યું. કોલેજમાં અંગ્રેજી ભણાવતી હતી અને પ્રો ફાઇટીંગમાં કારકિર્દી બનાવવા માટે તે પણ છોડી દીધી. નેશનલ્સમાં 2018 માં ગોલ્ડ જીત્યા પછી તેણીએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને તેના સપના સુધી પહોંચવાનું ચાલુ રાખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, MMA નેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવનારી તે પ્રથમ ગુજરાતી મહિલા છે.