પેપર લીકઃ યશપાલને પકડવા પોલીસે આકાશ-પાતાળ એક કર્યા, ATSએ ઝંપલાવ્યું

News18 Gujarati
Updated: December 4, 2018, 5:34 PM IST
પેપર લીકઃ યશપાલને પકડવા પોલીસે આકાશ-પાતાળ એક કર્યા, ATSએ ઝંપલાવ્યું
ફરાર યશપાલની ફાઇલ તસવીર

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ લોક રક્ષક દળ (એલઆરડી)ની પરીક્ષાના લીક થયેલા પેપર મામલે હાલ મુખ્ય સૂત્રધાર કહેવામાં આવતા યશપાલ હજુ પોલીસ પકડથી દૂર છે, કહેવામાં આવી રહ્યું છે કે પેપર લીક મામલે ATSની ટીમે ઝંપલાવ્યું છે. પોલીસ વિવિધ 4 રાજ્યોમાં યશપાલની ધરપકડ કરવા માટે ફરી રહી છે.

અહીં ક્લિક કરી વાંચો રાજકીય ધરોબો ધરાવે છે યશપાલ, આ રહ્યું તેનું લુણાવાડાનું ઘર !

પેપર લીકનો ભાંડો ફૂટ્યો ત્યારથી યશપાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. એટલું જ નહીં, યશપાલના મહિસાગર જિલ્લાના લુણાવાડાના છાપરી મુવાડા ગામ સ્થિત ઘરે પણ તાળાં લાગ્યાં છે. યશપાલને શોધવા પોલીસ આકાશ પાતાળ એક કર્યા છે, અલગ અલગ ટીમ બનાવી પોલીસે ચાર રાજ્યમાં તપાસ હાથ ધરી છે. ખાસ કરીને દિલ્હી ખાતે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે ગુજરાતમાં વારસિયા અર્બન સેન્ટર ખાતે પણ તપાસ હાથ ધરી છે.

પેપર લીક મામલે લોકરક્ષક દળ વર્ગ-3ની પરીક્ષાના પેપર લીકેજના મુખ્ય કાવતરાખોર અને ભેજાબાજ તરીકે ઉભરી આવેલા યશપાલસિંહ સોલંકી રાજકીય ધરોબો ધરાવતા હોવાનું સામે આવી રહ્યું છે. આ વ્યક્તિ હાલમાં હંગામી ધોરણે વડોદરા મહાનગર પાલિકાના (વીએમસી) સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

પેપર લીક મામલોઃ પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકની અરવલ્લીમાંથી અટકાયત

સોલંકીની પત્ની મીડિયા સામે આવી હતી, ન્યૂઝ18 ગુજરાતી સાથે યશપાલની પત્ની દિવ્યબા સોલંકીએ ખાસ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન દિવ્યબાએ પોતાના પતિને ફસાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે તેના પતિને કોઈએ ફસાવી દીધો છે.યશપાલની પત્નીએ શું કહ્યું?

"યશપાલ એવું કામ કરી જ ન શકે તેવો મને વિશ્વાસ છે. તેમને કોઈએ ફસાવ્યા છે. દિલ્હી જઈને પેપર લઈ આવ્યા હતા તેવી મારે તેમની જોડે કોઈ વાતચીત નથી થઈ. તેઓ દિલ્હી જઈન ન શકે, કારણ કે તેમની પાસે એટલા પૈસા જ નથી. અમારા ઘરે કોઈ પાસે પૈસા નથી. આખા મામલામાં કોઈ મોટા માણસે તેમને ફસાવ્યા છે. તેઓ સલામત રીતે ઘરે પરત ફરે તેવું અમે ઇચ્છીએ છીએ."

 
First published: December 4, 2018, 5:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading