રાજ્યમાં અનેક દર્દીઓએ એમ્બ્યુલન્સમાં આવીને કર્યું મતદાન

News18 Gujarati
Updated: April 23, 2019, 3:55 PM IST
રાજ્યમાં અનેક દર્દીઓએ એમ્બ્યુલન્સમાં આવીને કર્યું મતદાન
રાજ્યભરમાં લોકો લોકશાહીનું મહાપર્વ ઉજવી રહ્યાં છે ત્યારે મહત્તમ લોકો મત આપે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.

રાજ્યભરમાં લોકો લોકશાહીનું મહાપર્વ ઉજવી રહ્યાં છે ત્યારે મહત્તમ લોકો મત આપે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: રાજ્યભરમાં લોકો લોકશાહીનું મહાપર્વ ઉજવી રહ્યાં છે ત્યારે મહત્તમ લોકો મત આપે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે. રાજ્યમાં એક વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન થયું છે ત્યારે એવા પણ કેટલાય દર્દીઓ છે કે તેમને હોસ્પિટલમાં દાખલ હોય તે છતાંપણ મતદાન કર્યું છે. વડોદરા, રાજકોટ, ખેડામાં દર્દીઓએ એમ્બ્યુલન્સમાંથી ઉતરીને સ્ટ્રેચર પરથી જ મતદાન કર્યું છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે વડોદરા લોકસભાની ચૂંટણીમાં દર્દીઓમાં પણ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. 60થી વધારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ મતદાન કર્યું છે. જેમાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સેવાની સગવડ આપી હતી. હૃદયરોગનાં એડમિટ દર્દીઓએ ઉત્સાહથી મતદાન કર્યું.

આ પણ વાંચો : ચોકીદાર શોધવો હશે તો હું નેપાળ જઈશ, દેશમાં મને PM જોઈએ છે : હાર્દિક પટેલ

ખેડા લોકસભા બેઠકનો એક કિસ્સો સામે આવી રહ્યો છે. નડિયાદ તાલુકાનાં ઉત્તરસંડા ગામનાં સિનિયર સીટીઝન પ્રવીણ શાહને હાર્ટની બીમારી હતી. ગઈકાલે અમદાવાદની હોસ્પિટલમાં પેશ મેકર મુકાવ્યું હતું. જેમને આજે હોસ્પિટલના સહકરથી એમ્બ્યુલન્સમાં ઉત્તરસંડા આવીને મતદાન કર્યું છે.

આ પણ વાંચો : તસવીરો : માતા હિરાબાએ દીકરા નરેન્દ્ર મોદીને ભેટમાં આપી ચૂંદડી

વડોદરાનાં દર્દીએ કર્યું મતદાન
આ ઉપરાંત જૂનાગઢમાં પણ વૃદ્ધે એમ્બ્યુલન્સમાં આવીને મતદાન કર્યું છે. તેમને તાજેતરમાં કેન્સરનું ઓપરેશન કર્યું હતું. તેઓ ઓપરેશન કરાવીને રાજકોટથી એમ્બ્યુલન્સમાં આવીને જૂનાગઢ મતદાન મથક ઉપર વોટિંગ કર્યું છે.

રાજકોટમાં પણ દર્દીઓએ મતદાન કર્યું છે. સેફટીકના રોગથી પિડાતા જીજ્ઞા પટેલે મતદાન કર્યું છે. આત્મિય કોલેજ ખાતે આવેલ મતદાન મથકે મતદાન કર્યું છે. તેમને એમ્બયુલન્સ મારફતે મતદાન મથકે લઇ જવામાં આવ્યાં હતાં.
First published: April 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading