Home /News /madhya-gujarat /

Vadodara: સુશાસન દિન નિમિત્તે વડોદરા જિલ્લામાં 849 કામોનું ખાતમુહૂર્ત તેમજ 369 કામોનું લોકાર્પણ કરાયું

Vadodara: સુશાસન દિન નિમિત્તે વડોદરા જિલ્લામાં 849 કામોનું ખાતમુહૂર્ત તેમજ 369 કામોનું લોકાર્પણ કરાયું

વિકાસકાર્યો થકી પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ સ્થપાયો છે. 

વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિજાતિ વિકાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે દીપ પ્રાગટ્ય કરી સુશાસન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના સુશાસન દિનનો પ્રારંભ કરાવ્યો હતો.

    Vadodara news:  31 ડિસેમ્બર, 2021 (શુક્રવાર) પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલજીનો તા. 25 ડિસેમ્બરના રોજ જન્મદિન હોય, રાજ્ય સરકારે (state Government) સુશાસન સપ્તાહ કાર્યક્રમ યોજ્યો છે. વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિજાતિ વિકાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે દીપ પ્રાગટ્ય કરી સુશાસન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના સુશાસન દિનનો પ્રારંભ કરાવ્યો હતો.

    રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં શહેરી સુવિધા મળી રહે તેવા વિકાસ કાર્યો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. વિકાસકાર્યો થકી પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ સ્થપાયો છે. ભારતની પ્રગતિમાં ગામડાઓનો સિંહફાળો છે. ગ્રામ્ય વિસ્તારમાં સંગઠન, એકતા અને સૌહાર્દથી સમસ્યાઓનું સાથે મળી નિવારણ લાવવામાં આવે છે.

    પ્રજા માટે, પ્રજાના હિત માટે તથા પ્રજાલક્ષી શાસન હોવું જોઇએ તેવી સ્વ. અટલજીની ભાવના હતી, આ ભાવનાને વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ સાકાર કરી છે. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને લોકહિત માટે રાજ્ય સરકારે વિકાસલક્ષી યોજનાઓ અમલી કરી છે.

    આ પણ વાંચોઃ-Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે Police થઈ દોડતી

    રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે ગ્રામ વિકાસ વિભાગના સુશાસન દિન નિમિત્તે જિલ્લામાં કુલ રુ. 9,70,21,000ના કુલ 849 કામોનું ખાતમુહૂર્ત તેમજ રુ. 4,84,90,000ના કુલ 369 કામોનું લોકાર્પણ કર્યું હતું.આમ, જિલ્લાને રુ. 14,55,11,000ના ખર્ચે 1,218 વિકાસકામોની ભેટ મળી છે.ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુભાઈ શ્રીવાસ્તવે પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યુ કે, છેવાડાના વિસ્તારમાં આદિવાસી જાતિ સહિતના લાભાર્થીઓને વિવિધ સહાયનો લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! kheda કેમ્પમાં LRDની ભરતીમાં દોડની પ્રક્રિયામાં યુવક જિંદગીની 'રેસ' હારી ગયો, દોડ પુરી કરી રૂમમાં સુતો પછી ઉભો જ ન થયો

    જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલે કહ્યુ કે, છેવાડાના વિસ્તારોમાં નાગરિકોને પાયાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે દીર્ઘ દ્રષ્ટિભર્યા વિકાસકાર્યો કર્યા છે. રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર અને મહાનુભાવોના હસ્તે, સમરસ ગ્રામ પંચાયતના સરપંચને સન્માનિત કરી ગ્રામ વિકાસ માટે અનુદાનની રકમ અર્પણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ-Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે Police થઈ દોડતી

    મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા - તાલુકા અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો, પદાધિકારીઓ, કલેક્ટર આર. બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, પદાધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપ્તિ રાઠોડ સહિત અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, State Government, વડોદરા સમાચાર

    આગામી સમાચાર