વડોદરા:પાણી ઓસરતા હવે મગર દેખાય તો આ નંબર પર કોલ કરો

વન્ય જીવોને સુરક્ષિત ઉગારવા લોકોને મોબાઈલ નં.9429558886/9429558883 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

News18 Gujarati
Updated: August 5, 2019, 5:43 PM IST
વડોદરા:પાણી ઓસરતા હવે મગર દેખાય તો આ નંબર પર કોલ કરો
થોડા દિવસો પહેલા વડોદરમાંથી મોટો કાચબો રેસ્ક્યૂ કરાયો હતો.
News18 Gujarati
Updated: August 5, 2019, 5:43 PM IST
વડોદરા: સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાના કાર્યકારી નાયબ વન સંરક્ષક વિનોદ ડામોરે જણાવ્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી ક્રમશઃ ઘટવાની સાથે મગર જેવા વન્ય જીવો જોવા મળે કે નીકળે એવી શક્યતા છે.

આથી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમની સહાયતા મેળવવા અને નિર્દોષ વન્ય જીવોને સુરક્ષિત ઉગારવા લોકોને મોબાઈલ નં.9429558886/9429558883 નો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે પુરની પરિસ્થિતિને અનુલક્ષીને સામાજિક વનીકરણ વિભાગે શહેર-જિલ્લા માટે કુલ 06 આવી ટીમો કાર્યરત કરી છે.આ ટીમોએ 6 દિવસમાં 20 મગર,18સાપ,3કાચબા અને અજગર,સિવેટ કેટ,સમડી અને મોર જેવા 45 વન્ય જીવોને ઉગાર્યા છે અને તેમને માટેના સલામત પરિવેશમાં છોડ્યા છે.

ભારે વરસાદ અને પુરની પરીસ્થિતિ દરમિયાન શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વૃક્ષો પડી જવાથી રસ્તા અવરોધાવાની ઘટનાઓ બની હતી.જિલ્લા કલેક્ટર ની સૂચનાઓ અનુલક્ષીને વડોદરા સામાજિક વનીકરણ વિભાગે વડોદરા ઉપરાંત ભરૂચ,નર્મદા,ગોધરાના વનકર્મીઓ ની 13 કવિક રિસ્પોન્સ ટીમો કાર્યરત કરી હતી.

આ ટીમોએ ભારે જહેમત ઉઠાવીને 91 વૃક્ષોનો કાટમાળ હટાવીને રસ્તાઓને વાહન વ્યવહારને યોગ્ય બનાવ્યા હતા
First published: August 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...