Home /News /madhya-gujarat /વડોદરા: ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ, લોકો પાસે ફોર્મ ભરવા માંગ્યા પૈસા

વડોદરા: ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ, લોકો પાસે ફોર્મ ભરવા માંગ્યા પૈસા

સાવલી બેઠકના ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે.

Gujarat Election 2022: ભાજપ ઉમેદવાર કેતન ઈનામદારે ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરુ કરતા જ ચર્ચાનો વિષય બન્યા છે. લોકો પાસે ફોર્મ ભરવા માટે ફુલ નહીં તો ફુલની પાંખડી માગ કરી

    વડોદરા: શહેરની સાવલી બેઠકના ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવાર કેતન ઈનામદારે ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરુ કરતા જ ચર્ચાનો વિષય બન્યા છે. સાવલીમાં યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં લોકો પાસે ફોર્મ ભરવા માટે ફુલ નહીં તો ફુલની પાંખડી માગ કરી હતી. સાથે જ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સાવલીની જનતાના રૂપિયાથી આ વખતે ફોર્મ ભરીશ. કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો લોકોએ ચાલુ કાર્યક્રમમાં જ ચૂંટણી પ્રચાર માટે હજારો રૂપિયા આપ્યા હતા. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    'ભગવાને મને બહુ આપ્યું છે....'

    વડોદરા જિલ્લાના સાવલીના ભાજપ ઉમેદવાર કેતન ઈનામદારએ પ્રચાર શરૂ કર્યો છે. સાવલીમાં ભાજપ કાર્યકરોનું વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું. સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કેતન ઈનામદારે કાર્યકરો અને લોકો પાસે ફોર્મ ભરવા નાણાં માંગ્યા હતા. લોકોએ ચાલુ કાર્યક્રમમાં હજારો રૂપિયા કેતન ઈનામદારને આપ્યા હતા. આ સાથે જ કેતન ઈનામદારે કહ્યું હતું કે, ભગવાને મને બહુ આપ્યું છે, સાવલી નહીં 182 વિધાનસભા બેઠક પર ફોર્મ ભરવાનાં નાણાં હું આપી શકું છું. આ વખતે સાવલીની જનતાના રૂપિયાથી ફોર્મ ભરીશ. હું કોઈના ઘરે જઈ સાફા કે તલવાર માંગતો નથી. આ સમગ્ર વાતનો વીડિયો વાયરલ થયો છે.


    આ પણ વાંચો: હર્ષ સંઘવીને સાથેની બેઠકમાં મધુ શ્રીવાસ્તવ ગેરહાજર, કરી શકે છે મોટી જાહેરાત

    સાવલી વિધાનસભા બેઠક

    સાવલી વડોદરાના સાવલી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. આ 182 વિધાનસભા બેઠકમાં સાવલી વિધાનસભા બેઠક 135માં ક્રમાંકે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કેતનભાઈ ઈનામદારે કોંગ્રેસ ઉમેદવાર સાગર બ્રહ્મભટ્ટને 41,633 મતથી હરાવીને જીત મેળવી હતી. કેતન ઇનામદારને 97,646 મત મળ્યા હતા અને કોંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટને 56,013 મત મળ્યા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કેતનભાઈ ઈનામદાર IND પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ ચૌહાણને મ્હાત આપી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Vadodara

    विज्ञापन
    विज्ञापन