Home /News /madhya-gujarat /Gujarat Election 2022: ભાજપના દબંગ નેતા તરછોડાયા, કહ્યું - વર્ષોથી પાર્ટી સાથે કામ કર્યું, પણ કદર ના કરી

Gujarat Election 2022: ભાજપના દબંગ નેતા તરછોડાયા, કહ્યું - વર્ષોથી પાર્ટી સાથે કામ કર્યું, પણ કદર ના કરી

ભાજપના દબંગ નેતા તરછોડાયા

Gujarat Election 2022: વડોદરાના દબંગ ધારાસભ્યને બદલે ભાજપે અન્ય ઉમેદવારને ટિકિટ આપી હતી. જેને લઈને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ દ્વારા વાઘોડિયાના સ્થાનિક લોકો અને કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ મોડી સાંજે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો છે.

વધુ જુઓ ...
    વડોદરા: ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ચુકી છે. જે બાદ આજે ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં, વડોદરા વાઘોડિયના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપવામાં આવતા, નેતાનો પારો આસમાને પહોંચી ગયો છે. આથી તેમણે નિર્ણય કર્યો છે કે, તે સ્થાનિક લોકો સાથે મળીને અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓ કહેશે તો હુ અપક્ષ દાવેદારી કરીશ.

    આ પણ વાંચો: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી, બસ એક ક્લિકમાં

    વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવનાર વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. જેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આપી, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો હતો. આજે સાંજે મહાદેવ તળાવ પાસે મધુ શ્રીવાસ્તવની ઓફિસમાં બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવો નિર્ણય લેવાયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, પાર્ટીએ વર્ષો સુધી કામ કર્યું પરંતુ પાર્ટીએ મારી કદર કરી નહીં. કાર્યકરો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તેમણે પાર્ટીને ફરી વિચાર કરવા પણ જણાવ્યું છે.



    આ પણ વાંચો: મોરબી દુર્ઘટનામાં સારી કામગીરી કરવી કાંતિ અમૃતિયાને ફળી, ભાજપે આપી ટિકિટ

    વડોદરા જિલ્લામાં આવેલી વાઘોડિયા વિધાનસભા બેઠક પર 1995 થી 2017 સુધી એટલે કે 6 વખત બાહુબલી નેતા તરીકે ઓળખાતા મધુ શ્રીવાસ્તવ જીતી રહ્યા છે. આ વખતે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ઉમેદવારને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે દબંગ નેતાની જગ્યાએ અન્યને ટિકિટ આપતા મામલો ગરમાયો છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन