Home /News /madhya-gujarat /Gujarat Election 2022 Dates: વડોદરા જિલ્લામાં આ વખતે પણ બીજેપીનો દબદબો કાયમ રહેશે?

Gujarat Election 2022 Dates: વડોદરા જિલ્લામાં આ વખતે પણ બીજેપીનો દબદબો કાયમ રહેશે?

વડોદરા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Vadodara City Election Date 2022: વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો વડોદરા જિલ્લાની બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે છ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

    વડોદરા: ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે વડોદરા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં કુલ આઠ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો વડોદરા જિલ્લાની બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે છ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

    2017ની ચૂંટણી પર એક નજર
    Noબેઠક નામબીજેપીકોંગ્રેસવિજેતા
    140ડભોઈશૈલેશભાઈ મહેતાસિદ્ધાર્થ પટેલBJP
    141વડોદરા શહેર (SC)મનિષાબેન વકીલઅનિલભાઈ પરમારBJP
    142સયાજીગંજજીતુભાઈ સુખડિયાનરેન્દ્રભાઈ રાવતBJP
    143અકોટાસીમાબેન મોહિલેરણજીત ચૌહાણBJP
    144રાવપુરારાજેન્દ્રભાઈ ત્રિવેદીચંદ્રકાંત શ્રીવાસ્તવBJP
    145માંજલપુરયોગેશ પટેલચિરાગ ઝવેરીBJP
    146પાદરાદિનેશભાઈ પટેલજશપાલસિંહ ઠાકોરINC
    147કરઝણસતિષભાઈ બાબુભાઈ પટેલઅક્ષય પટેલINC
    135સાવલીકેતનભાઈ ઈમાનદારસાગર પ્રકાશ બ્રહ્મભટ્ટBJP
    136વાઘોડિયામધુ શ્રીવાસ્તવBTPBJP

     

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.



    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP Congress, Gujarat Assembly Election 2022, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन