Home /News /madhya-gujarat /ભાજપમાં ડેમેજ કન્ટ્રોલ: હર્ષ સંઘવીને સાથેની બેઠકમાં મધુ શ્રીવાસ્તવ ગેરહાજર, કરી શકે છે મોટી જાહેરાત

ભાજપમાં ડેમેજ કન્ટ્રોલ: હર્ષ સંઘવીને સાથેની બેઠકમાં મધુ શ્રીવાસ્તવ ગેરહાજર, કરી શકે છે મોટી જાહેરાત

હર્ષ સંઘવીએ ડેમેજ કન્ટ્રોલ માટેની કાર્યવાહી શરૂ કરી

Gujarat Election 2022: વડોદરામાં ભાજપમાં નારાજગી સામે ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેમેજ કન્ટ્રોલની કમાન પોતાના હાથમાં લીધી છે.

    વડોદરા: વડોદરામાં ભાજપમાં નારાજગી સામે ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેમેજ કન્ટ્રોલની કમાન પોતાના હાથમાં લીધી છે. ત્રણ બેઠકો પર બળવાખોરોને મનાવવાની શરૂઆત કરાઇ છે. હર્ષ સંઘવીએ પારુલ યુનિવર્સિટીમાં બંધબારને બેઠક કરી હતી. વાઘોડિયામાં ભાજપ હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ થઇ છે. બેઠકમાં ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલ હાજર રહ્યા હતા. જ્યારે આ બેઠકમાં મધુ શ્રીવાસ્તવ ગેરહાજર રહ્યા હતા. જે બાદ હવે મનાઇ રહ્યું છે કે, મધુ શ્રીવાસ્તવ બપોર સુધી કોઈ જાહેરાત કરી શકે છે. તેઓ અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી શકે છે.

    હર્ષ સંઘવીએ ડેમેજ કન્ટ્રોલ માટેની કાર્યવાહી શરૂ કરી

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના બળવાખોર નેતાઓને મનાવવાની કમાન પોતાના હાથમાં લીધી છે. હર્ષ સંઘવીએ ડેમેજ કન્ટ્રોલ માટેની કાર્યવાહી શરૂ કરી છે. હર્ષ સંઘવી વાઘોડિયામાં પારુલ યુનિ. ખાતે બેઠક કરી હતી. બાદમાં કરજણમાં ભાજપ નેતા સતીશ નિશાળિયાને મળશે. બાદમાં પાદરામાં દિનુ મામાને મળશે. હર્ષ સંઘવીના મનાવ્યા બાદ શું બળવાખોર નેતાઓ માની જશે? તેવી લોકોમાં ચર્ચા છે.

    આ પણ વાંચો: બીજેપીની બીજી યાદી જાહેર, છ બેઠક પર નામ જાહેર

    મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપવામાં આવતા તેમનો પારો આસમાને

    ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, તેમાં વડોદરા વાઘોડિયના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપવામાં આવતા, નેતાનો પારો આસમાને પહોંચી ગયો છે. આથી તેમણે નિર્ણય કર્યો છે કે, તે સ્થાનિક લોકો સાથે મળીને અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓ કહેશે તો હુ અપક્ષ દાવેદારી કરીશ.

    પાર્ટીને ફરી વિચાર કરવા પણ જણાવ્યું હતું

    વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવનાર વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. જેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આપી, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો હતો. કાલે સાંજે મહાદેવ તળાવ પાસે મધુ શ્રીવાસ્તવની ઓફિસમાં બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવો નિર્ણય લેવાયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, પાર્ટીએ વર્ષો સુધી કામ કર્યું પરંતુ પાર્ટીએ મારી કદર કરી નહીં. કાર્યકરો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તેમણે પાર્ટીને ફરી વિચાર કરવા પણ જણાવ્યું હતું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन