કોરોના વાયરસ : વડોદરામાં આર્મીના 3 તાલીમાર્થી જવાન પોઝિટિવ, ATMમાંથી પૈસા ઉપાડ્યા બાદ તબિયત લથડી હતી

News18 Gujarati
Updated: April 24, 2020, 10:43 AM IST
કોરોના વાયરસ : વડોદરામાં આર્મીના 3 તાલીમાર્થી જવાન પોઝિટિવ, ATMમાંથી પૈસા ઉપાડ્યા બાદ તબિયત લથડી હતી
વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશનના દસ્તાવેજોથી મળેલી જાણકારી મુજબ કોરોના વાયરસના સંક્રમણને નાબૂદ કરવા માટે 237 દર્દીઓને રેમડેસિવયર ડ્રગ આપવામાં આવ્યો હતો. અને કેટલાકને પ્લેસીબી. એક મહિના પછી આ દર્દીઓની તપાસ કરી તો રેમડેસિવયર ડ્રગ લેનાર 13.9% દર્દીઓની મોત થઇ હતી અને પ્લેસીબો લેનાર 12.8% દર્દીઓની મોત થઇ ગઇ હતી. દર્દીઓની મોતને દેખતા ડૉક્ટરોએ આ ડ્રગનું ટ્રાયલ રોકી દીધું છે.

તાલીમ લેવા આવેલા જવાનોના સંપર્કમાં આવેલા 16 વ્યક્તિઓને ક્વૉરન્ટી કરાયા, ATMમાંથી પૈસા ઉપાડ્યા બાદ તબિયત લથડી હતી

  • Share this:
 વડોદરા : વડોદરામાં આર્મીના ત્રણ તાલીમાર્થી જવાનોને કોરોના વાયરસનો ચેપ લાગતા હડકપં મચ્યો છે. શહેર કોરોના વાયરસ સામે મક્કમ મનોબળે લડી રહ્યું છે ત્યારે આ સમાચારે ભારે ચર્ચા જગાવી છે. જવાનોને ચોંકાવનારી જગ્યાએથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન થયું છે. જોક, મહત્ત્વની બાબત એ છે કે જવાનોના સંપર્કમાં આવેલા 16 વ્યક્તિની ઓળખ કરી તેમને પણ તાત્કાલિક ક્વૉરન્ટીન કરી દેવાયા છે.

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં 23મી એપ્રિલે સાંજે 6.00 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના 217 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતની સંખ્યા 2624એ પહોંચી છે. ગઈકાલે સાંજ સુધીના આંકડા મુજબ વડોદરામાં કોરોના વાયરસના કારણે 218 લોકો ચેપગ્રસ્ત થયા છે અને 11 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો : સુરતમાં ચિંતા વધી, એક જ દિવસમાં કોરોનાના 41 નવા કેસ નોંધાયા, જિલ્લામાં 456 કેસ પોઝિટિવ

ATMમાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન

દરમિયાન આરોગ્ય વિભાગને આશંકા છે કે આ જવાનો સીધી રીતે કોઈ બહારના ચેપગ્રસ્ત લોકોને મળ્યા નથી ત્યારે ATMમાંથી ચેપ લાગ્યો હોવાની આશંકા છે. જવાનોએ એટીએમમાં પૈસા ઉપાડવા માટે જોખમ ખેડ્યું હોય તેવામાં ચેપ લાગી ગયો હોવાની આશંકા છે. આ તમામ જવાનો વડોદરાના EMEમાં તાલિમ લેવા માટે આવ્યા હતા અને મૂળે મધ્યપ્રદેશના રહેવાસી છે.

આ પણ વાંચો : કોરોના વાયરસ : એક્સપર્ટની ચેતવણી, ભારતમાં 10 અઠવાડિયાનું લૉકડાઉન જરૂરીહરણી EME સ્કૂલમાં તાલિમ લઈ રહ્યા છે

આ જવાનો વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી સેનાની EME સ્કૂલમાં તાલિમ લઈ રહ્યા છે. આ ત્રણ તાલીમાર્થીઓએક એક જ દિવસમાં એક જ ATMમાંથી પૈસા ઉપાડ્યા હતા એટલે ATMમમાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હવે તપાસઅધિકારીઓ ATMના CCTV પણ ચેક કરશે
First published: April 24, 2020, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading