Nidhi Dave, Vadodara: સમા સ્પોર્ટસ કોમ્પલેકસ ખાતે રમાઈ રહેલી પીટ્ટુ ( સતોડીયુ ) ચેમ્પિયનશીપની સેમી ફાઈનલમાં ગુજરાતની બોયઝ અને ગર્લ્સની બંને ટીમો સેમીફાઈનલમાં પહોંચી છે. આજરોજ સેમીફાઈનલ અને ફાઇનલ મેચ રમાશે. સમા સ્પોર્ટસ કોમ્પલેકસ ખાતે રમાઈ રહેલી ત્રીજી પીટ્ટુ નેશનલ ચેમ્પિયનશીપની કવાર્ટર ફાઈનલમાં ગુજરાત બોયઝની ટીમે મધ્યભારતની ટીમને પરાજય આપ્યો.
ઈન્દોર પછી ભોપાલ અને હવે વડોદરાએ પણ 3જી નેશનલ પિટ્ટુ (સાતોડિયુ) ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે. વડોદરા સમા સ્પોર્ટ્સ પિટ્ટુ એસોસિએશન ઓફ ગુજરાત સહિત બીજા રાજ્યની 22 ટીમોએ ભાગ લીધો છે.
આ પિટ્ટુ ગેમ્સમાં 500 થી વધુ પુરુષ અને મહિલા ખેલાડીઓએ ભાગ લીધો છે. ત્રણ દિવસીય નેશનલ ગેમ્સ યોજાઇ છે.
સેમીફાઈનલમાં ગુજરાત બોયઝ ટીમ અને મધ્યપ્રદેશ વચ્ચે અને બીજી સેમીફાઈનલ રાજસ્થાન ટી ડબલ્યુ ડીની ટીમો વચ્ચે રમાશે.
જયારે મહિલા વિભાગમાં પણ ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે અને રાજસ્થાન- ટીડબલ્યુ વચ્ચે સેમીફાઈનલ મેચ રમાશે. સવારના સમયે સેમીફાઈનલ મેચ રમાશે અને બપોરે ફાઇનલ મેચ રમાશે. ફાઇનલ મેચ બાદ ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.