Home /News /madhya-gujarat /વડોદરામાં વધુ એક ફેક્ટરીમાં ATSના દરોડા: ડ્રગ્સનો કરોડોનો કાચો માલ હોવાની આશંકા

વડોદરામાં વધુ એક ફેક્ટરીમાં ATSના દરોડા: ડ્રગ્સનો કરોડોનો કાચો માલ હોવાની આશંકા

ગુજરાત એટીએસ અને વડોદરા SOGનું સંયુક્ત ઓપરેશન

Gujarat latest news: હાલ ગુજરાત એટીએસ અને એસઓજી શંકાસ્પદ ફેક્ટરીમાં તપાસ ચાલી રહી છે. આ ફેક્ટરીમાં જે કાચો માલ હોય તે કરોડો રૂપિયાનો માલ હોવાની આશંકા સેવાઇ રહી છે.

    વડોદરા : ગુજરાતમાં (Gujarat) થોડા દિવસ પહેલા જ સાવલી અને ભરુચમાંથી ડ્રગ્સ (drugs factory seized) બનાવતી ફેક્ટરીઓ ઝડપાઇ હતી. જે બાદ અનેક શંકાસ્પદ ફેક્ટરીઓમાં દરોડા (raid in Vadodara factory) પાડવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરાની સાંકરદા જીઆઈડીસીમાં (Vadodara GIDC) આવેલી ભવાની એન્ટરપ્રાઇઝમાં ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ નશાકારક પદાર્ષ મળવાની બાતમી મળી રહી છે. ડ્રગ્સમાં વપરાતા કાચા માલની ફેક્ટરી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઓપરેશનમાં ગુજરાત એટીએસે વડોદરા એસઓજી તથા એફ.એસ.એલની ટીમને પણ સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, આ ફેક્ટરીમાં શંકાસ્પદ નશાકારક પદાર્થનો જથ્થો હોય શકે છે. હાલ ગુજરાત એટીએસ અને એસઓજી શંકાસ્પદ ફેક્ટરીમાં તપાસ ચાલી રહી છે. આ ફેક્ટરીમાં જે કાચો માલ હોય તે કરોડો રૂપિયાનો માલ હોવાની આશંકા સેવાઇ રહી છે.
    સાવલી ડ્રગ્સ કેસના તાર જોડાયા

    સાવલી ડ્રગસ કેસનાં મુખ્ય આરોપી પિયુષ પટેલને સાથે રાખી તપાસ ચાલી રહી છે. એટીએસની ટીમ આરોપી પિયુષ પટેલને લઇને સાંકરદા જીઆઈડીસીમાં પહોંચી છે. સાંકરદામાં ગોડાઉન ભાડે રાખીને

    કેમિકલની આડમાં ડ્રગસનું રો મટીરીયલ રાખતું હોવાની વાત સામે આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં થોડા દિવસ પહેલા, સાવલી તાલુકાના મોક્સી ખાતે ધમધમતી મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી નેક્ટર કેમ પર એટીએસ-અમદાવાદે દરોડો પાડીને 1125 કરોડની કિંમતનું 225 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. જેથી ફેક્ટરીના સંચાલક મહેશ ઉર્ફ મહેશ ધોરાજી ગોપાલભાઇ વૈષ્ણવ તથા પીયૂષ અશોકભાઇ પટેલની ધરપકડ કરી હતી. એટીએસ દ્વારા આ ગુનામાં આજે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરીને વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા કોર્ટે ચાર આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.



    મહેશ ઉર્ફે મહેશ ધોરાજી અને પીયૂષ પટેલની પૂછપરછ દરમિયાન એટીએસને માહિતી મળી હતી કે, ડ્રગ્સનું ઉત્પાદન ભરૂચ નજીક સાયખા જીઆઇડીસીમા વેન્ચર ફાર્માસ્યૂટિકલ્સ લિ.માં કરાતુ હતુ. ત્યાંથી જથ્થો મોક્સી ખાતે નેક્ટર કેમમાં લવાતો હતો. એટીએસએ સાયખાની વેન્ચર ફાર્માસ્યૂટિકલ્સમાં મહેશ ધોરાજીની ભાગીદારીમાં મેફેડ્રોન ડ્રગ્સનું લિક્વિડ ફોર્મમાં ઉત્પાન કરતા દિલીપ ઉર્ફ દિપક લાલજીભાઇ વઘાસીયા (ઉ.33, રહે.સેલિબ્રેશન હાઇટ, ગાર્ડન સિટીની બાજુમાં અંકલેશ્વર જીઆઇડીસી), વિજય ઉર્ફ વીજો ઓધવજી વસોયા (ઉ.42, કેન્ડલ કોર્નર સોસાયટી, નિયમ રેસિડેન્સીની બાજુમાં અંકલેશ્વર જીઆઇડીસી) અને રાકેશ ઉર્ફ રાકો નરસિંહભાઇ મકાણી (ઉ.33, કેન્ડલ કોર્નર સોસાયટી, નિયમ રેસિડેન્સીની બાજુમાં અંકલેશ્વર જીઆઇડીસી)ની ધરપકડ કરી છે તો મહેશ ધોરાજી પાસેથી મેફેડ્રોનનો જથ્થો ખરીદનાર જામનગરના દિનેશ ઉર્ફે દિનીયો આલાભાઇ ધુ્રવ (ઉ.55, રહે.કિશાન ચોક રોડ, આંબેડકરવાસ, જામનગર)ને પણ ઝડપી પાડયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ડ્રગ્સ, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन