Home /News /madhya-gujarat /

Gujarat election 2022: સંત સમાન નેતા યોગેશ પટેલને શા માટે કરી દેવાયા સાઈડલાઈન?

Gujarat election 2022: સંત સમાન નેતા યોગેશ પટેલને શા માટે કરી દેવાયા સાઈડલાઈન?

BJP MLA Yogesh Patel Profile: ગુજરાતના વડોદરાના માંજલપુરથી ભાજપના ધારાસભ્ય રહેલા લોકપ્રિય નેતા અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું વ્યક્તિત્વ અનોખું છે. વર્ષો સુધી સેવા આપ્યા બાદ પણ તેમને હાંસિયામાં ધકેલી દેવાયા હોવાનું ચિત્ર જોવા મળે છે.

BJP MLA Yogesh Patel Profile: ગુજરાતના વડોદરાના માંજલપુરથી ભાજપના ધારાસભ્ય રહેલા લોકપ્રિય નેતા અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું વ્યક્તિત્વ અનોખું છે. વર્ષો સુધી સેવા આપ્યા બાદ પણ તેમને હાંસિયામાં ધકેલી દેવાયા હોવાનું ચિત્ર જોવા મળે છે.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022 ) માટે રણનીતિ ઘડાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam admi party) સહિતના પક્ષો પોતાના નેતાઓની ક્ષમતા મુજબ જવાબદારીઓ સોંપી રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક એવા નેતા પણ છે, જેઓને રાજકીય પક્ષો સાઈડલાઈન કરી ચુક્યા છે. આવા નેતાઓ પોતાની જ પાર્ટીને એક યા બીજી રીતે નુકસાન પહોંચાડે તેવી ભીતિ છે. અહીં ભારતીય જનતા પક્ષ દ્વારા સાઈડલાઈન કરી દેવાયેલા વરિષ્ઠ નેતા યોગેશ પટેલ અંગે જાણકારી આપવામાં આવી છે.

  ગુજરાતના વડોદરાના માંજલપુરથી ભાજપના ધારાસભ્ય રહેલા લોકપ્રિય નેતા અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું (Manjalpur bjp mla yogesh patel) વ્યક્તિત્વ અનોખું છે. વર્ષો સુધી સેવા આપ્યા બાદ પણ તેમને હાંસિયામાં ધકેલી દેવાયા હોવાનું ચિત્ર જોવા મળે છે. તેઓ 30થી વધુ વર્ષો સુધી લોકસેવામાં સક્રિય રહ્યા છે. આ દરમિયાન ભાજપ સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા કેબિનેટના વિસ્તરણ સમયે તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા.

  સામાન્ય લોકોના નેતા ગણાય છે યોગેશ પટેલ

  યોગેશ પટેલનો (BJP MLA Yogesh Patel) જન્મ વડોદરામાં થયો હતો અને હાલમાં તેઓ લેઉઆ શેરી, અમદાવાદી પોળ ખાતે રહે છે. તેઓ 10મું પાસ છે. 1946માં જન્મેલા યોગેશ પટેલ 1990થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેમનું જીવન ખૂબ જ સાદું છે અને તેમના સાદાગીભર્યા જીવનના અનેક કિસ્સા આજે પણ તેમની નજીકના લોકોમાં ચર્ચાય છે. મોટાભાગે તેઓ ભાજપમાં રહીને જ ભાજપના તંત્ર સામે અવાજ ઉઠાવનાર નેતા તરીકે ચર્ચામાં રહ્યા છે. લાંબા સમય સુધી ભાજપના વફાદાર રહ્યા છતાં તેમને જોઈએ તેટલું મહત્વની સ્થાન મળ્યું ન હોવાનું જણાય છે. આ વાત પાછળ પણ તેમનો લડાયક સ્વભાવ કારણભૂત માનવામાં આવે છે.

  તેઓ સામાન્ય લોકોના નેતા કહેવાય છે. તેમનો મુકામ કાયમ વડોદરાની અમદાવાદી પોળની લેઉવા શેરીના બાંકડા પર જ હોય છે. તેમને મળવું હોય તો અમદાવાદી પોળના બાંકડે તેઓ મળી જતા હોવાનું કહેવાય છે. બાંકડે બેઠેલા યોગેશ પટેલ પાસે કોઈ નાગરિક ફરિયાદ લઈ આવે તો ફરિયાદ લઈ આવનારને પુછે સ્કુટર લાવ્યો છે? અને જો તે હા પાડે તો તેના સ્કુટર ઉપર બેસીને તેની સાથે ફરિયાદનો નિકાલ કરાવવા પહોંચી જાય છે.

  કચ્છના સાંસદ વિનોદ ચાવડા ભાજપના તાકતવર નેતા: આગામી ચૂંટણીમાં શું રોલ ભજવશે?


  થોડા વર્ષો પહેલા ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો ચાલતી હતી, તે સમયે મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યને મંત્રી બનાવી દેવામાં આવે છે, તેવા આક્રોશ સાથે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરાઈ હતી. આ દરમિયાન ભાજપે આબરુંનું ધોવાણ અટકાવવા માટે યોગેશ પટેલ જેવા નેતાને મંત્રીપદ આપવાની ફરજ પડી હતી.

  રાજકીય કારકિર્દીમાં લડાયક નેતાની છાપ (Political career of Yogesh Patel)

  1946માં જન્મેલા યોગેશ પટેલ (Yogesh Patel) 1990થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. રાજીવ ગાંધીની સરકારમાંથી છુટા પડેલા વિશ્વનાથ પ્રતાપસિંહ જ્યારે પોતાની જનતા પાર્ટી બનાવી, ત્યારે યોગેશ પટેલ તેમાં સામેલ થયા અને જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યાર બાદ તેઓ 1995માં ભાજપમાં જોડાઈ ગયા હતા. વ્યવસાયે ફરાસખાનાનો ધંધો કરતા યોગેશ પટેલ શેરીના લડાયક નેતા રહ્યા છે.

  રાજકારણમાં આવ્યા ત્યારે વડોદરામાં દુધના ભાવ વધારા સામે આંદોલન થયું હતું અને આંદોલન દરમિયાન તેઓ સખ્ત રીતે દાઝી ગયા હતા. તેઓની બચવાની કોઈ આશા નહોતી. ત્યારે વડોદરાના સાવલીના એક સ્વામીએ આવી તેમને પાણી પીવડાવ્યું અને તેઓ બચી ગયા હતા. સાવલીના સ્વામીના પ્રભાવને કારણે તેમણે ખાદી ધારણ કરી અને ખાદી લાજે નહીં, તેવું જીવન જીવવાનો તેમણે પ્રયાસ કર્યો છે.

  યોગેશ પટેલ બીજા કરતા કાયમ અલગ વિચારતા નેતા રહ્યા છે. એક સમયે ઈન્દીરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે ખટરાગ ચાલતો હતો અને મેનકા ગાંધીને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. તે સમયે યોગેશ પટેલ મેનકા ગાંધીને વડોદરા લઈ આવ્યા હતા અને સંજય ગાંધી વિચાર મંચની સ્થાપના કરી હતી અને તેઓ તેના પ્રમુખ રહ્યા હતા. તેમના મિજાજને જોતા ભાજપની નેતાગીરીએ યોગેશ પટેલની અનેક વખત ટીકીટ કાપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પોતાના માઠા દિવસોમાં સાથ આપનાર યોગેશ પટેલની પડખે મેનકા કાયમ ઊભા રહ્યા હતા.

  ઘણી વખત તેમનું વર્તન વિરોધ પક્ષ જેવું રહેતું

  ઉલ્લેખનીય છે કે, યોગેશ પટેલ ભાજપને અનેક વખત ખૂંચ્યા છે. તેઓ પ્રજાના પ્રશ્ન માટે સત્તામાં ભાજપ હોવા છતાં અધિકારીઓ અને મંત્રી સાથે માથાકૂટ કરી લેતા હતા. ઘણી વખત તેમનું વર્તન વિરોધ પક્ષ જેવું રહેતું હતું. થોડા વર્ષો પહેલા જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવ દ્વારા લેવામાં આવેલા શંકાસ્પદ નિર્ણયની તેમણે ટીકા કરી ભ્રષ્ટાચાર અંગે તપાસ માંગી હતી.

  Gujarat election 2022: ભૂપેન્દ્ર પટેલે હજારો કિમી પ્રવાસ કરીને બનાવી મજબૂત નેતાની છબી


  આ ઉપરાંત માસ્કના દંડ સામે પણ તેઓ મેદાને ઉતર્યા હતા. તેઓનું માનવું હતું કે, માસ્કના નામે દંડ ઉઘરાવવાનું પોલીસે બંધ કરવું જોઇએ અને તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલ કરવી જોઈએ. આ બાબતે તેઓ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ મળ્યા હતા અને પોતાના ચાર મુદ્દાનો પત્ર પાઠવ્યો હતો. જેમાં તેમણે માસ્કનો દંડ વસૂલવાનું પણ બંધ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે લોકો પાસે તહેવાર ઉજવવાના પૈસા પણ નથી ત્યારે માસ્કના નાણાં ક્યાંથી ચુકવે?

  યોગેશ પટેલની મિલકત

  યોગેશ પટેલ પાસે આશરે 20 કરોડ જેટલી સંપત્તિ હોવાનું જાણવા મળે છે. 2017ના એફિડેવિટના આંકડા મુજબ, તેમની પાસે 77.51 લાખની અને તેમના પત્ની સરોજબેન પાસે 25.25 લાખની જંગમ મિલકત છે. તેમજ રૂ. 4.49 કરોડની સ્વપાર્જીત સ્થાવર મિલકત છે. તેમને 8.61 કરોડ જેટલી અસ્કયામતો વારસામાં મળી છે. તેમજ 4.95 લાખ જેટલી સ્વાપાર્જીત અસ્ક્યામતો છે. આ ઉપરાંત તેમની પાસે 7 લાખની મારુતિ સ્વીફ્ટ અને 20 લાખની ટોયોટા ઇનોવા કાર છે. બેંકની થાપણો, શેર્સ, લાગતા વળગતાને આપેલી અંગત લોન, ઝવેરાત અને કારની કિંમત સહિત તેમની પાસે 77 લાખથી વધુ અને તેમના પત્ની પાસે 25 લાખથી વધુની અસ્ક્યામતો છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Yogesh Patel

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन