Home /News /madhya-gujarat /Gujar Election 2022: રાજ્યની મહત્વપૂર્ણ બેઠક વડોદરા શહેર વિધાનસભા બેઠક પર છે ભાજપનું પ્રભુત્વ
Gujar Election 2022: રાજ્યની મહત્વપૂર્ણ બેઠક વડોદરા શહેર વિધાનસભા બેઠક પર છે ભાજપનું પ્રભુત્વ
Vadodara city assembly constituency: આ વિધાનસભા બેઠક પર છેલ્લી 7 ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મનીષાબેન વકીલે કોંગ્રેસ ઉમેદવાર અનિલ પરમારને જંગી લીડથી હરાવ્યા હતા. વડોદરા જિલ્લામાં કુલ 10 વિધાનસભા બેઠકો છે.
Vadodara city assembly constituency: આ વિધાનસભા બેઠક પર છેલ્લી 7 ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મનીષાબેન વકીલે કોંગ્રેસ ઉમેદવાર અનિલ પરમારને જંગી લીડથી હરાવ્યા હતા. વડોદરા જિલ્લામાં કુલ 10 વિધાનસભા બેઠકો છે.
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat election 2022) માટે જોરશોરથી તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આ વર્ષે કોંગ્રેસ અને ભાજપની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી હોવાથી રાજકીય સમીકરણોમાં થોડા બદલાવ આવી શકે તેવી સંભાવના છે. ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી કમિશને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના રણકાર વચ્ચે રાજકીય પાર્ટીઓના નેતાઓના ગુજરાતમાં રાઉન્ડ શરૂ થયા છે. તમામ રાજકીય પક્ષો ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ કરી રહ્યા છે. આ વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીની મોસમની વચ્ચે અમે આપના માટે ગુજરાતની તમામ 182 બેઠકોનો ચિતાર લઈને આવ્યા છીએ. રાજ્યની મહત્વની મહાનગરપાલિકા વડોદરામાં વડોદરા શહેર વિધાનસભા બેઠક વિશે થોડી માહિતી મેળવી લઇએ.
વડોદરા શહેર વિધાનસભા બેઠક (Vadodara city assembly constituency)
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. આ 182 બેઠકોમાંથી વડોદરા શહેર વિધાનસભા બેઠક 141માં ક્રમાંકે છે. વર્ષ 2008માં સીમાંકન થયું, તે પહેલા વડોદરા શહેરમાં માત્ર ત્રણ વિધાનસભા બેઠકો હતી- રાવપુરા, સયાજીગંજ અને વાડી. વર્ષ 2008માં નવું સીમાંકન થયું તે અનુસાર વડોદરા શહેરમાં બે વિધાનસભા બેઠકનો સમાવેશ થતા વડોદરા શહેરની કુલ 5 પાંચ વિધાનસભા બેઠક જાહેર કરવામાં આવી. આ પાંચ વિધાનસભા બેઠકમાં વડોદરા શહેર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
વડોદરા જિલ્લામાં કુલ 10 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 5 બેઠક શહેર અને 5 બેઠક ગ્રામ્ય વિધાનસભાને ફાળવવામાં આવી છે. વડોદરા શહેર વિધાનસભા બેઠકને વડોદરા શહેર-વાડી વિધાનસભા બેઠક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. વડોદરા શહેર વિધાનસભા બેઠક શહેરના મોટાભાગના વિસ્તારોને સાંકળી લે છે. આ બેઠક પર ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પ્રધાન મનીષાબેન વકીલ છેલ્લા 2 ટર્મથી ચૂંટાતા આવ્યા છે. આ વિધાનસભા બેઠક પર છેલ્લી 7 ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે.
આ વિધાનસભા બેઠક પર છેલ્લી 7 ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મનીષાબેન વકીલે કોંગ્રેસ ઉમેદવાર અનિલ પરમારને જંગી લીડથી હરાવ્યા હતા. મનીષાબેન વકીલને 1,16,367 મત મળ્યા હતાં તો અનિલ પરમારને 63,984 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર મનીષાબેન વકીલ ભાજપ પક્ષ અને જયશ્રીબેન સોલંકી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતાં. મનીષાબેન વકીલને 1,03,700 મત અને જયશ્રીબેન સોલંકીને 51,811 મત મળ્યા હતાં.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
મનીષાબેન વકીલ
ભાજપ
2012
મનીષાબેન વકીલ
ભાજપ
2007
ભૂપેન્દ્રભાઈ લાખાવાલા
ભાજપ
2002
ભૂપેન્દ્રભાઈ લાખાવાલા
ભાજપ
1998
ભૂપેન્દ્રભાઈ લાખાવાલા
ભાજપ
1995
ભૂપેન્દ્રભાઈ લાખાવાલા
ભાજપ
1990
નલિન ભટ્ટ
ભાજપ
1985
ભિખાભાઈ રબારી
કોંગ્રેસ
1980
રણજીતસિંહ ગાયકવાડ
કોંગ્રેસ
1980 (પેટાચૂંટણી)
એમ. દેસાઈ
ભાજપ
1975
મકરંદ દેસાઈ
BJS
1972
ચંદ્રકાંત પરીખ
કોંગ્રેસ
1967
ચંદ્રકાંત પરીખ
SWA
વડોદરા શહેર મતદારો અને જાતિવાદના સમીકરણ
વડોદરા શહેર વિધાનસભા અનુસૂચિત જાતિ બેઠક પર કુલ 2,72,000 મતદારો નોંધાયા છે. જેમાં 1,40,811પુરુષ મતદારો છે અને 1,32,048 મહિલા મતદારો છે. વડોદરા શહેર વિધાનસભા બેઠક પર ઓબીસી, દલિત અને પાટીદાર મતદારોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. જેમાં 27 ટકા OBC મતદાર, 17 ટકા દલિત મતદાર અને 13 ટકા પાટીદાર મતદાર છે. ઓબીસી અને દલિત મતદારોની સાથે સાથે પાટીદાર મતદારો વધુ હોવાના કારણે આ બેઠક પર છેલ્લી સાત ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.
વડોદરા શહેરમાં સ્થાનિકોના પ્રશ્નો
આ વિધાનસભા બેઠક પર નાગરિકો સામાન્ય અને પ્રાથમિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વડોદરા શહેર-વાડી વિધાનસભા મતવિસ્તારમાં દૂષિત પાણી, ડ્રેનેજ , રોડ રસ્તા અને ગંદકીની સમસ્યા જોવા મળી રહી છે. આ વિસ્તારમાં નવા વિસ્તારનો ઉમેરો થવાને કારણે રોડ રસ્તાની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ વિસ્તારમાં આવાસો જર્જરિત હાલતમાં છે, ઉપરાંત દબાણોના પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. અનેક નાગરિકો રખડતા ઢોરનો ભોગ બન્યા છે. સ્થાનિકો આ તમામ સમસ્યાઓ દૂર કરવાની માગ કરી રહ્યા છે.
વડોદરા શહેર વિધાનસભા બેઠકની વિશેષતા
વડોદરા શહેર વિધાનસભા મતવિસ્તાર મોટાભાગે પોળથી ઘેરાયેલો વિસ્તાર છે. વડોદરા શહેર વિધાનસભા વિસ્તારમાં ઐતિહાસિક અને સુપ્રસિધ્ધ અંબાજીનું ભવ્ય મંદિર આવેલું છે. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તાર અને માંડવી વિસ્તાર આ વિધાનસભા મતવિસ્તારનું હાર્દ ગણાય છે. ચાર દરવાજા વિસ્તારમાં આવેલ ઘડિયાળી પોળ અને મંગળ બજાર જેવા વિસ્તારો રાજ્યમાં વિવિધ વસ્તુની ખરીદી માટે પ્રચલિત છે. આ વિધાનસભા મતવિસ્તાર પહેલા રાયોટિંગ માટે ઓળખાતું હતું.
વડોદરા સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા નંબરનું સૌથી મોટું શહેર માનવામાં આવે છે. પહેલાના સમયમાં આ શહેર બરોડા તરીકે ઓળખાતું હતું. વડોદરામાં સૌથી પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી રાજ્યભરની સૌથી પ્રખ્યાત યુનિવર્સિટીઓમાંની એક છે. વડોદરા તેના સુપ્રસિદ્ધ અને સુંદર સ્મારકો, સંગ્રહાલયો, બગીચાઓ અને ઉદ્યાનો માટે ખૂબ પ્રખ્યાત છે. મુખ્યત્વે લક્ષ્મી વિલાસ પેલેસ માટે પ્રખ્યાત છે, જે વડોદરા રાજ્યના મરાઠાઓનું છે. 1297ની સાલ સુધી આ પ્રાંત પર હિંદુ શાસકોનું શાસન હતું. વડોદરા પર સૌપ્રથમ જે સામ્રાજ્યનું શાસન હતું, તે સદીની શરૂઆતમાં ગુપ્ત સામ્રાજ્ય તરીકે જાણીતું હતું.
વડોદરા શહેર ભાજપ પ્રભારી
ભાજપે વિધાનસભા બેઠકો માટે એક પછી એક ઝોનના પ્રભારીઓની જાહેરાત કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતની 40 બેઠકો માટે પ્રભારીઓની વરણી કરવામાં આવી છે. જેમાં વડોદરામાં શહેર વાડી વિધાનસભા બેઠક માટે સુભાષ બારોટને પ્રભારી તરીકે નીમવામાં આવ્યા છે.
વડોદરા લોકસભા ચૂંટણી
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટે કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલને જંગી બહુમતીથી હાર આપી હતી. તો વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પરચમ લહેરાવ્યો હતો. આ ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના મધુસુદન દેવરામને 2,51,427 મતોથી હરાવ્યા હતા.