Home /News /madhya-gujarat /Gujarat election 2022: શું ભાજપ માંજલપુર બેઠક પર આયાતી ઉમેદવાર લાવશે?

Gujarat election 2022: શું ભાજપ માંજલપુર બેઠક પર આયાતી ઉમેદવાર લાવશે?

manjalpur assembly constituency : માંજલપુર વિધાનસભા મતવિસ્તાર વડોદરા જિલ્લામાં આવેલો છે અને તે વડોદરા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ અહીં કુલ 323093ની વસ્તી છે. જેમાંથી મોટાભાગની વસ્તી શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે.

manjalpur assembly constituency : માંજલપુર વિધાનસભા મતવિસ્તાર વડોદરા જિલ્લામાં આવેલો છે અને તે વડોદરા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ અહીં કુલ 323093ની વસ્તી છે. જેમાંથી મોટાભાગની વસ્તી શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે.

વધુ જુઓ ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) નજીક આવી ચૂકી છે. જેના કારણે માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જનસંપર્ક તેજ કરવામાં આવ્યો છે. જેમાં મતદાતાઓને વચનોની લહાણી કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી ગત ચૂંટણીમાં અસરકારક દેખાવ કરી શકી નહોતી.

બીજી તરફ કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો હતો. જેના પાછળ પાટીદાર ફેક્ટર સહિત ઘણા કારણો હતા. અલબત, આગામી ચૂંટણીમાં આ ફેક્ટરની અસર નહિવત હશે. જેથી ભાજપની બેઠકોમાં વધારો થઈ શકે છે, બીજી તરફ આ વખતે કોંગ્રેસ સામાન્ય લોકોને સૌથી વધુ અસર કરતાં મુદ્દા મોંઘવારીને કેન્દ્રમાં રાખી લડત ચલાવી રહી છે. મતદાનના દિવસ સુધીમાં આ જંગ ખૂબ ઘેરો બની જશે. ત્યારે આજે અમે અહી માંજલપુર વિધાનસભા બેઠકની (Manjalpur assembly seat) સ્થિતિ અંગે જાણકારી આપી રહ્યા છીએ.

બેઠક હેઠળ આવતા વિસ્તારો

ગુજરાત વિધાનસભાનીની 182 બેઠકમાં માંજલપુર વિધાનસભા બેઠક (manjalpur assembly constituency) 145મો ક્રમ ધરાવે છે. આ બેઠક હાલ ભાજપ પાસે છે. આ બેઠક હેઠળ વડોદરા તાલુકાના અમુક ભાગનો સમાવેશ થાય છે. તરસાલી ગામ પણ આ બેઠક હેઠળ આવે છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4, તેમજ કપુરાઈ 17નો સમાવેશ કરવામાં આવે છે. માંજલપુર વિધાનસભા બેઠક વર્ષ 2012માં રાવપુરા વિધાનસભામાંથી છુટ્ટી પડીને નવી બેઠક બની હતી. જેમાં રાવપુરા વિધાનસભા અને શહેર વિધાનસભાના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે.

માંજલપુર વિધાનસભા બેઠકની સ્થિતિ

માંજલપુર વિધાનસભા મતવિસ્તાર વડોદરા જિલ્લામાં આવેલો છે અને તે વડોદરા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ અહીં કુલ 323093ની વસ્તી છે. જેમાંથી મોટાભાગની વસ્તી શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. આ બેઠક પર કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 5.74 અને 4.31નો છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 2,32,610 મતદાર છે. જેમાં 1,20,737 મહિલા મતદારો અને 1,11,872 પુરુષ મતદારો છે. આ બેઠક પર 216 મતદાન મથકો છે.

આ પણ વાંચો- Assembly Elections 2022 : એક જગ્યાએ 3 વર્ષ પૂરા કરી ચૂકેલા કર્મીઓની બદલી કરાશે


અહીં ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં 68.06 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 68.99 ટકા મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસને 2017ની ચૂંટણીમાં અનુક્રમે 65.5 ટકા અને 30.35 ટકા મત મળ્યા હતા. જ્યારે 2019ની ચૂંટણીમાં અનુક્રમે 80.18 ટકા અને 16.74 ટકા મત મળ્યા હતા. વર્તમાન સમયે વડોદરા લોકસભા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટ સાંસદ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપના યોગેશ પટેલ ધારાસભ્ય છે.

બેઠક પર પાટીદારો અને હિન્દીભાષીઓનું પ્રભુત્વ

માંજલપુર વિધાનસભા બેઠક પર પાટીદાર, હિન્દીભાષી અને મરાઠી મતદારોનું પ્રભુત્વ વધારે હોવાનું જાણવા મળે છે. માંજલપુર બેઠક ઉપર કોઇ જાતિવાદનો પ્રશ્ન નથી. આ બેઠક ભાજપ સારી પકડ ધરાવે છે.

માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય

આ બેઠક પર ધારાસભ્ય તરીકે યોગેશ પટેલ જવાબદારી નિભાવે છે. તેઓ પૂર્વ મંત્રી છે. તેઓ પોતાના લડાયક મિજાજ માટે જાણીતા છે. 1946માં જન્મેલા યોગેશ પટેલ 1990થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેમનું જીવન ખૂબ જ સાદું છે અને તેમના સાદાઈભર્યા જીવનના અનેક કિસ્સા આજે પણ તેમની નજીકના લોકોમાં ચર્ચાય છે. મોટાભાગે તેઓ ભાજપમાં રહીને જ ભાજપના તંત્ર સામે અવાજ ઉઠાવનાર નેતા તરીકે ચર્ચામાં રહ્યા છે.

ભૂતકાળની ચૂંટણીઓ

માંજલપુર વિધાનસભા બેઠક વર્ષ 2012માં રાવપુરા વિધાનસભામાંથી છુટ્ટી પાડવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી અહીં કુલ બે ચૂંટણીઓ કરવામાં આવી છે. વર્ષ 2012માં થયેલી ચૂંટણીમાં ભાજપ તરફથી યોગેશ પટેલ ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 92642 મત મળ્યા હતા.

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ચીંનમ ગાંધીને 40857 મત મળ્યા હતા. જેથી ફરી યોગેશ પટેલ વિજેતા બન્યા હતા. ત્યારબાદ ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરી યોગેશ પટેલને ઉભા રાખ્યા હતા. જેમાં તેમને 105036 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ચિરાગ ઝવેરીને ટિકિટ આપવામાં આવી હતી. તેમને 46674 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં યોગેશ પટેલની ઊંચી સરસાઈથી જીત થઈ હતી.
વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
2017યોગેશ પટેલભાજપ
2012યોગેશ પટેલભાજપ

યોગેશ પટેલની ટિકિટ કપાશે?

રાવપુરા બેઠક જનસંઘ સમયથી ભાજપના હસ્તે રહી છે. જ્યાં છેલ્લા 20 વર્ષથી યોગેશ પટેલ ભાજપના ઉમેદવાર તરીકે જંગી બહુમતી સાથે જીતતા આવ્યાં છે. માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલનો દબદબો છે. તેઓની ગણતરી ભાજપના વરિષ્ઠ નેતા તરીકે થાય છે. તેઓ સતત 6 ચૂંટણીઓ જીત્યા છે. પણ આગામી ચૂંટણીમાં ભાજપની નો રિપીટ થિયરીના કારણે યોગેશ પટેલનો ટિકિટ કપાઈ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

આ પણ વાંચો- Gujarat election: ભાજપનો ગઢ ગણાતી સયાજીગંજ બેઠકની પ્રજાના અનેક પ્રશ્નો, શા માટે નવો ચહેરો જરૂરી?


પાણી પ્રશ્ન યોગેશ પટેલની એક્શન

આ બેઠક પર ઘણા વિસ્તારોમા પાણીનો પ્રશ્ન લોકોને સતાવે છે. ત્યારે તાજેતરમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વિધાનસભા અંતર્ગત આવતા વોર્ડ નં. 16, 17, 18, 19 ના ભાજપના કોર્પોરેટરો, વોર્ડ સંગઠનની ટીમની બેઠક બોલાવી હતી. મિટીંગમાં તેઓએ પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવનાર પાણી માત્ર માંજલપુર વિધાનસભા અંતર્ગત આવતી સોસાયટીઓમાં જ આપવાનું સુચન કર્યું હતું.

માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં કામ ન થતાં હોવાનો બળાપો

યોગેશ પટેલ ભાજપમાં રહીને જ ક્યારેક વિપક્ષની ભૂમિકામાં હોય છે. થોડા સમય પહેલા વડોદરા મહાનગર સેવા સદનમાં ધારાસભ્યોની સંકલનની બેઠકમાં તેમણે વિવિધ પ્રશ્ને બળાપો કાઢ્યો હતો. આ બેઠકમાં સાસંદ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ ધારાસભ્ય યોગેશ પટેલે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારા મત વિસ્તારમાંથી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનની નિમણૂંક થતી ન હોવાથી અમારા વિસ્તારના કામો થતાં નથી.

આ બેઠક પર અનાર પટેલને ટિકિટ આપશે ભાજપ?

જો યોગેશ પટેલની બાદબાકી થાય તો નવા ઉમેદવાર કોણ હશે તે મોટો પ્રશ્ન છે. આ બેઠકને ભાજપ માટે સેફ ગણવામાં આવે છે. બીજી તરફ આયાતી ઉમેદવારી માટે વડોદરાની બેઠકો વગોવાયેલી છે. ત્યારે વડોદરાની માંજલપુર કે અકોટા કે પછી અન્ય ભાજપની મજબૂત બેઠક પર અનાર પટેલને આયાત કરી ટિકિટ આપવાની અટકળો ચાલી રહી છે. આ વાતથી ખૂદ યોગેશ પટેલ નારાજ હોવાનું સામે આવ્યું હતું. બે વર્ષ પહેલા સામે આવેલી કથિત ઓડીયો ક્લિપમાં તેમણે નારાજગી વ્યક્ત કરી હોવાનું પણ જાણવા મળે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | સયાજીગંજ  | ડભોઈ  | નાંદોદભાવનગર પૂર્વ | જંબુસર |
First published:

Tags: Gujarat Assembly Elections 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો