Home /News /madhya-gujarat /

Gujarat Elections 2022: મધુ શ્રીવાસ્તવ ગણાય છે ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની રાજકીય કારકિર્દી અને વિવાદો વિશે

Gujarat Elections 2022: મધુ શ્રીવાસ્તવ ગણાય છે ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની રાજકીય કારકિર્દી અને વિવાદો વિશે

BJP MLA Madhu Srivastava Profile: મધુ શ્રીવાસ્તવની નજીકના લોકોના કહેવા પ્રમાણે તેઓ હનુમાનજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. શ્રીવાસ્તવ છ વખતથી વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

BJP MLA Madhu Srivastava Profile: મધુ શ્રીવાસ્તવની નજીકના લોકોના કહેવા પ્રમાણે તેઓ હનુમાનજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. શ્રીવાસ્તવ છ વખતથી વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) બ્યૂગલ ફુંકાઈ ગયા છે અને ચૂટણી તથા ઉમેદવારોને લઈને સતત દરેક પક્ષ દ્વારા મનોમંથન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એવામાં ગુજરાતમાં એવા કેટલાક લોકપ્રિય ભૂતપૂર્વ ઉમેદવારો પણ છે, જે સતત લાંબા સમયથી અપરાજીત રહ્યા છે અને પક્ષને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવા જ એક ધારાસભ્ય એટલે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ. તો ચાલો જાણીએ તેમના વિશે વધુ માહિતી.

  કોણ છે મધુ શ્રીવાસ્તવ (Who is Madhu Srivastava)

  પોતાની મૂછ, દાઢી, ગળામાં સોનાની વજનદાર ચેન તથા વીંટીઓ અને માથા ઉપર હેટને કારણે મધુ શ્રીવાસ્તવ વિધાનસભામાં અલગ તરી આવે છે. તેઓ હેટ અને એસ.યુ.વી. ગાડીઓના શોખીન છે. મધુ શ્રીવાસ્તવની છાપ 'દબંગ' અને 'બાહુબલી' નેતા તરીકેની છે. મધુ શ્રીવાસ્તવનું આખું નામ મધુભાઈ બાબુભાઈ શ્રીવાસ્તવ છે. જણાવી દઈએ કે તેમની પિતા બાબુભાઈ ભારતીય સેનામાં કાર્યરત હતા. તેમણે વડોદરાની શ્રી જીવનપ્રકાશ વિદ્યાલયમાંથી વર્ષ 1975માં ધોરણ 10 પાસ કર્યું હતું.

  મધુ શ્રીવાસ્તવની નજીકના લોકોના કહેવા પ્રમાણે તેઓ હનુમાનજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. શ્રીવાસ્તવ છ વખતથી વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. મધુ શ્રીવાસ્તવના લગ્ન સવિતા બહેન સાથે થયા છે અને તેમને 2 સંતાનો દીપક શ્રીવાસ્તવ અને વિજયાલક્ષ્મી શ્રીવાસ્તવ છે. જણાવી દઈએ કે તેમનાં પત્ની સવિતાબહેન શ્રીવાસ્તવ તાલુકા તથા જિલ્લા પંચાયત પ્રમુખપદે રહ્યાં છે અને તેમનાં દીકરી પણ રાજકારણમાં સક્રિય છે.

  આટલી સંપતિના છે માલિક

  વર્ષ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણા પહેલા રજૂ કરવામાં આવેલા સોગંદનામા અનુસાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પાસે કુલ રૂ. 4,08,11,281ની જંગમ મિલકતો છે. આ જંગમ મિલકતોમાં રૂ. 10000 હાથ પરની રોકડ, રૂ. 60,17,620ની બેન્ક થાપણો, રૂ. 3,15,572નું સેવિંગ સ્કિમમાં રોકાણ, રૂ. 2,45,47,435 પેઢી અને દેવાદારો પાસેથી મળવા પાત્ર નાણા, રૂ. 40,96,588ની કિંમતના વિવિધ વાહનોનો સમાવેશ થાય છે. આ સાથે જ તેમના પત્નીની કુલ જંગમ મિલકતોની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ રૂ. 1,15,84,966 ની જંગમ મિલકતો અને રૂ. 53,15,830ની કુલ જંગમ મિલકત આશ્રિત વિજયાલક્ષ્મી પાસે છે.

  આ જ પ્રમાણે તેમની પાસે રૂ. 16,89,124ની સ્વોપાર્જીત મિલકત, રૂ. 1,95,03,000ની સ્થાવર અથવા બંધકામ હેઠળની મિલકત, રૂ. 4,93,08,000ની પૈતૃક સંપતિ છે.

  મધુશ્રીવાસ્તવની રાજકીય સફર (Political journey of Madhusrivastava)

  ધોરણ 10 પાસ મધુ શ્રીવાસ્તવે તેમની કારકિર્દીની શરૂઆત રેલવેમાં ટ્રક-ડ્રાઇવર તરીકે કરી હતી.

  આ બાદ સ્થાનિક વિસ્તારમાં વર્ચસ્વને જોતાં તેમણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને બે વખત વાડી વિસ્તારમાંથી કૉર્પોરેટર બન્યા હતા. જોકે તેમની કિસ્મત વર્ષ 1995માં પલટાઈ, જ્યારે તેઓ વાઘોડિયાની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય બન્યા. ભાજપને પૂર્ણ બહુમતી મળી હતી અને વરિષ્ઠ નેતા કેશુભાઈ મુખ્ય મંત્રી બન્યા હતા, એટલે રાજકીય દૃષ્ટિએ જોવામાં આવે તો તે સમયે અપક્ષ ધારાસભ્યની કોઈ કિંમત ન હતી.

  જોકે કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેના ગજગ્રાહને કારણે મધુ શ્રીવાસ્તવની કિસ્મત ચમકી ગઈ અને તેમને એક તક મળી. આ ગજગ્રાહને કારણે વાઘેલાએ બળવાનું બ્યૂગલ ફૂંક્યું. પટેલ તથા વાઘેલા જૂથ વચ્ચે સમાધાનની ફૉર્મ્યુલા તરીકે મુખ્ય મંત્રી બનેલા સુરેશ મહેતાને ઉથલાવી દેવાયા, શંકરસિંહ વાઘેલા પોતાના વફાદાર ધારાસભ્યો સાથે અલગ થઈ ગયા અને રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી.

  અચાનક જ અપક્ષ ધારાસભ્યોનું મહત્ત્વ વધી ગયું. આ સમયે શ્રીવાસ્તવે વાઘેલાને સાથ આપવાનું નક્કી કર્યું. તેમણે અપક્ષ ધારાસભ્યોને પોતાની સાથે લીધા.

  જોકે આ સમયે કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા, ત્રણ વર્ષની અંદર ફરીથી ચૂંટણીઓ યોજવાનો વારો આવ્યો. ત્યારે અપક્ષમાંથી નીકળી મધુ શ્રીવાસ્તવે કેસરિયો ધારણ કરી લીધો અને 2002ના હુલ્લડો બાદ તેમનું કદ વધી ગયું અને તેમના વર્ચસ્વમાં પણ વધારો થયો. જણાવી દઈએ કે તે ભાજપમાં આવ્યા ત્યારથી સતત વડોદરાની વાઘોડિયા બેઠક પરથી વિજયી બનતા આવ્યા છે.

  રાજકારણ સિવાય તેઓ અભિનયક્ષેત્રે પણ સક્રિય છે. કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવ્યા બાદ તેમણે 2014માં 'ઠાકોરના બોલ, જગમાં અનમોલ' નામની ફિલ્મ દ્વારા નવાક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.
  આ પણ વાંચો- અમિત શાહના વિશ્વાસપાત્ર માણસ કૌશિક પટેલને મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં ન મળ્યું સ્થાન

  વર્ષ 2016માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેમણે 'લાયન ઑફ ગુજરાત' નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યું અને તેમાં ધારાસભ્ય અને પોલીસ અધિકારીની બેવડી ભૂમિકા ભજવી. શ્રીવાસ્તવનું કહેવું છે કે અભિનય એ તેમનો શોખ છે અને તેઓ ખુદને 'લોકસેવક' તરીકે જ ઓળખાવવાનું પસંદ કરશે.

  મધુ શ્રીવાસ્તવ એટલે વિવાદનું ઘર…!!

  મધુ શ્રીવાસ્તવની છાપ 'દબંગ' અને 'બાહુબલી' નેતા તરીકેની છે. વિવાદો સાથેનો તેમનો નાતો પણ ઘણો જૂનો છે. સામાન્ય રીતે 'પાર્ટી વિથ ડિફરન્સ'નો દાવો કરતા ભાજપ શ્રીવાસ્તવની બાબતે આંખ આડા કાન કરતી આવી છેઅને કદાચ એટલે જ તે વધુને વધુ વિવાદોને લઈને ચર્ચાનો વિષય બનતા આવ્યા છે.

  મધુ શ્રીવાસ્તવ પોતાની ઉગ્રવાણીને લઈને સતત ચર્ચામાં રહે છે, ત્યારે વડોદરાના વાઘોડિયામાં તે દબાણ દૂર કરવા બાબતે આપેલા વિવાદિત નિવેદનને લઈને ત્યારે ચર્ચામાં આવ્યા, જ્યારે દબાણ ન હટાવવા બાબતે તેમણે કહ્યું કે, અહીં હું કહું તેમ જ થાય બાકી બધા મારા ખિસ્સામાં રહે છે. આ નિવેદન બાદ છે  તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન સુધી આ વાત પહોંચી અને તેમણે પોતાની સૂઝથી મામલો થાળે પાડ્યો હતો.

  સતત વિવાદોમાં રહેતાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ 'ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના કાર્યક્રમમાં જીભ લપસતા વિવાદોમાં સપડાયા હતા. મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે કહ્યું હતું, આટલું જ નહી તેઓએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ન કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ન બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અધિકારીઓને લઈને આ પ્રકારના નિવેદનને લઈને તેમની સામે વિરોધના સૂર પણ ઉઠ્યા હતા.

  અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે, પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખુ છું. તેમના આ નિવેદન પર અનેક રાજકીય પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો.

  જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવ પોતાના પુત્ર દીપકને રાજકીય વારસ તરીકે સ્થાપિત કરવા માંગે છે પણ ભાજપ તરફથી તેમને ટિકિટ મળી ન હતી. જેના પગલે શ્રીવાસ્તવે પોતાના દીકરાને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો અને સાથે જ કહ્યું કે તે પોતે તેની માટે પ્રચાર પણ કરશે. મધુ શ્રીવાસ્તવને પક્ષ તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે જો દીપક અપક્ષ ચૂંટણી લડે અને પોતે તેમના માટે પ્રચાર કરશે, તો તેમની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

  2002માં ગોધરાકાંડ પછી રાજ્યભરમાં હુલ્લડમાં 'બેસ્ટ બેકરી'ને આગ ચંપી કરવાના મામલે બેકરી ચલાવતા શેખ પરિવારના 12 સભ્યો સહિત 14 લોકોના મૃત્યુ થયાં હતાં. ધારાસભ્ય શ્રીવાસ્તવ પર તાજના સાક્ષી ઝાહિરા શેખ સહિત તથા અન્યોને નિવેદન બદલવા તથા ધાકધમકી આપવાના આરોપ લાગ્યા હતા. જો કે બાદમાં તેમને ક્લિન ચીટ મળી હતી.

  Gujarat election 2022: જીઆઈડીસી હબ અને ભાજપનો ગઢ અંકલેશ્વર બેઠકને કોંગ્રેસ આંચકી શકશે?


  વિધાનસભા 2022માં શ્રીવાસ્તવની ભૂમિકા (Srivastava's Role in Assembly 2022)

  રાજ્યના મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીના વિખવાદ વચ્ચે ભાજપના વડોદરા જિલ્લાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મારે માટે નો રિપીટ થિયરી નથી, તેમ કહી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે ફરી એક વાર બળવાનો અણસાર આપતા ઉચ્ચારણો કરી વિવાદનો મધપૂડો છેડયો છે.

  નિવેદન આપતા તેમણે કહ્યું કે, ભાજપ મને ટિકિટ આપશે જ. ધારાસભ્યએ એમ પણ કહ્યું છે કે, છ વાર હું ચૂંટણી જીત્યો છું અને સાતમીવાર પણ જીતવાનો છું. ભાજપે મંત્રીમંડળ માટે નો રિપીટ થિયરી અપનાવી છે, તે બદલ હું અભિનંદન આપું છું. પરંતુ મારે માટે નો રિપીટ થિયરી નથી. હું ચૂંટણી લડવાનો જ છું. મને ઉંમરનો પણ કોઇ બાધ નડવાનો નથી. આ સાથે જ વર્ષ 2027માં પણ તેમના પરિવારમાંથી જ કોઈ વાઘોડિયા બેઠક પર ઉમેદવાર હશે તેવી જાહેરાત પણ કરાઈ હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Madhu Srivastava

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन