Home /News /madhya-gujarat /

Gujarat Exclusive 2022: વિશ્વમાં વેષ્ણવ સંપ્રદાયના મૂળ ફેલાવનાર દ્વારકેશ લાલજી મહારાજનું રાજકીય ક્ષેત્ર શું છે મહત્વ?

Gujarat Exclusive 2022: વિશ્વમાં વેષ્ણવ સંપ્રદાયના મૂળ ફેલાવનાર દ્વારકેશ લાલજી મહારાજનું રાજકીય ક્ષેત્ર શું છે મહત્વ?

Dwarkeshlalji Maharaj Vadodara: એક  પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ વડોદરાના રાજતિલક ગાદીપતિ છે. દ્વારકેશલાલજી મહારાજે વૈષ્ણવ ઈનરફેથ પુષ્ટીમાર્ગીય ઓર્ગેનાઈઝેશન (VIPO)ના સહ સ્થાપક છે. તેમનો જન્મ 1 ડિસેમ્બર, 1967ના રોજ થયો હતો. દ્વારકેશલાલજી મહારાજ શ્રી યદુનાથજીની 14 મી પેઢી છે.

Dwarkeshlalji Maharaj Vadodara: એક  પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ વડોદરાના રાજતિલક ગાદીપતિ છે. દ્વારકેશલાલજી મહારાજે વૈષ્ણવ ઈનરફેથ પુષ્ટીમાર્ગીય ઓર્ગેનાઈઝેશન (VIPO)ના સહ સ્થાપક છે. તેમનો જન્મ 1 ડિસેમ્બર, 1967ના રોજ થયો હતો. દ્વારકેશલાલજી મહારાજ શ્રી યદુનાથજીની 14 મી પેઢી છે.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022) ઉપર ધાર્મિક સંસ્થાઓ અને ધાર્મિક સંતોની પણ અસર રહેશે, તે સ્વભાવિક છે.  તેવામાં આજે આપણે એક એવા સંત વિશે ચર્ચા કરીશું, જેઓ પોતાની પ્રતિભાથી આગામી ચૂંટણીમાં કેટલી અસર છોડશે.

  એક  પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ વડોદરાના (Dwarkeshlalji Maharaj Vadodara) રાજતિલક ગાદીપતિ છે. દ્વારકેશલાલજી મહારાજે વૈષ્ણવ ઈનરફેથ પુષ્ટીમાર્ગીય ઓર્ગેનાઈઝેશન (VIPO)ના સહ સ્થાપક છે. તેમનો જન્મ 1 ડિસેમ્બર, 1967ના રોજ થયો હતો. દ્વારકેશલાલજી મહારાજ શ્રી યદુનાથજીની 14 મી પેઢી છે. તેઓ વડોદરામાં મોહિની સ્વરૂપ શ્રી કલ્યાણરાયજીની રાજતિલકના રૂપમાં સેવા કરી રહ્યા છે.

  જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ (Jagadguru Srimad Vallabhacharya Mahaprabhuji) વૈષ્ણવ ધાર્મિક વ્યવસ્થાની સ્થાપના કરી જેને પુષ્ટીમાર્ગ પણ કહેવામાં આવે છે. જગદગુરુ વલ્લભાચાર્યજીના બે પુત્ર હતા- શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વિઠ્ઠલનાથજીને સાત પુત્રો હતા, જેમાં શ્રી યદુનાથજી તેમના છઠ્ઠ નંબરના પુત્ર હતા.

  જો તેમના પરિવારની વાત કરવામાં આવે તો તેઓ નરેશ તૃતીયા ગૃહધિશ્વર પૂજ્ય પદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશકુમારજી મહારાજના બીજા નંબરના પુત્ર છે. તેમની પત્નીનું નામ શ્રી જયતિ વાહુજિશ્રી છે અને તેમને બે પુત્ર અને એક પુત્રી પણ છે. તેમના પુત્રનું નામ શ્રી આશ્રયકુમારજી અને શ્રી શરણકુમારજી છે તથા પુત્રીનું નામ શ્રી સ્તુતિબેટીજી છે.

  તેમણે વડોદરામાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તથા અનેક વિષયો પર કાયદા અને વ્યાકરણ પર સ્ટડી કરી છે. તેઓ સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, વ્રજભાષા, મારવાડી અને ઊર્દુ ભાષાના જાણકારી છે. તેમણે મુંબઈમાંથી કમ્પ્યુટર વિષય પર પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. શિક્ષણની સાથે સાથે તેઓ સંગીત ક્ષેત્રે મૃદંગ વગાડવામાં અને ઠાકોરજી માટે આભૂષણ બનાવવામાં કુશળ છે. તેમણે ગુજરાતી, હિન્દી અને વ્રજ ભાષામાં અનેક કવિતાઓ તથા અનેક ધાર્મિક લેખ અને ગ્રંથની રચના પણ કરી છે.

  Gujarat election 2022: કોણ છે સી આર પાટીલ, જાણો ભાજપના મજબૂત અને જાણીતા ચહેરાની સફર


  વૈશ્વિક રીતે જોડાયેલ છે

  તેઓ ભારતમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા સહિત અમેરિકા, UKમાં રાજ-તિલક ગાદીપતિ છે. તેમજ સલાહકાર તરીકે સમગ્ર વિશ્વમાં વિભિન્ન ધાર્મિક પ્રતિષ્ઠાનોની સેવા કરી રહ્યા છે.

  દ્વારકેશલાલજી મહારાજ પ્રસિદ્ધ પુષ્ટીમાર્ગીય પ્રચારક, ફિલોસોફર અને શિક્ષક છે. તેઓ દેશ-વિદેશમાં અનેક સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા છે અને પોતાના વ્યાખ્યાનોથી અનેક વ્યક્તિઓને પ્રેરણા આપે છે. તેમણે વર્ષ 1990થી વૈશ્વિક રૂપે પુષ્ટી માર્ગના પ્રસારની શરૂઆત કરી. અત્યાર સુધીમાં તેમણે આફ્રિકા, સિંગાપોર, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોની વિદેશ યાત્રા કરી છે.

  હિંદુ સનાતન ધર્મ અને હિંદુ સંસ્કૃતિ અંગે યુવા વર્ગ અને પ્રવાસી ભારતીયોને પ્રેરિત કરવા માટે વર્ષ 1994માં આફ્રિકા દેશોમાં પ્રવાસ કર્યો. ન્યૂયોર્ક, ચાર્લોટ, ન્યૂ જર્સી, ઓરલેંડો અને શિકાગોમાં વ્યાખ્યાન આપીને યુવાઓમાં હિંદુ સંસ્કૃતિ તથા ધાર્મિક મૂલ્યોનું સિંચન કર્યું.

  VIPO 

  VIPO નિ:સ્વાર્થ સેવા ભાવે કામ કરતી એક સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના વર્ષ ભારતમાં વર્ષ 1995માં ‘વૈષ્ણવ યુવા સંગઠન’ તરીકે કરવામાં આવી હતી. ત્યારબાદ આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે VIPO – Global તરીકે કાર્યરત થઈ. આ સંસ્થા જરૂરિયાતમંદ 200થી વધુ પરિવારને દર મહિને અનાજ પૂરું પાડે છે.

  કેટલાક ખાસ પ્રસંગ

  કાંકરોલીમાં 1 એપ્રિલ, 1976ના રોજ ચૈત્ર સુદ આઠમના દિવસે તેમના પિતા તૃતિય ગૃહધિશ્વર પૂજ્ય પદ ગોસ્વામીની હાજરીમાં તેમણે ગાયત્રી દીક્ષા લીધી હતી અને તેમના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા હતા.

  વર્ષ 1982માં રાધા અષ્ટમીના દિવસે તેમને વલ્લભ વેદાંત આચાર્યની ઉપાધિ આપવામાં આવી.

  ચૈત્ર વદ ત્રીજ એટલે કે, 16 એપ્રિલ 1987 ના રોજ સાત ગાદીપતિના છઠ્ઠા રૂપ તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો અને તેમને ષષ્ઠ પીઠાધીશ્વરની ઉપાધિથી સમ્માનિત કરવામાં આવ્યા. તે સમયે તેઓ સૌથી નાની વયના યુવા ગાદી પતિ હતી. ઉપરાંત તેઓ પુષ્ટીમાર્ગમાં અત્યાર સુધીમાં સૌથી નાની વયે ગાદી પતિ બનનાર પહેલા ગાદી પતિ છે.

  વર્ષ 1994 માં નરહરિ શતાબ્દી મહોત્સવે ષષ્ઠ પીઠાધીશ્વર દ્વારકેશ લાલજી મહારાજની એક વર્ષ માટે CEO તરીકે નિમણુંક કરી. CEOના કાર્યકાળ દરમિયાન વડોદરામાં અનેક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

  Gujarat election 2022: લોકોના દિલમાં વસી ગયા બાદ પક્ષે રૂપાણીને CM પદેથી કેમ હટાવ્યા?


  સામાજિક ક્ષેત્રે યોગદાન

  દ્વારકેશલાલજી મહારાજશ્રીએ નાની ઉંમરથી જ પોતાની પાસે જે કાંઈ હોય તેમાંથી જરૂરિયાતમંદને આપવામાં કદી પાછી પાની કરી નથી. વૈષ્ણવ સંપ્રદાયના યુવાઓમાં સાંસ્કૃતિક, સામાજિક, નૈતિક અને ધાર્મિક મૂલ્યો વિકસાવવા માટે તેમણે આંતરરાષ્ટ્રીય યુવા સંગઠનની સ્થાપના કરી. વડોદરામાં ખૂબ જ નજીવા દરે શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા ફિઝીયોથેરાપી, હોમિયોપેથી, ડેન્ટલ તથા અન્ય સેવાઓનો લાભ આપવા માટે ‘કલ્યાણ પ્રસાદ’ ની શરૂઆત કરી.

  વર્ષ 2001માં ગુજરાતમાં ખૂબ જ ભારે ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ તેમણે ‘અમરાપુર’ ગામને દત્તક લીધું હતું. જ્યાં 180 નવા ઘરનું, આરોગ્ય કેન્દ્ર, કૂવાઓ, પોલીસ સ્ટેશન, કોર્ટ તથા પાણીની સુવિધાઓ ઊભી કરીને પુન:નિર્માણ કર્યું હતું અને ગામનું નામ બદલીને વલ્લભાચાર્ય કરી દેવામાં આવ્યું હતું.

  તો 2003માં દ્રષ્ટીહીન અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મેગા ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જે બાદ વર્ષ 2004માં રાજસ્થાનમાં વૃદ્ધાશ્રમનું તથા પારણા ગૃહનું પણ નિર્માણ કર્યું.

  રાજકીય નેતાઓ સાથે પણ છે સંબંધ

  વર્ષ 2003માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં વડોદરામાં ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. સાથે જ અમદાવાદમાં કલ્યાણ પુષ્ટી હવેલીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.

  વર્ષ 2004માં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની હાજરીમાં ઝાલારા પાટણ રાજસ્થાનમાં દ્વારકાધીશના ઐતિહાસિક મંદિરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ યોજવામાં આવી હતી.

  વર્ષ 2018માં અમદાવાદમાં VIPO દ્વારા યોજાયેલ ક્રિષ્ના પંચામૃત મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. જેમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રત્યક્ષ વંશજ, પુષ્ટી ભક્તિ માર્ગના સંસ્થાપક અને હિંદુ ધર્મના મહાન આચાર્યોમાંથી એક છે. તેમણે કહ્યું હતું કે, વલ્લભાચાર્યજીના કારણે હિંદુત્વને વધુ પ્રોત્સાહન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ પણ હિન્દૂ વૈષ્ણવ સમાજમાંથી આવે છે. આ પ્રસંગે રાજેન્દ્ર ત્રિવેદી સહિત ભાજપ નેતાઓએ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

  તાજેતરમાં જ રાવપુરા વિધાનસભા મહિલા મોરચા દ્વારા રક્ત દાન શિબિર યોજાઈ હતી. જેમાં ભાજપ નેતાઓ સહિત વૈષ્ણવ સંપ્રદાયનાં આચાર્ય પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ હાજર રહ્યા હતા.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन