Home /News /madhya-gujarat /

ડભોઈ વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ ફરીથી જીતશે કે પ્રથા પ્રમાણે થશે સત્તા પરિવર્તન?

ડભોઈ વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ ફરીથી જીતશે કે પ્રથા પ્રમાણે થશે સત્તા પરિવર્તન?

  ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું બ્યુગલ વગાડવા સમાન ભવ્ય સમારંભ જૂન મહિનામાં વડોદરા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત  વિકાસના કર્યોનું લોકાર્પણ કર્યું હતું. વડોદરા જિલ્લાની બેઠકો ભાજપ માટે સૌથી સુરક્ષિત બેઠકો માનવામાં આવે છે, તેમ છતાં 2017માં ભાજપે પાદરા અને કરજણની બેઠક ગુમાવવી પડી હતી અને ડભોઇની મુશ્કેલ લાગતી બેઠક હાથ લાગી હતી.

  ડભોઈ ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે વડોદરા જિલ્લાનો ભાગ છે. આ વિધાનસભા બેઠક ડભોઇ તાલુકો ઉપરાંત વડોદરા તાલુકા (ભાગ)ના ગામો - અણખોલ, ખાટંબા, ભાયલી, રાયપુરા, ગોકલપુરા, સમિયાળા, બીલ, ટીંબી, ડાંગીવાડા, પણસોલી, શંકરપુરા, જોબન ટેકરી, રતનપુર, વડદલા, તલસાટ, ચાપડ, મરેઠા, ચિખોદરા, તાલુકાપુરા, નવાપુરા, દિવાળીપુરા, હેતમપુરા, કેલનપુર, ધનીયાવી, વોરા ગામડી, મુજર ગામડી, આલમગીર, ખલીપુર, વરનામા, સુંદરપુરા, શાહપુરા, હંસાજીપુરા, રાઘવપુરા, સમસપુરા, પતરવેણી, રભીપુરા, ફતેપુરા, કાજાપુર, મસાપુર, રામનાથપુર, રામનાથપુર, હંસાજીપુરા, રસુલપુર, રનવડ, સમસાબાદ તેમજ વડોદરા તાલુકો (ભાગ) - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (ભાગ) વોર્ડ નં. - કલાલી (ઓજી) 18 આવરી લે છે.

  ડભોઇ વિધાનસભા બેઠકમાં કુલ 228045 મતદાર છે, જેમાં 116685 પુરુષ મતદાર અને 111355 મહિલા મતદારનો સમાવેશ થાય છે.

  ડભોઇ બેઠકનું મહત્વ નવાપુરા ખાતે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વધી ગયું છે. ડભોઇ વડોદરાના ખુબ જૂના શહેરોમાંનું એક હોવાથી તેનું રાજકીય મહત્વ ઘણું છે. ડભોઇમાં વણિક વસ્તીનું પ્રમાણ વધારે છે. તે સાથે પટેલ અને મુસ્લિમ વસ્તી પણ અહીં વસે છે. તેમજ ચાણોદ, કાયાવરોહણ વગેરે ધર્મસ્થાનો પણ લોકલાગણીનું કેન્દ્ર છે.

  ગુજરાત રાજ્યની 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ડભોઇ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 48.46 નોંધાઈ હતી. 2017માંના ઉમેદવાર શૈલેષભાઇ મહેતા(સોટ્ટા)એ કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલને 2,839ની પાતળી સરસાઈથી હરાવ્યા હતા.

  ચર્ચાઓ પર વિશ્વાસ મૂકીએ તો આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠક પર ભાજપ દ્વારા "નો રિપીટ" થિયરી અપનાવશે એમ કહેવાઈ રહ્યું છે. વર્ષ 2005ની પાલિકાની ચૂંટણીમાં "નો રિપીટ થિયરી" અપનાવી હતી અને એમાં ભાજપને 90 ટકા સફળતા મળી હતી.

  ત્યાર બાદ 2020માં આંશિક 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવી હતી, હવે મુખ્યમંત્રી રૂપાણીના સ્થાન પર નવો જ ચેહરો ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવવામાં આવ્યા. આજ ફોર્મ્યુલા 2022 વિધાનસભામાં પણ લાગુ પડે છે. વળી કોરોનકાળમાં વડોદરા જિલ્લાના વિસ્તારોમાં ધારાસભ્યોની નિષ્ક્રયતાને લઈને લોકોમાં ભારે અસંતોષ પણ જોવા મળ્યો છે.

  આગામી ચૂંટણીમાં જો ભાજપ "નો રિપીટ" થિયરીને વળગી રહેશે, તો ડભોઇ વિધાનસભા બેઠક પરથી ગત ચૂંટણીમાં પ્રથમ વખત લડેલા અને ચૂંટાયેલા શૈલેષ મહેતા (સોટ્ટા)ની પણ ટિકિટ કપાય એવી સંભાવના છે. જોકે ડભોઇ બેઠક માટે ભાજપ પાસે હરીફ પક્ષને ટક્કર આપી શકે તેવો શૈલેષ મહેતા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. પરંતુ જો ભાજપ "નો રિપીટ" થિયરી અપનાવે અથવા તો વધુ મહિલા ઉમેદવારોને ઉભા રાખવાનું નક્કી કરે, તો શૈલેષ મહેતાની પણ ટિકિટ કપાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જો કે એમ થાય તો બળવો થવાની પણ શક્યતા રહેલી છે.

  ચૂંટણી પરિણામોમાં પેટર્ન

  ડભોઇ બેઠક વડોદરાની અન્ય બેઠકોની જેમ ભાજપની કન્ફર્મ બેઠક નથી. ડભોઇ બેઠક પર વિજેતાઓનો ઇતિહાસ જોઈએ તો કોઈ ઉમેદવાર સતત બે ટર્મ ચૂંટાઈને આવ્યો નથી. કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ ડભોઇમાં ખુબ સશક્ત નેતા હોવા છતાં 2012માં ભાજપના બાલકૃષ્ણ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.

  ત્યારબાદ 2017ની ચૂંટણીમાં ફરીથી કોંગ્રેસ આવવાની શક્યતાઓ પ્રબળ હતી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડભોઇના લોક લાડીલા નેતા ચંદ્રકાન્ત પટેલ ફરી એકવાર ધારાસભ્ય બનશે એમ મનાતું હતું, પરંતુ ભાજપે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા અને પ્રથમવાર ચૂંટણી લડી રહેલા શૈલેષભાઈ મેહતા પર જવાબદારી સોંપી અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ખુબ ઓછી સરસાઈથી ભાજપનો ભગવો લહેરાયો હતો. તેમણે ચૂંટણી પેહલા ડભોઈને તેના પ્રાચીન નામ દર્ભવતી તરીકે ઓળખ અપાવવાનું વચન આપ્યું હતું.

  ડભોઇ બેઠક સમસ્યાઓ

  ડભોઇ નગરમાં પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધરાયુ હતું. ઠેર-ઠેર ગંદકી, રોડ-રસ્તામાં ભંગાણ અને ડ્રેનેજની સમસ્યા સામે તંત્રની બેદરકારી અને સમસ્યાનું નિરાકારણ ન આવતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ડભોઈ ટાવર પાસે 100થી વધુ નગરજનોએ એકત્ર થઈ 10000 જેટલા પોસ્ટ કાર્ડ એકત્ર કરી મોકલી આપ્યા હતા.

  સાથે સાથે તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે માંગ કરી હતી. આજે ઈલેક્ટ્રોનિક યુગમાં પણ પોસ્ટકાર્ડની તાકાત દર્શાવતા નગરજનોએ પત્રવ્યવહાર દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે 10000 પોસ્ટકાર્ડ મોકલી માંગ કરાઈ હતી. આ સિવાય ખેડૂતોના પ્રશ્નો અને વિકાસના કામો ન થતા હોવાની નગરજનો દ્વારા સમસ્યાઓનો નિકાલ કરવા માંગ કરાઈ રહી છે.

  કોંગ્રેસ સામે મોટો પડકાર

  બીજી બાજુ ચૂંટણી આવતા સાથે જ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી રહી છે. ડભોઇ વિધાનસભાના 6 ગામોના કોંગ્રેસના સરપંચો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે ડેપ્યુટી સરપંચ સહિત 150થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ફર્તીકુઈ, થુવાવી, અંગૂઠણ ઠીકરિયા, કુવરવાડા, બનૈયા ખલીપુર ગામોના સરપંચ તથા ડે. સરપંચ સાથે અનેક કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે.

  કોંગ્રેસ વિચારધારા ધરાવતા 150થી વધુ લોકોએ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાંસદ ગીતાબેનના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ડભોઇ કેલનપુર દાદાભાગવાન મંદિર ખાતે પંચાયત મહાસંમેલનમાં નવા કાર્યકરોનું સન્માન કરાયું હતું.

  કોંગ્રેસમાંથી મોટા પ્રમાણમાં પક્ષ પલ્ટાનું કારણ વરિષ્ઠ નેતાઓનું વલણ જવાબદાર હોવાનું કેહવાય છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે પણ કોઈ સશક્ત ચેહરો નથી, જેના નામ પર તે ડભોઇ બેઠક જીતી શકે. જયારે શૈલેષ મેહતાની છાપ મજબૂત છે, તેથી ભાજપ તેમની સાથે જ 2022ની ચૂંટણી લડવાનું પસંદ કરી શકે છે.

  વર્ષવિજેતા ઉમેદવારનું નામપક્ષ
  2017શૈલેષભાઇ મહેતા(સોટ્ટા)ભાજપ
  2012બાલકૃષ્ણભાઈ નારણભાઈ પટેલભાજપ
  2007સિદ્ધાર્થ ચીમનભાઈ પટેલઆઇએનસી
  2002ચંદ્રકાંત મોતીભાઈ પટેલ(પ્રો.સી.એમ.પટેલ)ભાજપ
  1998સિદ્ધાર્થ ચીમનભાઈ પટેલઆઇએનસી
  1995રાજ કરણસિંહ નરપતસિંહભાજપ
  1990ઉમાકાંત જોશીઆઇએનડી
  1985કુશવાહા ગીરીરાજકુમારઆઇએનસી
  1980ઉમાકાંત રતનલાલ જોશીજેએનપી (જેપી)
  1975અંબાલાલ નાગજીભાઈ પટેલએનસીઓ
  1972કાળુસિંહ જેઠાભાઈ ચૌહાણઆઇએનસી
  1967એન.આઈ.પુરોહિતએસડબલ્યૂએ
  1962ભાનુબેન મનુભાઈ પટેલઆઇએનસી  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | નાંદોદભાવનગર પૂર્વ | જંબુસર |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Dabhoi, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Vadodara

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन