Home /News /madhya-gujarat /Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ‘ભવાઈ’ પ્રચાર, મુંબઈથી આવી 12 લોકોની ટીમ

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ‘ભવાઈ’ પ્રચાર, મુંબઈથી આવી 12 લોકોની ટીમ

ભાજપના ઉમેદવારોનો અનોખો પ્રચાર કિમિયો

Gujarat Election 2022: વડોદરામાં ભાજપના પ્રચાર માટે મુંબઈથી 12 લોકોની ટીમ આવી છે. આ લોકો વડોદરાની શેરીએ શેરીએ જઈને ભવાઈ દ્વારા પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીની આ છેલ્લી ઘડીએ ભાજપ અનોરી રીતે પ્રચાર કરી રહી છે.

    વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ભાજપ દ્વારા ગુજરાતમાં વિશેષ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ, તો ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકો પણ પ્રચાર પ્રસારમાં જોડાયેલા છે. ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે અને સાથે સાથે વિવિધ રીતે પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં ભાજપના પ્રચાર માટે મુંબઈથી 12 લોકોની ટીમ આવી છે. આ લોકો વડોદરાની શેરીએ શેરીએ જઈને ભવાઈ દ્વારા પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીની આ છેલ્લી ઘડીએ ભાજપ અનોરી રીતે પ્રચાર કરી રહી છે.

    ભાજપના ઉમેદવારોનો અનોખો પ્રચાર કિમિયો


    સભાઓ, રેલીઓ અને ભાષણો દ્વારા તો વર્ષોથી પ્રચાર કરવામાં છે. પરંતુ હવે રાજકીય પાર્ટીઓ પ્રચાર માટે અનોખી રીતો અપનાવી રહી છે. વડોદરામાં ભાજપના પ્રચાર માટે મુંબઈથી 12 લોકોની ટીમ આવી છે. આ લોકો શેરીઓમા અને ગલીઓમાં જઈને ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપના ઉમેદવારો દ્વારા આ અનોખો કિમિયો અપનાવામાં આવ્યો છે. શેરીઓના નાકે આ લોકો ભવાઈ કરી ભાજપને મત આપવાનો પ્રચાર કરી રહ્યા છે.

    આ પણ વાંચો: કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર સભામાં શું બોલી ગયા કે વીડિયો થયો વાયરલ

    પ્રચાર માટે ભાજપનો અનોખો કોનસેપ્ટ


    ચૂંટણી પ્રચાર માટે પ્રથમ વખત આવો અનોખો કોનસેપ્ટ લાવવામાં આવ્યો છે. આ લોકોનું કહેવું છે કે, ‘અમે ભાજપના પ્રચાર માટે મોદીજીનો ડાયલોગનો ઉપયોગ કરી અનોખો કોનસેપ્ટ તૈયાર કર્યો છે. જે લોકોને ખુબ જ પસંદ આવે છે.’ ભાજપ દ્વારા પ્રચાર માટે અનોખા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ ભાજપનો ભારે પ્રચાર કરી રહ્યા છે. આ સાથે પ્રધાનમંત્રી પણ વડોદરામાં પ્રચાર કરવા માટે આવ્યા હતા.

    આ પણ વાંચો: ભાજપનો સંકલ્પ પત્ર: ખેડૂત, રોજગારી, મહિલાઓ વૃધ્ધો અંગે કરી મોટી મોટી જાહેરાત


    પૂરજોશમાં ચાલી રહી છે ચૂંટણી તૈયારીઓ


    ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં આવી સભાઓ યોજી રહ્યા છે. નેતાઓ વિવિધ બેઠકો પર પ્રચાર કરી ઉમેદવારના સમર્થનમાં સભા યોજી રહ્યા છે. સાથે જ કોઈ ઉમેદવારને ન મળી હોય એટલી લીડથી તેમના ઉમેદવારને જીતાડવા આહવાન કરી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Vadodara

    विज्ञापन
    विज्ञापन