Home /News /madhya-gujarat /Vadodara: મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ ગુડી પડવાની ધામધૂમથી કરી ઉજવણી, જુઓ Video

Vadodara: મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ ગુડી પડવાની ધામધૂમથી કરી ઉજવણી, જુઓ Video

X
ગુડી

ગુડી પડવાની ઉજવણી

આજે ચૈત્રસુદ એકમના બુધવારે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો. મહારાષ્ટ્રીય સમાજના લોકો દ્વારા નવાવર્ષ ( ગુડી પડવા ) ની પરંપરા મુજબ ઉજવણી કરાઈ. ચૈત્ર મહિનાની શુભ શરુઆતે ત્રણ તહેવારોનો ત્રિવેણી સંગમ સર્જાતા સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: આજે ચૈત્રસુદ એકમના બુધવારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો. જે સાથે મહારાષ્ટ્રીયનો નવા વર્ષ ( ગુડી પડવા ) ની પરંપરા મુજબ ઉજવણી કરાઈ. ચૈત્ર મહિનાની શુભ શરુઆતે ત્રણ તહેવારોની ત્રિવેણી સંગમ સર્જાતા સમગ્ર શહેર ધાર્મિક માહોલ સર્જેલો જોવા મળ્યો. મહારાષ્ટ્રીયન સમાજ નૂતન વર્ષ ( ગુડી પડવો ) ની ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ઉજવણી કરી. વહેલી સવારે પૂર્વ દિશામાં ગુડી ઊભારી પૂજા - અર્ચન - ભક્તિ કરી.

ઘરઆંગણે ગૂડી ઉભી કરી, તેની ઉપર સાડી - લોટો મુકી સાકર - પતાસા - ફુલોના હાર ચઢાવી પરંપરા નિભાવી. મહારાષ્ટ્રીયન પરીવારો દ્વારા પારંપરિક વસ્ત્રો પરિધાન કરી, નુતનવર્ષની એક્બીજાને શુભકામનાઓ પાઠવી.



જ્યારે બીજી તરફ શિવાજી ચોક બરાનપુરા ખાતે મહારાષ્ટ્રીયન સમાજના નવીન વર્ષ ગુડી-પડવા નિમિત્તે ઢોલ - તાશા - પંથકના 150 જેટલા કાર્યકરો દ્વારા ઉજવણી કરાઈ.



ગુડી ઉભી કરતા પહેલા લાકડીને તેલ લગાવીને ચોખ્ખા પાણીથી ધોયા બાદ હળદર – કંકુથી પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ચાંદી કે પિત્તળનો લોટો, કડવા લીમડાની ડાળી, રાયડા, નાનુ કપડું, ફૂલનો હાર લઇને ગુડી પર નાનું કપડું બાંધી તેના પર લોટો મુકવામાં આવે છે. તેની અંદર તમામ સામગ્રીઓ મૂકીને સાડી



પહેરાવવીને પૂજા અર્ચના કરવામાં આવે છે. પૂજા બાદ કડવા લીમડાના પાન અથવા તેની ગોળી બનાવીને ખાવાની પ્રથા છે.



તે સિવાય નવુ વર્ષ હોવાથી પૂરણપોળી બનાવીને તમામ લોકો તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી.
First published:

Tags: Gudi padwa, Local 18, Vadodara