GSFC યુનિ. 4 નવા કોમ્પ્યુટર સાયન્સના કોર્સ શરૂ કરશે

GSFC યુનિ. 4 નવા કોમ્પ્યુટર સાયન્સના કોર્સ શરૂ કરશે
GSFC યુનિ. 4 નવા કોમ્પ્યુટર સાયન્સના કોર્સ શરૂ કરશે

કોમ્પ્યુટર સાયન્સના અન્ય કોર્સિસ કરતા જીએસએફસી યુનિવર્સિટીના કોર્સ અલગ હશે : જીએસએફસી પ્રેસિડેન્ટ પી. કે. તનેજા

  • Share this:
    ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન (GSFC) યુનિવર્સિટીમાં બી. ટેક.કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં નેકસ્ટ જનરેશન કોર્સિસની આવશ્યકતા અને ભાવિ પ્રવાહો અંગેવિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે એક સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે જીએસએફસી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને નિવૃત્ત આઈએએસ અધિકારી પી. કે. તનેજાએ જણાવ્યું હતુ કે, બજારમાં જેની માંગ અને વેલ્યુ હોય તેનું રિચર્સ કરીને અમે ચાર નવા કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બીગ ડેટા એનાલિસિસ, ઇન્ટરનેટ ઓફથીગ્સ અને ઓટોમેશન જેવા કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે કોમ્પ્યુટર સાયન્સના અન્ય કોર્સિસ કરતા અલગ હશે. જેથીવિદ્યાર્થીઓને રોજગારી મળી રહે અને સારી કારર્કિદી ઘડી શકે.

    પી. કે. તનેજાએ જણાવ્યુ કે, જીએસએફસી છેલ્લાં 50 વર્ષોથી કેમિકલ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘણું સારૂ કામ કરી છે. ત્યારે તેવી જ રીતે એજ્યુકેશનમાં પણ સારૂ કામ કરવાની ઇચ્છા ધરાવીએ છીએ. વિદ્યાર્થીઓ બહુરાષ્ટ્રીય કંપની કે નામાંકિત યુનિવર્સિટીમાં જવા માંગતા હોય તેને અમારા નવા કોર્સિસ સહાયરૂપ બનશે. તેમજ બરોડા શહેર આઇ.ટી. હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે નવા એન્જિનિયર્સ જરૂરિયાત ઉભી થશે. જેથી તેની માંગને પહોંચી વળાય સાથે જયુવાનોને રોજગારી મળી રહે.



    જીએસએફસી યુનિવર્સિટીના વાઇસ પેસિડેન્ટ બી. બી ભાયાણીએ જણાવ્યું કે, ગુજરતામાં મોટા પાયે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયેલ છે. છતાં પણ ગુજરાતમાં કોઇ જગ્યાએ બી. ટેક લેવલના ફાયર સેફટી કોર્સ ચાલતો નથી. જેથી જીએસએફસી યુનિવર્સિટી બી. ટેક લેવલનો ફાયર એન્ડ સેફટી કોર્સ શરૂ કરવા જઈ રહી છે. ખાસ કરીને અમે ઓન હેન્ડ ટ્રેનિંગ ઉપર ભારઆપી રહ્યા છે. અને સાથે જ તેમાં ઇન્ડસ્ટ્રીની ફાયર સેફટી જરૂરિયાતને પણ ધ્યાને લેવામાં આવશે. તેમજ ટૂંક સમયમાં અમે ફાયર સેફટીના કન્સલટન્ટ તરીકે પણ ગુજરાતમાં આવી રહ્યા છીએ. જેમાં ફાયર ઓડિટ માટે એન્જિનિયર્સની ટીમ અમારાપાસે તૈયાર હશે. જે ગુજરાતના લોકોને મદદરૂપ પણ બનશે.

    આ વર્કશોપમાં જીએસએફસીના મેનેજિંગ ડાયરેક્ટર(IAS) સુજીત ગુલાટી, સયુંક્ત સચિવ (GESIA) ઉમેશ રતેજા, ઈન્ડસ્ટ્રી કોલોબ્રેશન ડાયરેક્ટર એકતા મેહુલ શાહ, પીટીસી યુનિવર્સિટીના  સિનિયર ડાયરેક્ટર એજ્યુકેશન કમાલ બત્રાસહિતના મહાનુભાવો હાજર રહ્યા અને માર્ગદર્શન આપ્યું હતું.
    First published:June 13, 2019, 17:39 pm

    ટૉપ ન્યૂઝ