ચીનમાં ચાર મેડલ જીતનાર લજ્જા ગોસ્વામીનું વતનમાં ભવ્ય સ્વાગત

News18 Gujarati
Updated: August 20, 2019, 8:39 PM IST
ચીનમાં ચાર મેડલ જીતનાર લજ્જા ગોસ્વામીનું વતનમાં ભવ્ય સ્વાગત
લજ્જા ગોસ્વામીની તસવીર

ચીન ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિશ્વભરમાંથી પોલીસ રમતવીરોએ ભાગ લીધો.

  • Share this:
ફરિદ ખાન, વડોદરાઃ ચીન ખાતે યોજાયેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત ચાર મેડલ્સ જીતી દેશનું નામ રોશન કરનાર ગુજરાતની પુત્રી લજ્જા ગોસ્વામી વતન પરત ફરી છે. વડોદરા એરપોર્ટ પર ગુજરાતનું ગૌરવ એવી લજ્જા ગોસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં ચીન ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિશ્વભરમાંથી પોલીસ રમતવીરોએ ભાગ લીધો. ગેમ્સમાં ભારતનું પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી રહ્યું. જેમાં શુટિંગ ઇવેન્ટમાં ભારતે ડંકો વગાડતાં બે ગોલ્ડ સહિત 4 મેડલ્સ જીત્યાં. શુટિંગમાં ભારત વતી આ તમામ 4 મેડલ્સ ગુજરાતનાં આણંદની દીકરી અને ગુજરાત પોલીસમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતી લજ્જા ગોસ્વામીએ જીત્યાં.

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ચીનમાં લજ્જાએ 2 વાર ગોલ્ડ પર નિશાન તાંક્યું. જ્યારે શુટિંગની જ અન્ય કેટેગરીમાં લજ્જાએ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પોતાને નામ કરી ચીનમાં ભારતનો ડંકો વગાડ્યો. વિશ્વસ્તરે દેશને ખ્યાતિ અપાવી વતન પરત ફરેલી ભારતીય આંતરરાષ્ટ્રીય શૂટિંગ પ્લેયર લજ્જા ગોસ્વામીનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ગુજરાત પોલીસની બેન્ડ સાથે અધિકારીઓએ વડોદરા એરપોર્ટ પર લજ્જા ગોસ્વામીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
First published: August 20, 2019
વધુ વાંચો
अगली ख़बर