ખેલો ઈન્ડિયા 10 કા દમના બેનર હેઠળ સિનિયર સીટીઝન વુમન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ્ય બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના દરેકને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા અને પોતાના માટે સમય કાઢવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
Nidhi Dave, Vadodara: ખેલો ઈન્ડિયા 10 કા દમ ના બેનર હેઠળ સિનિયર સીટીઝન વુમન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ્ય બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના દરેકને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા અને પોતાના માટે સમય કાઢવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. દરેકને રમતગમત તરફ પ્રેરિત કરવા અને સ્વસ્થ જીવન માટે પોતાને ફિટ રાખવા માટે સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીંના વિજેતાઓ રાજ્યકક્ષાની પૂર્ણાહુતિનામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે.
ખાસ આ સ્પર્ધામાં એથલીટ્સ, યોગાસન, ચેસ અને ઠગ ઓફ વોર જેવી સ્પર્ધાઓમાં વડોદરા શહેરની દાદીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં 120 થી વધુ મહિલાઓ જોડાઈ હતી.
જેમાં 84 વર્ષના શાલિની દાતાર 100 મીટર દોડમાં ભાગ લીધો, જ્યારે તેમની 74 વર્ષીય મિત્ર ઉષા શાહ એ વોકિંગ અને ટગ ઓફ વોરમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો.
60 વર્ષીય કરુણા સિંહે વોકિંગમાં ભાગ લીધો અને તેના સમાન અને તેથી વધુ ઉંમરના સ્પર્ધકોને હરાવીને પ્રથમ આવ્યા. તેમની જેમ ઘણી વરિષ્ઠ નાગરિક મહિલાઓ જિલ્લા વરિષ્ઠ નાગરિક સ્પર્ધા (મહિલા)માં વિવિધ રમતોમાં ભાગ
લીધો અને વધુ સારા જીવન માટે આરોગ્ય અને તંદુરસ્તીનો સંદેશ ફેલાવ્યો. અહીંના વિજેતાઓ વિવિધ શહેરોમાં યોજાનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે.
60 વર્ષીય કરુણા સિંઘે જણાવ્યું કે, “હું નેશનલ સ્વીમર છું અને રાષ્ટ્રીય સુવર્ણચંદ્રક વિજેતા છું. હું ઈન્ટરનેશનલ માસ્ટર્સ ગેમ માટે પણ સિલેક્ટ થયેલી છું અને દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છું. હું સાયકલિંગ પણ કરું છું અને 100 દિવસની ચેલેન્જમાં ઓલ ઈન્ડિયા પ્રથમ રેન્ક મેળવ્યો છે.
હું મારા શાળાના દિવસોથી જ એથ્લેટિક્સમાં છું અને લાંબા અંતરની દોડ વીર હતી. જો કે મારા વજનને કારણે હું ચાલવા પર સ્વિચ કરું છું અને આજે સ્પર્ધા જીતી ગઈ છું. લોકો તરફથી મળેલી પ્રશંસા મને ખુશી આપે છે અને રમત મારા માટે ધ્યાન સમાન છે.