Home /News /madhya-gujarat /Diwali celebration: દિવાળીમાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ટોલ ફ્રી નંબર જાહેર; જાણો સંપર્ક નંબર

Diwali celebration: દિવાળીમાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ટોલ ફ્રી નંબર જાહેર; જાણો સંપર્ક નંબર

સુરક્ષિત દિવાળીની ઉજવણી માટે  જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર જાહેર જનતાની પડખે

દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતા ભયજનક સ્થિતિમાં ના મુકાય તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા આપતકાલીન પરિસ્થિતિના સમય માટે હેલ્પ લાઈન ચાલુ કરેલ છે. આપાત કાલીન પરિસ્થિતીના સમયે 02742-250627 / 251627 તથા  ટોલ ફ્રી નં.1077 પર તાત્કાલિક સંપર્ક કરી શકો છો.

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતા ભયજનક સ્થિતિમાં ના મુકાય તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા આપતકાલીન પરિસ્થિતિના સમય માટે હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી છે. આપાત કાલીન પરિસ્થિતીના સમયે 02742-250627 / 251627 તથા ટોલ ફ્રી નં.1077 પર તાત્કાલિક સંપર્ક કરી શકો છો.

દિવાળીમાં વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા, સૂકી રેતી અથવા પાણી ભરેલી બે થી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી, ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા, ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા, ફટાકડાને અગરબત્તીથી તારામંડળથી યોગ્ય અંતર રાખીને સળગાવવા, ફટાકડાને જમીન ઉપર રાખીને સળગાવવા અને તરત જ દૂર જતું રહેવું, જો ફટાકડા ના સળગે તો તેની નજીક જઈ કેમ નથી સળગ્યો તેની તપાસ કરવાને બદલે તેની ઉપર પાણી રેડવું અને ફટાકડાના બોક્સ કે જથ્થા ને ફટાકડા સળગાવવાની જગ્યાથી દૂર રાખવા મટે જણાવાયું છે.

જ્યારે પહેરેલા કપડાં આગમાં લપેટાય, ત્યારે થોભીને ફટાકડાને દૂર કરી અને જમીન પર આળોટો જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળવા જોઈએ. દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો જ્યાં સુધી બળતરા થાય ત્યાં સુધી અને યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોક્ટર નો સંપર્ક કરવા માટે જણાવાયું છે. વધુ માં નાના બાળકોને ફટાકડા સળગાવવા આપવા નહિ

પરંતુ તેમની સાથે વડીલોએ અવશ્ય હાજર રહેવું, ગીચતાવાળી, જગ્યા સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ના ફોડવા, પાર્કિંગ સ્થળ કે વાહનો નજીક ફટાકડા ના ફોડવા, ફટાકડાને ક્યારેય હાથમાં પકડીને ફોડવા નહિ, ફટાકડાને કોઈ પણ સમયે ખિસ્સામાં રાખવા નહિ, કોઠીને હાથમાં પકડીને સળગાવવી નહિ, ફટાકડા ફોડતી વખતે ઢીલા કે ખુલ્લા/લાંબા વસ્ત્રો પહેરવા નહિ અને સળગતા ફટાકડા કોઈની ઉપર ફેંકવા નહિ. વધુમાં ફટાકડાને કારણે આંખમાં ઈજા થઈ હોય તો આંખો મશળવી નહિ, તાત્કાલિક આંખોના નિષ્ણાંતનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવા માટે કલેકટર વડોદરા દ્વારા જણાવાયું છે.
First published:

Tags: Diwali 2022, Diwali celebration, Emergency, Vadodara

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો