Home /News /madhya-gujarat /

Vadodara: શહેરની આ સરકારી હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલોને પણ ટક્કર મારે તેવી સુવિધા, જુઓ Video

Vadodara: શહેરની આ સરકારી હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલોને પણ ટક્કર મારે તેવી સુવિધા, જુઓ Video

ધારાસભ્ય

ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાની ગ્રાન્ટમાંથી મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા....

મધ્ય ગુજરાતની (Madhya Gujarat) સૌથી મોટી SSG હોસ્પિટલના તબીબ અધિક્ષની કચેરી ખાતે આવેલ ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાની ગ્રાન્ટમાથી SSG હોસ્પિટલમા મેડીકલ સાધન (Medical Equipment) આપવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
    વડોદરા: મધ્ય ગુજરાતની (Madhya Gujarat) સૌથી મોટી SSG હોસ્પિટલના તબીબ અધિક્ષની કચેરી ખાતે આવેલ ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાની ગ્રાન્ટમાથી SSG હોસ્પિટલમા મેડીકલ સાધન (Medical Equipment) આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત બાદ મેયર દ્વારા રીબીન કાપી 25 લાખના મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ફૂલી ઓટોમેટિક ઇ. સી.જી મશીન (ECG Machine), બ્લડ ગેસ એનેલાઈઝરનું મશીન આપવામાં આવ્યું.

    આ પણ વાંચો: 'ઠરશે ગુજરાત': અમદાવાદમાં પારો 6.7 ડિગ્રીએ પહોંચ્યો, ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

    આ કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, શહેર મેયર કેયુર રોકડીયા, ડો. રંજન ઐયર- સુપ્રીડેન્ટન્ટ SSG હોસ્પિટલ, ડો. તનુજા જાવડેકર અને ડૉ. બેલીમની ઉપસ્થિતિ રહી હતી. આ સરકારી હોસ્પિટલ એક ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા પૂરી પાડશે. આ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાવાળા સાધનો ઉપલબ્ધ છે. જેથી કરીને આવનાર તમામ દર્દીઓને સારી સુવિધા મળી રહેશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Sayaji Hospital, SSG hospital, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર