Home /News /madhya-gujarat /

Vadodaraના ઉભરતા કલાકારો માટે Good News, કલનાગરીમાં "ધ થિયેટર કંપનીની શરૂઆત

Vadodaraના ઉભરતા કલાકારો માટે Good News, કલનાગરીમાં "ધ થિયેટર કંપનીની શરૂઆત

ધ

ધ થિયેટર કંપની નોન પ્રોફિટ સંસ્થા જે ઊભરતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડશે

vadodara news: કલાનગરી એવા વડોદરા શહેરમાં "ધ થિયેટર કંપની"નો (The Theater Company) શુભારંભ થયો છે. ધ થિયેટર કંપની એક નોન પ્રોફિટ સંસ્થા છે. vadodara news: "The Theater Company" has been launched in the city of Vadodara, Kalangari. The Theater Company is a non-profit organization.

વધુ જુઓ ...
    vadodara news: આજથી કલાનગરી એવા વડોદરા શહેરમાં "ધ થિયેટર કંપની"નો શુભારંભ થયો છે. ધ થિયેટર કંપની (Theater Company) એક નોન પ્રોફિટ સંસ્થા છે. જેનો મુખ્ય હેતુ ઉભરતા થિયેટર કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડવાનો છે. જેમાં ઉભરતા કલાકારોને સાંસ્કૃતિ નાટ્ય નાટકો (Culture drama plays) શીખવવા, તે ઉપરાંત કલાકારને માર્ગદર્શન અને અન્ય સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે.

    જે અંગે ધ થિયેટર કંપની દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ થિયેટર કંપનીના ફાઉન્ડર દર્શન સુરેશ ચંદન, કો.ફાઉન્ડર ગુરજોત કૌર ચંદન, એડવાઇઝરી બોર્ડના સભ્ય જય મર્ચન્ટ, સાચી પેશવાણી તથા કલાકારો જોયસેન ગુપ્તા, લીલેટ દુબે અને ઇરા દુબે ઉપસ્થિત રહ્યાં હતા.

    જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ધ થિયેટર કંપની ભવિષ્યની અંદર કલાનગરી વડોદરામાં અંગ્રેજી, ગુજરાતી તેમજ હિન્દી નાટકો લઇને આવવા માંગે છે. જેથી કલારસિકો તેનો આનંદ માણી શકે. અને આ નાટકો દ્વારા જે ફંડ એકત્રિત થશે તેના થકી ઉભરતા કલાકારોને આગળ આવવા માટે આર્થિક રીતે મદદ કરવામાં આવશે. જે કલાકારોને આ પ્લેટફોમ નથી મળી રહ્યું તેઓને એક પ્લેટફોર્મ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે.

    જોકે ધ થિયેટર કંપની દ્વારા વડોદરામાં તેઓના શુભારંભ પ્રસંગે લોકડાઉન લાયઝન નામના એક નાટકનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. જે નાટક આજે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સાંજે 8:00 કલાકે યોજવામાં આવનાર છે. જેમાં બૉલીવુડ મુવીમાં કામ કરી ચૂકેલા જાણીતા કલાકારો લીલેટ દુબે, ઇરા દુબે, જોયસેન ગુપ્તા દ્વારા લોકડાઉન લાયઝન નામના નાટકના કુલ 5 અલગ અલગ પ્લે ઉપર પરફોર્મન્સ કરવામાં આવશે.
    First published:

    Tags: Gujarati News News, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन