ગઈકાલ શુક્રવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 60, 530 રૂપિયાની સપાટીએ સ્થિર હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 55, 690 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 45, 400 રૂપિયા હતી. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 72, 500 રૂપિયા અને ચાંદીના ઘરેણાંનો ભાવ 72, 000 રૂપિયા હતો. ગઈકાલ અને આજના સોનાના ભાવમાં કોઈ બદલાવ નથી પરંતુ અને ચાંદીના ભાવમાં અંશતઃ વધારો નોંધાયો છે.
સોનાના ભાવ રાતોરાત વધવા - ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેર માર્કેટની ઉથલ - પાથલ , સટ્ટાખોરી , ફુગાવો - મંદી સહિત વૈશ્વિક સ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું તારણ પી.એન.ગાડગીલ અર્જુન ઓડે દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લામાં મોટા 40 અને નાના 310 જેટલા જ્વેલર્સ સામાન્ય દિવસોમાં સરેરાશ રૂ. 40 થી 50 કરોડનું સોનું વેચે છે.
હાલમાં લગ્નસરાની પૂરબહાર ખિલેલી મોસમમાં સોનાના ભાવ હંગામી ધોરણે વધ્યા હોવા છતા ખરીદીને ઝાઝી અસર વર્તાઈ નથી. જેના અંતર્ગત કારણોમાં લગ્ન શુભ પ્રસંગો માટે સોનું ખરીદવાનું જે તે પરિવારોનું ચોક્કસ બજેટ હોય છે. એવા પરિવારો સોનાનો ભાવ વધતા 10 તોલાને બદલે 8 તોલા સોનું ખરીદતા હોવાનો ટ્રેન્ડ જારી રહ્યો હોવાનું જણાવ્યું છે.