Home /News /madhya-gujarat /Vadodara News: વડોદરામાં વિધર્મીએ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ, બે આરોપીની ધરપકડ
Vadodara News: વડોદરામાં વિધર્મીએ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ, બે આરોપીની ધરપકડ
બંને આરોપીની તસવીર
Vadodara News: વડોદરામાં થર્ટી ફર્સ્ટની આગલી રાતે એક વિધર્મીએ યુવતીને હવસનો શિકાર બનાવીને પીંખી નાંખી હતી. વિધર્મીએ તેના મિત્ર સાથે મળી હિંદુ યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
અંકિત ઘોનસીકર, વડોદરાઃ થર્ટી ફર્સ્ટની આગલી રાતે લોકો ઉજવણી માટે તૈયારીBaroઓ કરી રહ્યા હતા, ત્યારે વડોદરામાં એક વિધર્મીએ યુવતીને હવસનો શિકાર બનાવીને પીંખી નાંખી હતી. એક વિધર્મી સહિત તેના મિત્રએ હિંદુ યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયાથી યુવતીને શોધી
મળતી માહિતી પ્રમાણે, એક તરફ નવા વર્ષને આવકારવા લોકો ઉત્સુક હતા. ચારે તરફ નવા વર્ષની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલતી હતી. તેવામાં વડોદરા શહેરની એક યુવતી વિધર્મી યુવકની હવસનો શિકાર બની હતી. સોશિયલ મીડિયા દ્વારા આ યુવતી વિધર્મીના સંપર્કમાં આવી હતી. વિધર્મીએ યુવતીને મિત્રની મદદથી તેના ઘરેથી ફોસલાવીને લઈ આવ્યો હતો અને ત્યારબાદ તેને ડરાવી-ધમકાવીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.
આ યુવતીએ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વિધર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને કાર્યવાહી હાથ ધરી હતી અને માત્ર 2 જ કલાકમાં બંને વિધર્મી યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી ફૈઝલ ઘાંચીની ધરપકડ કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, ફૈઝલ હિન્દુ યુવતીઓ પ્રત્યે હીનભાવના રાખતો હતો. તેણે મિત્ર ફિરોઝ વોહરાની મદદથી યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા
ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓએ અગાઉ પણ અનેક ગુના આચર્યા છે. બંને આરોપીઓ વિરુદ્ધ સયાજીગંજ પોલીસે કલમ 365 અને 376 અંતર્ગત ગુનો દાખલ દાખલ કર્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ છેલ્લા કેટલા દિવસથી યુવતીના સંપર્કમાં હતા અને ભોગ બનનાર યુવતીને કેવી રીતે જાળમાં ફસાવી વગેરે મામલે તપાસ હાથ ધરી છે.