વડોદરા : ધો.8ની વિદ્યાર્થિનીએ શાળાનાં બીજામાળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ બીજા માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

News18 Gujarati
Updated: July 11, 2019, 12:54 PM IST
વડોદરા : ધો.8ની વિદ્યાર્થિનીએ શાળાનાં બીજામાળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો
શ્રી સરસ્વતી વિદ્યાલય
News18 Gujarati
Updated: July 11, 2019, 12:54 PM IST
ફરીદખાન પઠાણ, વડોદરા : શહેરમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીએ દંતેશ્વર વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયનાં બીજા માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ બીજા માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. રિસેસનાં સમયે આ વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પારિવારિક ઝગડાને કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

આ મામલામાં તેની સાથે ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તે સવારથી જ ઘણી જ ટેન્સનમાં લાગતી હતી. આ પહેલા પણ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેના મિત્રોએ તેને બચાવી લીધી હતી. આ શાળાનાં પ્રિન્સિપલે જણાવ્યું કે તેની પાસેથી મોબાઇલ પણ મળી આવ્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત, કારણ અકબંધ

ધોરણ 7માં ભણતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો હતો

થોડા સમય પહેલા વડોદરામાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ કિશોરી પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં લખેલું હતું કે પરિવારની અપેક્ષા પ્રમાણે પરિણામ ન આવતા અંતિમ પગલું ભર્યું છે. સ્નેહાએ પિતાને સંબોધી લખેલી ચિઠ્ઠીમાં પહેલી લાઇનમાંજ પિતાની માફી માગી લીધી છે. તેને લખ્યુ છે, 'પપ્પા સોરી મારે એ ગ્રેડ જોઇતી હતી. પરંતુ બી ગ્રેડ આવી છે. આથી મારે જીવવાનો કોઇ અર્થ નથી.' આ ચિઠ્ઠી મકરપુરા પોલીસે તપાસ અર્થે કબ્જે કરી છે.'
Loading...

 
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...