ગણેશ વિસર્જનનાં બંદોબસ્ત સમયે જુગાર રમતા 7 હોમગાર્ડ ઝડપાયા

News18 Gujarati
Updated: September 10, 2019, 9:51 AM IST
ગણેશ વિસર્જનનાં બંદોબસ્ત સમયે જુગાર રમતા 7 હોમગાર્ડ ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

પોલીસે તમામની અટકાયત કરીને 33 હજાર રુપિયાથી વધુનો માલ કબજે કર્યો છે.

  • Share this:
ફરીદખાન, વડોદરા : શહેરમાં ગણેશ વિસર્જન બંદોબસ્તમાં તહેનાત સાત હોમગાર્ડ જવાનો જુગાર રમતા ઝડપાયા. પોલીસે તમામની અટકાયત કરીને 33 હજાર રુપિયાથી વધુનો માલ કબજે કર્યો છે.

માંજલપુર પોલીસ સ્ટેશન પાસે આવેલા નાઇટ સેલ્ટરમાં ગીર સોમનાથથી વડોદરા બંદોબસ્તમાં આવેલા સાત હોમગાર્ડ જવાનો જુગાર રમતા હતા. પોલીસે તમામની જુગારઘારા હેઠળ અટકાયત કરી 33,440 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મળતી માહિતી પ્રમાણે એસીપી એફ ડિવિઝન એસ.બી. કુપાવત તેમના સ્ટાફ સાથે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલા નાઇટ સેલ્ટર હાઉસમાં શંકાસ્પદ હિલચાલ જણાઇ હતી. જેનાં કારણે પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા હોમગાર્ડનાં સાત જવાનો જુગાર રમતા મળી આવ્યા હતા. આ હોમગાર્ડ જવાનો ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે ગીર સોમનાથથી આવ્યા હતા.

આ પણ વાંચો :  ગુજરાત સરકારની Solar Rooftop યોજના; ઘેર બેઠા કમાવો આટલા રૂપિયા

પોલીસે હિરેન રમેશભાઇ પરમાર (રહે. સલાટવાડા પ્રભાસ પાટણ, તા. વેરાવળ જિલ્લો. ગીર સોમનાથ, નરેશ રામાભાઇ ગઢીયા (રહે. કોઠી શેરી પ્રભાસ પાટણ), હિતેશ રામાભાઇ ગઢીયા (રહે. કોઠી શેરી, રમેશ ગોવિંદભાઇ વાસઠા (રહે. પીપળીની કાદી પ્રભાસ પાટણ), સંજય રામજીભાઇ વાયલુ (રહે. શાંતિનગર પ્રભાસ પાટણ), જેસાભાઇ ભીખાભાઇ ગઢીયા (રહે. કોમનાથ સરોવર પાસે, પ્રભાસ પાટણ) અને વિજયગીરી લહેરગીરી ગોસ્વામી (રહે. સોમનાથ ત્રિવેણી રોડ પ્રભાસ પાટણ)ની ધરપકડ કરી છે. તમામ પાસેથી રોકડા 12240 રૂપિયા, 3 મોબાઇલ ફોન મળી આવતા 33,440 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर