Home /News /madhya-gujarat /Vadodara: હાથીખાના માર્કેટ યાર્ડ સુપર માર્કેટને પણ ટક્કર આપે છે, મળે છે તમામ વસ્તુઓ સસ્તી

Vadodara: હાથીખાના માર્કેટ યાર્ડ સુપર માર્કેટને પણ ટક્કર આપે છે, મળે છે તમામ વસ્તુઓ સસ્તી

X
હાથીખાના

હાથીખાના માર્કેટયાર્ડ એ મધ્ય ગુજરાતનું સૌથી મોટું હોલસેલ ગ્રોસરી માર્કેટ છે..

વડોદરામાં હાથીકાખાના માર્કેટ યાર્ડમાં કુલ 400 જેટલા વેપારી છે. અહીં છુટક વસ્તુ થી લઇને હોલસેલમાં વસ્તુ મળે છે. તેમજ શહેરનાં 500 પ્રોવિઝન સ્ટોરનાં વેપારી અહીંથી ખરીદી કરે છે. દરરોજનું 30 થી 40 કરોડનું ટર્નઓવર છે.

Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના તુલસીવાડી નજીક આવેલ હાથીખાના માર્કેટયાર્ડ વર્ષ 1965થી કાર્યરત છે. એ પહેલા હોલસેલના વેપારીઓ શહેરમાં છૂટક વેપાર કરતા હતા. વર્ષ 1965 બાદ જ્યારે એ.પી.એમ.સીની રચના થઈ, તે વખતે આ માર્કેટ યાર્ડ બનાવવમાં આવ્યું હતું. ત્યારથી આખા શહેરના વેપારીઓ હાથીખાના માર્કેટ યાર્ડમાં આવીને હોલસેલનો વેપાર કરવા લાગ્યા. હાથીખાના માર્કેટયાર્ડમાં લગભગ 250 થી 300 હોલસેલના વેપારીઓ અને 100 થી 150 કેનવાસી એજન્ટો મળી કુલ 400 જેટલા વેપારીઓ છે.

મધ્ય ગુજરાતનું સૌથી મોટું હોલસેલ ગ્રોસરી માર્કેટ

હાથીખાના માર્કેટયાર્ડના પ્રમુખ નિમેષ મહેતાએ જણાવ્યું હતું કે, હાથીખાના માર્કેટયાર્ડ એ મધ્ય ગુજરાતનું સૌથી મોટું હોલસેલ ગ્રોસરી માર્કેટ છે. આખા દેશમાંથી તમામ વસ્તુઓ અહીં આવતી હોય છે તથા ઈમ્પોર્ટેડ વસ્તુઓ પણ અહીં મળે છે. અહીં મળતી તમામ વસ્તુઓ મથકો ઉપરથી આવતી હોય છે, જ્યાં એનું ઉત્પાદન થતું હોય. હાથીખાના માર્કેટયાર્ડમાં તમામ લોકો ખરીદી શકે છે.

છુટક ખરીદી પણ કરી શકાય છે

અહીં 500 ગ્રામથી લઈને 30 કિલો સુધી લોકો લઈ જતા હોય છે. શહેરમાં આવેલ 5,000 પ્રોવિઝન સ્ટોરના વેપારીઓ પણ આ માર્કેટયાર્ડમાંથી જ ખરીદી કરતા હોય છે. એટલે હાથીખાના માર્કેટયાર્ડમાં દરરોજનું 30 થી 40 કરોડનું માર્કેટ થતું હોય છે.

હાથીખાના માર્કેટ યાર્ડમાં આટલા ભાવ

હાલમાં કાજુના ભાવ રૂપિયા 700 કિલો, અખરોટ રૂપિયા 550 કિલો, બદામ રૂપિયા 600 કિલો, દ્રાક્ષ રૂપિયા 250 કિલો, ચણાની દાળ રૂપિયા 60-62 કિલો, મગ-મોગર રૂપિયા 108-115 કિલો, મગ આખા રૂપિયા 80-110 કિલો, અડદ મોગર રૂપિયા 90-115 કિલો, તુવેરની દાળ રૂપિયા 86 કિલો અને દેશી તુવેરની દાળના રૂપિયા 95 કિલો, કપાસિયા તેલ રૂપિયા 2040 અને સીંગતેલ રૂપિયા 2850ના ભાવ ચાલી રહ્યા છે.

દુકાનમાં આટલા છે ભાવ 

હાલમાં કાજુના ભાવ રૂપિયા 800 કિલો, અખરોટ રૂપિયા 650-920 કિલો, બદામ રૂપિયા 700 કિલો, દ્રાક્ષ રૂપિયા 320 કિલો, ચણાની દાળ રૂપિયા 66 કિલો, મગ રૂપિયા 96 કિલો, અડદ રૂપિયા 110 કિલો, તુવેરની દાળ રૂપિયા 110 કિલો અને દેશી તુવેરની દાળના રૂપિયા 120 કિલો, કપાસિયા તેલ રૂપિયા 2200 અને સીંગતેલ રૂપિયા 2900ના ભાવ ચાલી રહ્યા છે.
First published:

Tags: Local 18, Market yard, Vadodara

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો