વડોદરા: આજે ગીતા જ્યંતી નિમિતે શહેરના પ્રતાપનગર રોડ ખાતે આવેલા ગીતામંદિરમાં પંચકુંડી ગીતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તથા શ્રીમદ્દ ભગવદ ગીતાનો જન્મ દિવસ છે. તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રકારે દુનિયાના કોઈપણ ધર્મ ગ્રંથની જયંતિ ક્યારે ઉજવાતી નથી.
જેમાં મહાભારતના યુદ્ધ સમયે અર્જુનની સામે તેના પરિવારના સભ્યો તથા ગુરુજનો હતાં. એટલે તેમના વિરૂદ્ધ અર્જુન શસ્ત્ર ઉઠાવવા માટે તૈયાર ન હતા. જેથી શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મ ઉપદેશ સમજાવ્યા હતા. મહર્ષિ વ્યાસે આ સંવાદોને ગ્રંથસ્થ કર્યા, જે શ્રીમદ્ ભગવદ્ ગીતાના નામે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ ગ્રંથમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. કર્મ યોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનો મહીમાં વર્ણવામાં આવ્યો છે. તેમાં કર્તવ્યો અને કર્મોને શીખવાડ્યાં છે. અજ્ઞાનતા, દુઃખ, મોહ, કામ, ક્રોધ અને લોભ જેવા અનિષ્ટોમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. ગીતાના અધ્યયનથી જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના પ્રગટે છે. ગીતા પવિત્રતા, શિસ્ત, પ્રામાણિકતા, નિષ્ઠા અને અનુકંપા સાથે જીવવાની પ્રેરણા આપે છે.
જો વાત કરીએ તો હાલ ચાલી રહેલી કોરોના મહામારી જલ્દી દૂર થાય તેવા હેતુ સાથે આજે ગીતા જયંતિ નિમિતે વડોદરા શહેરના પ્રતાપનગર રોડ વિસ્તારમાં આવેલા ગીતા માતાના મંદિર ખાતે પંચકુંડી ગીતા યજ્ઞ કરવામાં આવ્યું હતું. તેમાં 700 શ્લોકોની આહુતિ આપી, તેમાં હોમાષ્ટક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવશે, જેથી રોગચાળો દૂર થાય. આ યજ્ઞમાં ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને કોરોના કાળ જલ્દી દૂર થાય અને સામાન્ય જન જીવન ફરી પાટા ઉપર ચડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર