Home /News /madhya-gujarat /WIPL 2023: માત્ર મેદાનમાં જ નહીં પણ ગુજરાતની મહિલા ક્રિકેટરની મેનેજમેન્ટમાં પણ પસંદગી, ગીતા ગાયકવાડ બન્યા દિલ્હી કેપિટલ્સનાં મેનેજર

WIPL 2023: માત્ર મેદાનમાં જ નહીં પણ ગુજરાતની મહિલા ક્રિકેટરની મેનેજમેન્ટમાં પણ પસંદગી, ગીતા ગાયકવાડ બન્યા દિલ્હી કેપિટલ્સનાં મેનેજર

X
રાજકુવરદેવી

રાજકુવરદેવી ગાયકવાડ WPLમાં દિલ્હી કેપિટલ્સના મેનેજર તરીકે પસંદગી

ગુજરાતની એકમાત્ર મહિલા કે જેને તેના અનુભવને કારણે WPLમાં પ્રમોટ કરવામાં આવ્યાં છે. ભારતીય મહિલા ટીમના મેનેજર રાજકુવરદેવી ડી. ગાયકવાડ હતા, જેમને WPLમાં દિલ્હી કેપિટલ્સના મેનેજર તરીકે પસંદગી કરવામાં આવી છે.

Nidhi Dave, Vadodara: ક્રિકેટ રમતને સમગ્ર વિશ્વમાં સૌથી પ્રિય રમત માનવામાં આવે છે. ક્રિકેટની રમતમાં નવા ફેરફારો જોવા મળી રહ્યા છે. પરિણામે રમતનું સ્તર વધુ મજબૂત બની રહ્યું છે. ક્રિકેટ પહેલા પુરુષોની રમત ગણાતી હતી. પરંતુ સમયની સાથે અને રમતના નવા યુગમાં હવે મહિલાઓ પણ તેમાં સામેલ થવા લાગી છે. ક્રિકેટ મહિલાઓ પણ રમે છે.

ભારતીય મહિલાઓ પણ ક્રિકેટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. મહિલા ક્રિકેટના તમામ ફોર્મેટમાં BCCI દ્વારા મહિલા ટીમને સારું સમર્થન આપવામાં આવી રહ્યું છે. સમયની સાથે રમતમાં બદલાવ જોવા મળી રહ્યો છે.



ખાસ કરીને 2008માં ભારતમાં પહેલીવાર IPLની શરૂઆત થઈ હતી. જેના કારણે ભારતીય યુવા ખેલાડીઓને ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેના કારણે આજે ભારતીય ટીમને સારા ખેલાડીઓ મળી રહ્યા છે.



ગીતા ગાયકવાડની દિલ્હી કેપિટલ્સનાં મેનેજર તરીકે પસંદગી

આ વર્ષે BCCI દ્વારા મહિલા IPLનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મહિલા ખેલાડીઓને પોતાનું પ્રદર્શન બતાવવાની તક મળશે. મહિલા IPLમાં પાંચ ટીમો વચ્ચે સ્પર્ધા થશે. ગુજરાતની એકમાત્ર મહિલા કે જેને તેના અનુભવને કારણે WPLમાં પ્રમોટ કરવામાં આવી છે.



ભારતીય મહિલા ટીમના મેનેજર રાજકુવર દેવી ડી. ગાયકવાડ હતા, જેમને WPLમાં દિલ્હી કેપિટલ્સના મેનેજર તરીકે પસંદગી કરવામાં આવી. ગુજરાતની એકમાત્ર મહિલા છે જેમને WPLમાં રહેવાની તક મળી છે.



ક્રિકેટનું સ્તર પહેલા કરતા ઘણું ઊંચું છે

ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કર્યા બાદ હવે તે દિલ્હી કેપિટલ્સની જવાબદારી સંભાળશે. વડોદરા શહેરની ગીતા ગાયકવાડ આગામી મહિને શરૂ થનાર મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સને વિજય તરફ દોરી જવાની આશા રાખે છે.



ગીતા ગાયકવાડે એમ પણ કહ્યું કે, ક્રિકેટનું સ્તર પહેલા કરતા ઘણું ઊંચું છે. આ જોઈને મહિલા ખેલાડીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ તેમની પ્રથમ WPL જીત મેળવવાની કોશિશ કરશે.
First published:

Tags: Indian Cricket, IPL 2023, Manager, Vadodara, Womens