દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય
દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ખાતે શનિવાર અને રવિવાર એમ બે દિવસ ટેક ફેસ્ટ યોજાયો. યુનિવર્સિટીની સ્થાપના થયા બાદ પ્રથમ આ મોટો કાર્યક્રમ છે.
Nidhi Dave, Vadodara: દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ખાતે શનિવાર અને રવિવાર એમ બે દિવસ ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીની સ્થાપના થયા બાદ પ્રથમ મોટો કાર્યક્રમ યોજાયો છે.
ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. મનોજ ચૌધરી એ જણાવ્યું હતું કે, એરબસ સહિતની મોટી કંપનીઓના અધિકારીઓ હાજર રહ્યા, આ સાથે વિદ્યાર્થીઓ માટે વિવિધ કોમ્પિટિશન પણ રાખવામાં આવી છે.
તેમજ સાયબર સુરક્ષા કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એપીટોમ 23 ટીમ ઉપર યોજનારા પરિવહન ક્ષેત્રના ભવિષ્યને નવા વિચારોથી નવી દિશા પ્રદાન થશે.
ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયમાં અંદાજે 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે આ વિદ્યાર્થીઓ દ્વારા 7 જેટલાં પ્રોજેક્ટ ટેક ફેસ્ટમાં મુકવામાં આવ્યા છે. જે પૈકી રોબોટિક અંગેનો પ્રોજેક્ટ પણ ધ્યાનાકર્ષિત કરે તેવો છે.
વધુમાં વાઇસ ચાન્સેલર પ્રો.મનોજ ચૌધરી જણાવ્યું કે, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ફાઉન્ડર વીસી તરીકે મારી મુખ્ય પ્રાથમિકતા માત્ર ભણેલા વિદ્યાર્થીઓ નહીં પરંતુ પ્રોડક્ટિવ અને તરત કંપનીઓમાં આઉટપુટ આપી શકે તેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાની છે.
આગામી 100 વર્ષ સુધી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયને લોકો યાદ કરે તેવો અભ્યાસક્રમ પણ તૈયાર કરવાની હાલ કવાયત કરવામાં આવી રહ્યો છે. ગતિ શક્તિમાં ટૂંક સમયમાં પ્લેસમેન્ટ માટે પણ મોટા એમઓયુની જાહેરાત થશે.