Home /News /madhya-gujarat /

Vadodara: LPG બોટલોમાંથી ડિલીવરી બોય દ્વારા ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

Vadodara: LPG બોટલોમાંથી ડિલીવરી બોય દ્વારા ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

અપના બજાર તથા શિવ કૃપા ઇન્ડેન ગેસ એજન્સીના ડીલીવરી બોયે કૌભાંડ કર્યા

શહેરના કિશનવાડીના પારસ સોસાયટી સામે આવેલ મથુરનગર મહોલ્લામાં પીસીબીએ સોમવારે દરોડો પાડી ખંડેર મકાનમાં ઘરેલું રાંધણગેસના ગેસના બોટલોમાંથી ગેસ રિફીલીંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

    વડોદરા: શહેરના કિશનવાડીના પારસ સોસાયટી સામે આવેલ મથુરનગર મહોલ્લામાં પીસીબીએ સોમવારે દરોડો પાડી ખંડેર મકાનમાં ઘરેલું રાંધણગેસના ગેસના બોટલોમાંથી ગેસ રિફીલીંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે મકાનમાંથી સૂત્રધાર સહિત 6 કૌભાંડીઓને પણ દબોચ્યા હતા. આ કૌભાંડી ગેંગ ગ્રાહકોને એલ.પી.જી બોટલની ડિલીવરી કરતાં પહેલા તેમાંથી થોડા થોડા પ્રમાણમાં ગેસ કાઢી લેતા હતા.

    પોલીસે આરોપીઓ પાસેથી બે ટેમ્પો, રાંધણગૈસના 99 બોટલ અને સાધનો મળી કુલ રૂ. 6,15,962 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સૂત્રધાર નિલેશ કહાર અગાઉ પણ ગૈસ રિફિલીંગના કૌંભાડમપકડાયો હતો. મથુરાનગર મહોલ્લામાં રહેતો નિલેશ ઉર્ફે ગપુડી હરીદાસ કહાર પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેના સાગરિતો સાથે મળી ખંડેર મકાનમાં ગેસ રિફીલીંગનું કૌભાંડ ચલાવતો હતો. ઈન્ડેન કંપનીના ઘરેલું તેમજ કોમર્શિયલ વપરાશના એલ.પી.જી બોટલો કંપનીના ગોડાઉનથી ગ્રાહકોને ડિલીવરી કરવા માટે નીકળે, તેની પહેલા નિલેશ તેના સાગરિત ટેમ્પો ચાલક તથા હેલ્પરોને ખંડેર મકાનમાં બોલાવતો હતો. જ્યાં એલ.પી.જી.ના બોટલો મકાનમાં ઉતારી પાઈપો વડે ગેસ રિફીલીંગ કરવામાં આવતું હતું.

    લાંબા સમયથી ચાલતાં આ કૌભાંડની માહિતી પીસીબીને મળતાં આજે નિલેશના ખંડેર મકાનમાં દરોડો પાડ્યો હતો. તે વખતે ખંડેર મકાનમાં બે ટેમ્પો હાજર હતા અને ગેસ ચોરી કરવાનું કૌભાંડ ચાલતું હતું. બોટલોમાંથી ગેસની ચોરી કરતી વખતે બ્લાસ્ટ થવાની પણ સંભાવના રહે છે, તેમ છતાં આરોપીઓ બેખૌફ બની કૃત્ય આચરતા હતા. પોલીસે રાંધણગેસની ચોરી કરવામાં પરદા પાછળના કૌભાંડીઓની પણ તપાસ શરૂ કરી છે. પીસીબીએ સૂત્રધાર નિલેશ કહાર સહિત 6 આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ 407, 379, 285, 308, 114, 120 ( બી ) , તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 3 અને 7 હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

    આ પણ વાંચો: Accident News: સાણંદમાં કારે દંપત્તિને મારી ટક્કર, મહિલાનું મોત, જુઓ અકસ્માતના CCTV

    ગેસ રિફિલિંગ કૌભાંડમાં પકડાયેલા આરોપી નિલેશ ઉર્ફે ગપુડી હરીદાસ કહાર, રાજેન્દ્ર ઉર્ફે રાકેશ રમણભાઈ માછી, અનિલ ઉર્ફે ભોલો કાળુભાઈ વસાવા, દિપક હિંમતભાઈ બાવીસકર, સતીષ વિક્રમભાઈ સાળુંકે અને જયદિપસિંહ તેસિંહ પુવાર એમ 6 આરોપીઓ પકડાયેલ છે. અપના બજાર તથા શિવ કૃપા ઇન્ડેન ગેસ એજન્સીના ડીલીવરી બોય દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું.

    આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળો બેકાબૂ, AMCએ કન્ટ્રક્શન સાઇટ પર ચેકીંગ કરી 4 લાખથી વધુનો દંડ ફટકાર્યો

    પોલીસે ગોડાઉનમાંથી 1. ભરેલી, અર્ધ ભરેલી તેમજ ખાલી ગેસની ઘરેલું તેમજ કોમર્શિયલ 99 બોટલો, 2. વજનકાંટો અને ત્રણ મોબાઈલ ફોન, 3. ગેસ રિફીલીંગ કરવાની 44 પાઈપ, 4. રૂ. 4 લાખની કિંમતના બે ટેમ્પો, 5. હેન્ગીંગવાળા 2 વજનકાંટા, 6. ગેસના 91 બીલો, 7. પ્લાસ્ટીકના સીલ કરવાના 10 છુટા રેપર.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર