વડોદરાઃ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર, 9 લોકોને ઝેરી ગેસની અસર

News18 Gujarati
Updated: June 20, 2019, 3:39 PM IST
વડોદરાઃ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર,  9 લોકોને ઝેરી ગેસની અસર
કર્મચારીની તસવીર

વોડદરાના નંદેસરીમાં કંપનીમાં ગેસગળતરની ઘટના થઇ હતી. જેના કારણે 9 કર્મચારીઓને અસર થઇ હતી.

  • Share this:
ફરિદ ખાન, વડોદરાઃ વોડદરાના નંદેસરીમાં કંપનીમાં ગેસગળતરની ઘટના થઇ હતી. જેના કારણે 9 કર્મચારીઓને અસર થઇ હતી. ઘટનાની જાણ થતાં કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે મોકલી આપ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્મચારીઓને આઇસીયુમાં દાખલ કરાવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે વડોદરાના નંદેસરીમાં પનોલી ઇન્ટરમીડિયા કંપનીમાં બુધવારે મોડી રાત્રે ગેસ ગળતરની ઘટના ઘટી હતી. એક યુનિટમાં અચાનક સલામતીના અભાવે કેમિકલ એસિડની ટેન્કર ખાલી કરતા પાઇપ છૂટતા 9 કર્મચારીઓને ગંભીર રીતે ગેસની અસર થઇ હતી.

જેના પગલે તમામ કર્મચારીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 9 કર્મચારીઓ પૈકી ચાર કર્મચારીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ અવારનવાર સલામતીના અભાવે કર્મચારીઓને મોતનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

 
First published: June 20, 2019, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading