Home /News /madhya-gujarat /

વડોદરા: આજે ગણેશ ચર્તુર્થીનો શુભ અને મંગલમય દિવસ, શહેરના 30 આર્ટિસ્ટે સંગીત દ્વારા કર્યું શ્રીજીનું સ્વાગત

વડોદરા: આજે ગણેશ ચર્તુર્થીનો શુભ અને મંગલમય દિવસ, શહેરના 30 આર્ટિસ્ટે સંગીત દ્વારા કર્યું શ્રીજીનું સ્વાગત

ગણેશ

ગણેશ ચતુર્થી

Vadodara Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે ગણેશજીનું સ્વાગત શહેરના 30 કલાકારો દ્વારા સંગીતના માધ્યમથી કરવામાં આવ્યું.

    વડોદરા: આજે ગણેશ ચર્તુર્થી (Ganesh Chaturthi)નો શુભ અને મંગલમય દિવસ છે. આજથી 10 દિવસ સુધી ગણેશજીની ભિન્ન-ભિન્ન રૂપે આરાધના થતી જોવા મળશે. ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જેથી કરીને ભક્તોમાં એક એવો વિશ્વાસ અને આસ્થા જોવા મળી રહી છે કે, ગણેશજીના આગમનથી હવે તમામ રોગચાળાઓ અને મુશ્કેલીઓનો અંત આવશે.

    ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે ગણેશજીનું સ્વાગત શહેરના 30 કલાકારો દ્વારા સંગીતના માધ્યમથી કરવામાં આવ્યું. શહેરના માંજલપુર સ્થિત શિવ સાધનાના આ 30 કલાકારોમાં નાનાથી લઈને મોટા સુધી તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કલાકારો દ્વારા 'ગણેશાય ધી મહી' ની સ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી છે. આ સંગીતમય ભક્તિ કરવાનો એક અનેરો આનંદ મળતો હોય છે. શિવ સાધનાના કલાકારો છેલ્લા એક અઠવાડિયાથી આ સ્તુતિની અથાક પણે મહેનત કરી રહ્યા હતા. જે આજે સંગીત અને ભક્તિનું મિશ્રણ થઈને જોવા મળી રહ્યું છે.

    શિવ સાધના સંસ્થાના સંચાલક જિજ્ઞાસુ પંડ્યા, અપૂર્વા પંડ્યા અને સાગર સ્વામી દ્વારા તમામને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. અને તેમની એક જ પ્રાર્થના છે કે, વિઘ્નહર્તા કોરોના જેવી મહામારીમાંથી મુક્ત કરે અને તમામ કલાકારો ફરી એક વખત છૂટથી પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. શહેરમાં ફરી એક વખત તહેવારોની રોનક છવાઈ જાય અને હર્ષોઉલ્લાસ લોકોમાં ફેલાય જાય. બોલો ગણપતિ બાપ્પા મોરિયા!
    First published:

    Tags: Ganesh Chaturthi, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन