Home /News /madhya-gujarat /

વડોદરા: ગાંધીજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન સહિત આ કાર્યક્રમો થયા, બાપૂને અપાઈ સ્મરણાંજલિ

વડોદરા: ગાંધીજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન સહિત આ કાર્યક્રમો થયા, બાપૂને અપાઈ સ્મરણાંજલિ

Vadodara

Vadodara Top News: વડોદરા શહેરના આજના મુખ્ય સમાચારો, જુઓ આ બૂલેટિનમાં દિવસભર શું થયું વડોદરામાં

Vadodara Top News: વડોદરા શહેરના આજના મુખ્ય સમાચારો, જુઓ આ બૂલેટિનમાં દિવસભર શું થયું વડોદરામાં

    દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Gandhi Jayanti 2021) અહિંસા તથા સ્વચ્છતાના આગ્રહી હતા. સ્વચ્છતા, અહિંસા અસ્પૃશ્યતા નિવારણ અંગે હંમેશાં તેઓ જાગૃતિ લાવવા માટે તટસ્થ રહ્યાં હતાં આજે ગાંધી જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતાના આગ્રહને આદર્શ માની શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 વિસ્તારમાં આવેલા સિધ્ધનાથ તળાવ, સિધ્ધનાથ રોડના વિવિધ ચાર સ્થળોએ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા (Cleaning campaign in Vadodara) અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક મ્યુનિ. કાઉન્સિલર જાગૃતિબેન કાકા સાથે પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબા પરામાર સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં.

    લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નીમિતે પ્રતિમાને ફૂલહાર

    દેશના પ્રામાણિક નેતા તરીકે જેઓને આદરમાન, સન્માન આપવામાં આવે છે તેવા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.લાલબહાદુર શાસ્ત્રીજી (Lal Bahadur Shashtri Jayanti)  જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે એક રેલ અકસ્માતમાં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું આવા પ્રામાણિક અને ઇમાનદાર નેતા લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સંગમ ચારરસ્તા સ્થિત શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

    જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, અમીબેન રાવત, ચિરાગ ઝવેરી સહિતના કોંગ્રેસના નેતાઓ, પદાધિકારીઓ,મ્યુનિ. કાઉન્સિલરો અને કાર્યકરો ઉપસ્થિત રહી શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેઓના સંસ્મરણો યાદ કર્યા હતા.


    વડોદરામાં સાઇબર ક્રાઇમ અને ઇન્વેસ્ટીગેશન વિષયક લીગલ સેમિનાર યોજાયો

    રાજ્ય સરકાર દ્વારા રજી ઓકટોબર ‘મહાત્મા ગાંધી જન્મ જયંતિ’ નિમિત્તે રાજ્યના તમામ જિલ્લાઓના મુખ્ય મથકો ૫ર જિલ્લા સરકારી વકીલશ્રીઓ તથા જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ માટે સંયુકત લીગલ સેમીનારનું આયોજન ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

    જેના ભાગરૂપે વડોદરામાં કાયદા અને ગૃહ વિભાગ તથા જિલ્લા સરકારી વકીલ અને પોલીસ કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સાઈબર ક્રાઇમ અને ઇન્વેસ્ટીગેશન વિષયક લીગલ સેમિનાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી આર. ટી .પંચાલ, નાયબ પોલીસ કમિશનર દિપક મેઘાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. સુધીર દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

    એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ  આર. ટી .પંચાલે જણાવ્યું કે, આ પરિસંવાદથી જિલ્લાના તમામ જિલ્લા સરકારી વકીલ અને જિલ્લા પોલીસ અધિકારીઓ વચ્ચે સંકલનમાં વધારો થશે તથા પ્રોસિક્યુશનની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ સાધી શકાશે.તેમને સાઇબર ક્રાઈમના કેસોની ઉદાહરણ સહિત વિગતો આપી હતી.
    First published:

    Tags: Gandhi Jayanti 2021, Vadodara news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन