Home /News /madhya-gujarat /

વડોદરા : ગાંધીપ્રેમી દંપતીની અનોખી સ્મરણાંજલિ, મીઠામાંથી બનાવ્યા બાપૂના 21 ચિત્રો

વડોદરા : ગાંધીપ્રેમી દંપતીની અનોખી સ્મરણાંજલિ, મીઠામાંથી બનાવ્યા બાપૂના 21 ચિત્રો

વડોદરામાં

વડોદરામાં દંપતીએ મીઠામાંથી તૈયાર કરેલા ગાંધીજીના ચિત્રોનું પ્રદર્શન યોજાયું

Vadodara News : શહેરના કોઠીકચેરી ચાર રસ્તા પાસે રહેતા અતુલભાઈ શાહ અને તેમના જીવન સંગિની મુદિકા શાહે પાંચ મહિનાની સખત જહેમત બાદ બનાવ્યા આ ચિત્રો જુઓ વીડિયો

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો તા. 2જી ઓક્ટોબરે 153મો (Gandhi Jayanti 2021) જન્મદિવસ છે. એ નિમિતે શહેરના દંપતિએ (Vadodara Couple Made 21 Painting of Mahatma Gandhi From Salt)  સોલ્ટ આર્ટ દ્વારા ગાંધીજીના 21 પેઇન્ટીંગ્સ બનાવ્યા છે. કોરોનાને લીધે નાગરિકો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રદર્શન જોઈ શકશે. શહેરના કોઠીકચેરી ચાર રસ્તા પાસે રહેતા અતુલભાઈ શાહ અને તેમના જીવન સંગિની મુદિકા શાહે પાંચ મહિનાની સખત જહેમત બાદ "સોલ્ટ - ધી ફ્રિડમ માર્ચ" ના નેજા હેઠળ મીઠાનો ઉપયોગ કરી 21 પેઇન્ટીંગ્સ બનાવ્યા છે. શાહ દંપતિએ જણાવ્યું હતું કે, સન 1930ના નમક સત્યાગ્રહ માટેની દાંડીકૂચે (Mahatma Gandhi Dandi Kooch)  દેશભરમાં આઝાદી માટે લોકજુવાળ વધુ પ્રજવલિત કર્યો હતો . માતૃભૂમિની આઝાદીના 75માં વર્ષે ગાંધીજી સંદર્ભનું સંસ્કારી નગરીમાં 13 મું પ્રદર્શન છે. કોરોનાને લીધે તા. 2જી ઓક્ટોબરથી તા. 4થી ઓક્ટોબર દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રદર્શન નિહાળી શકશે.

    નમકથી પેઇન્ટીંગ બનાવવાની કઠીણ કામગીરી હતી. વરસાદ - ભેજને કારણે સોલ્ટ ( મીઠું ) ઓગળી જતા પેઇન્ટીંગ બગડી જતાં હતા. જેથી મિત્રએ સોલ્યુશન પેસ્ટનો ઉપયોગ દર્શાવ્યો હતો. જેનો ઉપયોગ કરી સોલ્ટ પેઇન્ટીંગ્સ બનાવતા યથાવત રહ્યા છે.

    તા. 30મી જાન્યુઆરીએ પ્રદર્શન યોજવાની ઇચ્છા કોરોનાને કારણે તા 2જી ઓક્ટોબરથી તા. 4થી ઓક્ટોબર સુધી જાહેર જનતા માટે પ્રદર્શન ખુલ્લું નહિં રખાય. પરંતુ તા. 30મી જાન્યુઆરી 2022( ગાંધીજીના નિર્વાણ દિન ) ના દિવસે કોરોના નહિં હોય તો પ્રદર્શન યોજવાની ઇચ્છા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gandhi Jayanti, Gandhi Jayanti 2021, Vadodara news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन