Home /News /madhya-gujarat /India's first Gajra Cafe: વડોદરામાં ગજરા કેફેનું કરાયું ટ્રાયલ; LGBTQ કમ્યુનિટીના લોકો ગ્રાહકોને પિરસશે સ્વાદિષ્ટ ભોજન

India's first Gajra Cafe: વડોદરામાં ગજરા કેફેનું કરાયું ટ્રાયલ; LGBTQ કમ્યુનિટીના લોકો ગ્રાહકોને પિરસશે સ્વાદિષ્ટ ભોજન

સમાજથી

સમાજથી તરછોડાયેલ LGBTQ કમ્યુનિટીને સન્માન અપાવવાનો ઉદ્દેશ્ય...

વડોદરા શહેરમાં આજ રોજ  વડોદરાનો રાજવી પરિવાર દ્વારા અનોખા પ્રયોગ અંતર્ગત LGBTQ કમ્યુનિટીના લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાટે પહેલ કરવામાં આવી છે.ગાયકવાડ પરિવારના મહારાણી ચિમનાબાઈના માર્ગદર્શન હેઠળ એક ગજરા કેફેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
  Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં આજ રોજ વડોદરાના રાજવી પરિવાર દ્વારા અનોખા પ્રયોગ અંતર્ગત LGBTQ કમ્યુનિટીના લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પહેલ કરવામાં આવી છે. રાજવી પરિવારના મહારાણી અને ચિમનાબાઇ મહિલા સ્ત્રી ઉદ્યોગાલયના વાઇસ પ્રેસિડેન્ટ રાધિકારાજે ગાયકવાડના માર્ગદર્શન હેઠળ એક ગજરા કેફેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ગજરા કેફેમાં LGBTQ ( લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ, ટ્રેન્સજેન્ડર અને કિન્નરો) ને સમાજના મુળ પ્રવાહસાથે જોડવા માટે આ ખાસ કેફેનું ટ્રાયલ કરી આજે દેશમાં એક વિશેષ ચિલો પાડ્યો છે.આ કેફેમાંLGBTQ કમ્યુનિટીના લોકો કેેફેમાં આવનારા ગ્રાહકો માટે જમવાનું પિરસશે.

  વડોદરામાં ગાયકવાડ પરિવાર દ્વારાખાસ કરીને સર સયાજીરાવ ત્રીજાના શાસનકાળમાં પ્રજાની સુખાકારી માટે એટલા બધા કાર્યો થયા કે હાલના મોટા રાજકીય નેતોઓને પણ તેમની પાસેથી પાઠ શિખવા પડે. વડોદરામાં ગાયકવાડી શાસનમાં જાતિના ભેદભાવ મિટાવી ડૉ.ભીમરાવ આંબેડકરને શિક્ષણની સાથે નોકરી પણ મળી. એટલું જ નહીં સર સયાજીવાર ગાયકવાડના શાસનકાળમાં કિન્નરોને પણ સામાન્ય લોકોની જેમ જ બધાની સાથે શિક્ષણ અને સ્વતંત્રતા આપવામાં આવી હતી.  હવે આ ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે.વડોદરાનો રાજવી પરિવાર ફરી એકવખત LGBTQ (લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ, ટ્રેન્સજેન્ડર અને કિન્નરો)ને સમાજના મુળ પ્રવાહસાથે જોડવા એક સ્પેશ્યલ કૅફે શરૂ કરવા જઇ રહ્યો છે. આ કૅફે ગુજરાતમાં કોઇપણ રાજવી પરિવાર દ્વારા LGBTQ કમ્યુનિટી માટે અને તેમના દ્વારા સંચાલિત થનાર પ્રથમ કૅફે હશે, આવું વડોદરાના રાજવી પરિવારના મહારાણી અને ચિમનાબાઇ મહિલા સ્ત્રી ઉદ્યોગાલયના વાઇસ પ્રેસિડેન્ટ રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું.

  આ પણ વાંચો:ગણેશ ચતુર્થીએ ગણતપતિને ભોગ ચડાવવા આ રીતે બનાવો સ્વાદિષ્ટ ઘૂઘરા મોદક; જુઓ વીડિયો  આ કૅફેનું નામ ‘ગજરા કૅફે’ રાખ્યું છે. આ નામ રાખવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે લગ્ન પહેલા મહારાણી ચિમનાબાઇનું નામ ગજરાબાઈહતું. ગજરાબાઇ લગ્ન બાદ મહારાણી ચિમનાબાઇ બન્યા. પરંતુ તેમની પોતાની શું ઓળખ હતી, પોતાનો શું પરિચય હતો તેને સાંકળીને ગજરા કૅફે નામ રાખ્યું છે. બીજું કે જેમ બધા ફૂલ એક ગજરામાં જોડાઇ જાય અને એક સુગંધિત ગજરો બને એવી રીતે સમાજના બધા વર્ગના લોકો જોડાઇ જાય તેવો હેતું રહેલો છે.  ગજરા કૅફેમાં ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓ, LGBTQ કમ્યુનિટીના જે લોકો હોસ્પિટાલિટીના ક્ષેત્રે જવા માંગે છે તેમને અહીં ટ્રેનિંગ આપી તેમને આ કૅફેમાં નોકરી અપાશે. હાલમાં જિંદાલ સ્કૂલ ઓફ હોસ્પિટાલિટીમાં LGBTQ કમ્યુનિટીના 20 જેટલા લોકોની પ્રાથમિક ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. હવે બીજા તબક્કાની ટ્રેનિંગ આપવામાં આવશે.  ગજરા કેફે સુરસાગર તળાવ પાસે મહારાણી ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલયમાં શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં ટ્રાયલ અને લોકોના શું મંતવ્ય છે એના આધારે શરૂ કરવામાં આવ્યું છે. આગામી શિયાળામાં આ કૅફે ઓફિશયલી શરૂ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આ કેફેમાં ખાસ ગુજરાતી, મરાઠી સહિતની વાનગીઓ પિરસવામાં આવશે. તેમાં લોકોને ક્યું ફૂડ વધુ પસંદ પડે છે તેના આધારે મેન્યુ નક્કી કરવામાં આવશે.

  આ પણ વાંચો: શહેરમાં આગામી 8 દિવસ ગણેશ પંડાલોમાં ગણેશોત્વની ભવ્ય ઉજવણી; અહી ઉજવાશે આ કાર્યક્રમ

  લક્ષ્ય ટ્રસ્ટના પ્રતિનિધિ માયા કોહલી એ જણાવ્યું કે, ભારત દેશમાં LGBTQના ઘણા લોકો પ્રોફેશનલ રીતે કામ કરી રહ્યા છે. પરંતુ આવી રીતે કેફેમાં ફ્રન્ટ લાઈનમાં કામ કરતા LGBTQના સભ્યો વાળું આ પ્રથમ કેફે હશે.  આનાથી લોકોના વિચારો બદલાશે કે LGBTQ પણ સારી રીતે કામ કરી શકે છે અને લોકો સાથે હળી મળી શકે છે. અને ખૂબ જ સારી ટ્રેનિંગ પણ આપવામાં આવી છે જેથી કરીને અમે કેફેમાં સારી રીતે કામ કરી શકીએ. અને અમને ખૂબ જ ખુશી છે કે અમને આટલી ઉત્તમ તક આપવામાં આવી છે.

  સરનામું: સુરસાગર તળાવના કિનારે ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલય, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સામે જ સુરસાગરની બીજી તરફ, દાંડિયાબજાર ફાયર બ્રિગેડ પાસે, વડોદરા.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Cafe, Customers, Vadodara

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन