Vadodara: 1 જુલાઈથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ, પ્રસંગોમાં વપરાતી થર્મોકોલની આઇટમો પણ થશે બંધ
Vadodara: 1 જુલાઈથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ, પ્રસંગોમાં વપરાતી થર્મોકોલની આઇટમો પણ થશે બંધ
વડોદરામાં જીપીસીબીએ 260 એકમોને નોટિસ ફટકારી છે
શહેરમાં પ્રસંગોમાં વપરાતા થર્મોકોલના ઉત્પાદનો બનાવતા 260 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. અને આગામી 1 જુલાઈ સુધી ઉત્પાદન બંધ કરવા સૂચના આપી દેવાઈ છે. ઉપરાંત પ્લાસ્ટિકના ગ્લાસ પણ 1 જુલાઈથી વેચી નહીં શકાય.
વડોદરા: શહેરમાં પ્રસંગોમાં વપરાતા થર્મોકોલના (Thermocol) ઉત્પાદનો બનાવતા 260 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. અને આગામી 1 જુલાઈ સુધી ઉત્પાદન બંધ કરવા સૂચના આપી દેવાઈ છે. ઉપરાંત પ્લાસ્ટિકના ગ્લાસ (Plastics Glass) પણ 1 જુલાઈથી વેચી નહીં શકાય. 1જૂન સુધી 75 માઇક્રોનની પ્લાસ્ટિકની થેલીઓ અને 1 જૂન બાદ 150 માઇક્રોનની પ્લાસ્ટિકની થેલીઓ જ ગ્રાહકોને આપી શકાશે. આ નિયમને અમલમાં મૂકવા પાલિકાએ પણ તૈયારી બતાવી છે.
શહેરીજનોએ પણ આ પ્લાસ્ટિક પ્રતિબંધમાં સાથ આપવાની તૈયારી બતાવી.
શહેરીજનો એ પણ આ પ્લાસ્ટિક પ્રતિબંધમાં સાથ આપવાની તૈયારી બતાવી છે. પરંતુ સાથે એમ પણ જણાવ્યું કે, જ્યારે ખરીદી કરવા જઈએ છે ત્યારે મોટા ભાગે પ્લાસ્ટિકની જ થેલી વાપરતા હોઈએ છીએ. તો એવામાં એકદમ જ પ્લાસ્ટિક બંધ થઈ જાય તો થોડી મુશ્કેલી તો પડશે. પણ પર્યાવરણની જાળવણી માટે આ નિર્ણય ખૂબ જ અગત્યનો છે.
દુકાનદારનું કહેવું છે કે, અચાનક આવા નિયમોથી અમે બેરોજગાર થઈ જશુ તેનું શું? આવા નિયમો ન હોવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 50 માઇક્રોન જાડાઈની થેલીનો નિયમ હતો. પરંતુ તેનો અમલ થતો ન હતો ત્યાંરે નવા નિયમોનું પાલન થશે કે કેમ તે સવાલ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર