Home /News /madhya-gujarat /

OMG!વડોદરાઃ પુત્રીની સહેલીના ત્યાં જ માતાએ કરી ચોરી, મહિલા પાસેથી પોલીસ ડ્રેસ મળ્યોને..

OMG!વડોદરાઃ પુત્રીની સહેલીના ત્યાં જ માતાએ કરી ચોરી, મહિલા પાસેથી પોલીસ ડ્રેસ મળ્યોને..

પકડાયેલો પરિવાર

Vadodara Crime News: વિદ્યાર્થિનીની જ સહેલી, તેની માતા, ભાઈ અને માતાના મિત્રએ આયોજનપૂર્વક રૂપિયા 25 લાખનો મુદ્દામાલ ચોરી (25 lakh theft) કરી ગયા હોવાનું સામે આવ્યું હતું.

વડોદરા: વડોદરામાં વાઘોડિયા (Vadodara) તાલુકાના આમોદર ગામમાં (Amodar village) રહેતી અને પારુલ યુનિવર્સિટીમાં (Parul University) બી.એસ.સી. કેમેસ્ટ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરમાં (theft in students home) ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. વિદ્યાર્થિનીની જ સહેલી, તેની માતા, ભાઈ અને માતાના મિત્રએ આયોજનપૂર્વક રૂપિયા 25 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે વાઘોડિયા પોલીસ મથકમાં (Vaghodia police station) ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ફરિયાદીની મિત્ર, તેની માતા ભાઈ અને માતાના મિત્રની ધરપકડ કરી છે.

નોંધનીય બાબત એ છે કે દીકરીની સહેલીના ઘરે ચોરી કરવાનો આરોપ ધરાવનાર પરિવારે ચોરી કરવા માટે પૂર્વ આયોજન કર્યું હતું.જો કે પોલીસે ગણતરીના સમયમાં 2 મહિલા સહિત 4 આરોપીઓને 24.86 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.આરોપીઓ પાસેથી એરગન સહિત પોલીસનો ડ્રેસ પણ મળ્યો છે. પોલીસના નામે પરિચય કેળવીને ચોરી કરતાં હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલો મુદ્દામાલ


ફરિયાદી પ્રેરણાબેન શાહ વાઘોડિયા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટી બી.એસ.સી. કેમેસ્ટ્રીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રેરણા શાહના પિતા વેપાર કરે છે. પ્રેરણા શાહ છેલ્લા બે માસથી આમોદર ગામ પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં ભાડાના મકાનમાં સહેલી ધૃવીશા પટેલ સાથે રહે છે. ધૃવીશા પટેલ વતનમાં ગઇ હતી. તેજ દિવસે પ્રેરણા પણ તેની અન્ય સહેલી યુક્તા ગઢવીના ઘરે અમદાવાદ ગઈ હતી.

અમદાવાદ ગયા બાદ સહેલી યુક્તાની માતા નીલમબેન ગઢવીએ પોતાની દીકરી યુક્તા, પુત્ર સિદ્ધાર્થને ફરવા માટે મોકલી દીધા હતા. દરમિયાનમાં નીલમબેન ગઢવી અને તેના મિત્ર શૈલેષભાઈ  પટેલ આમોદર પ્રેરણાના ઘરે આવી પહોંચ્યા હતા. અને સોસાયટીના કોઇ જોવે નહિં તે રીતે સિફતપૂર્વક પ્રેરણાના ઘરમાં મુકેલા દાગીના અંશ રોકડા, મોબાઇલ ફોન, બે લેપટોપ, પ્રેરણાની રૂમ પાર્ટનર ધ્રુવિશા પટેલનું લેપટોપ અને એપલ ઘડીયાળો મળીને કુલ રૂપિયા 25, 11, 875 નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.

દરમિયાન 7-2-022ના રોજ પ્રેરણા તેની સહેલી યુક્તા ગઢવી, યુક્તાની માતા નીલમબેન, સિદ્ધાર્થ અને નીલમબહેનના મિત્ર શૈલેષ પટેલ સાથે વડોદરા આમોદર પ્રેરણાના ઘરે આવ્યા હતા. પ્રેરણાએ ઘરનો દરવાજો ખોલતા તેને પોતાના ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. પ્રેરણાએ આ અંગેની જાણ સહેલી યુક્તાની માતા નિલમબહેન, ભાઇ સિધ્ધાર્થ તેમજ નિલમબહેનના મિત્ર શૈલેષભાઇને કરી હતી. ત્યારે નિલમબહેને પ્રેરણાને જણાવ્યું કે, આ અંગેની વાત તું તારા માતા-પિતાને કરીશ નહિં. અને પોલીસ ફરિયાદ પણ કરીશ નહિ., આપણે આપણી રીતે તપાસ કરીશું.

પોલીસની ટીમ અને આરોપીઓ


બાદમાં પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ કરતા પ્રેરણાની અન્ય સહેલી એ પ્રેરણાને ફોન કરીને જણાવ્યું કે, યુક્તાના મોબાઇલ ફોનના સ્ટેટસમાં સેમસંગ કંપનીનો ફોલ્ડ થ્રી મોબાઇલ ન્યુ એડે એમ લખીને મૂક્યો છે. આ સમાચાર મળતાં તપાસ કરી ખાતરી કરતા આ મોબાઈલ તેની મમ્મીનો હોવાનું જણાઈ આવ્યું હતું.

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વો! અમદાવાદઃ લગ્નના 12 વર્ષે પત્નીને પતિની પ્રેમિકાની જાણ થઈ, રંગેહાથ ઘરમાંથી બંને પકડાયા

સાથે એવી પણ શંકા ગઈ કે ઘરમાં થયેલી ચોરી સહેલી યુક્તા તેની માતા નીલમબેન સતિષભાઈ ગઢવી તેના ભાઈ સિધ્ધાર્થ અને સહેલી યુક્તાની માતા નિલમબહેન ગઢવીના મિત્ર શૈલેષ કેશાભાઈ પટેલે એ કરી છે. આથી પ્રેરણા શાહે પોતાની સહેલી યુક્તા ગઢવી તેની માતા, ભાઇ અને સહેલીની માતાના મિત્ર સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટ : ગુપ્તાંગમાં મરચું ભરવાનો ટ્રેન્ડ! પ્રથમ પત્નીએ બીજી પત્નીના ગુપ્તાંગ સહિતના ભાગોમાં ભર્યું મરચું

વાઘોડિયા પોલીસે પ્રેરણા શાહની ફરિયાદના આધારે યુક્તા ગઢવી, નિલમબહેન ગઢવી, સિધ્ધાર્થ ગઢવી અને શૈલેષ પટેલ સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં ગણતરીના સમયમાં જ આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આરોપી પરિવારના સરન સર્કલ હોમ્સ્, ઝુડાલ સર્કલ, ચાંદખેડા ખાતેથી પોલીસનો ડ્રેસ મળી આવ્યો હતો.

પોલીસ ઇન્સ્પેકટર જે ડ્રેસ પહેરે છે તેવો જ ડ્રેસ મળી આવતા આ મામલે ચાંદખેડા પોલીસસ્ટેશન માં ગુનો નોંધાયો હતો. જેમાં સામે આવ્યું કે મહિલા આરોપી આ ડ્રેસ પહેરી લોકો સાથે મિત્રતા કેળવી તેમના ઘરમાં આયોજનપૂર્વક ચોરી કરવાનું રેકેટ ચલાવે છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news, Vadodara

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन