વડોદરા: બોર્ડના વિદ્યાર્થીઓ માટે લેવા-મુકવા માટે વાહનની નિઃશુલ્ક સેવા, જુઓ VIDEO
વડોદરા: બોર્ડના વિદ્યાર્થીઓ માટે લેવા-મુકવા માટે વાહનની નિઃશુલ્ક સેવા, જુઓ VIDEO
વાલીઓ આ મોબાઇલ 9637519565 / 9825626207 નંબર પર સંપર્ક કરી શકે છે.
હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં ઘણા વાલીઓને પોતાના બાળકને લેવા મુકવા જવામાં તકલીફ પડતી હોય છે. તો આ મુશ્કેલી દૂર થાય એના માટે શહેરના યુવા દ્વારા ખાસ સેવા શુરૂ કરવામાં આવી છે.
વડોદરા: હાલમાં બોર્ડની પરીક્ષા (Board Exam) ચાલી રહી છે. જેમાં ઘણા વાલીઓને પોતાના બાળકને લેવા મુકવા જવામાં તકલીફ પડતી હોય છે. તો આ મુશ્કેલી દૂર થાય એના માટે શહેરના યુવા દ્વારા ખાસ સેવા શુરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના કારેલીબાગ વી.આઇ.પી રોડ વિસ્તારમાં રહેતા શૈલેષ મહીસૂરીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં કેટલાય વાલીઓની આર્થિક સ્થિતિ કથળી ગઇ હતી. જેથી વાહન ન હોય અને જરૂરિયામંદ વિદ્યાર્થીઓની પરીક્ષા પુરી થાય ત્યાં સુધી વાહનની નિશુલ્ક વ્યવસ્થા કરી છે. હાલમાં શૈલેશભાઈના મિત્રો પણ એમની સાથે આ સેવાકાર્યમાં જોડાયેલ છે. જ્યારે જરૂર પડે ત્યારે મિત્રો પણ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રે પહોંચાડી આપે છે.
કારેલીબાગ, વારસીયા, હરણી, ફતેગંજ, ન્યુ વીઆઇપી રોડ, સમા અને સીટી વિસ્તારના ધો. 10 અને ધો. 12 ની બોર્ડના વિદ્યાર્થીઓને તેઓના પરીક્ષા કેન્દ્રો ખાતે લે - મુકવાની વ્યવસ્થા કરી છે. વાલીઓ આ મોબાઇલ 9637519565 / 9825626207 નંબર પર સંપર્ક કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર