Home /News /madhya-gujarat /સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મદિન નિમિતે વી.એસ.ગ્રુપ દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન 

સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મદિન નિમિતે વી.એસ.ગ્રુપ દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન 

કેમ્પમાં

કેમ્પમાં લાભાર્થીઓની આંખનું ચેકઅપ કરી, બેતાલના ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવ્યા.

આ કેમ્પમાં લાભાર્થીઓની આંખનું ચેકઅપ કરી, બેતાલના ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવ્યા. તથા મોતીયાના ઓપરેશન, હોસ્પિટલ દ્વારા લાવવા લઈ જવાની વ્યવસ્થા સાથે નિઃશુલ્ક કરવી આપવામાં આવી.

  vadodara news:  વી.એસ.ગ્રુપ સેવા સમિતિ તથા પારુલ આયુર્વેદિક હોસ્પિટલના (Parul Ayurvedic Hospital) સહયોગથી આજરોજ નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન જાહેર જનતા માટે સમાજસેવાના હેતુથી કરવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન વડોદરા શહેરના (vadodara city) માંજલપુર વિસ્તારમાં ખાતે બ્રિજ પાર્ક સોસાયટીમાં, સાંઈબાબાની મંદિરની ગલીમાં રાખવામાં આવેલ હતું. આજરોજ સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મદિન નિમિતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

  આ કેમ્પમાં લાભાર્થીઓની આંખનું ચેકઅપ કરી, બેતાલના ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવ્યા. તથા મોતીયાના ઓપરેશન, હોસ્પિટલ દ્વારા લાવવા લઈ જવાની વ્યવસ્થા સાથે નિઃશુલ્ક કરવી આપવામાં આવી. આ કેમ્પનું આયોજન સવારના 9:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી રાખવામાં આવેલ હતો. જેમાં 1200 જેટલા લાભાર્થીઓ આ સેવાનો લાભ લઇ શકે તેની સુવિધા કરવામાં આવી હતી. આ કેમ્પમાં 12 થી 15 જેટલા ડોકટરોએ સેવા આપી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Latest gujarati news, Local 18, વડોદરા સમાચાર

  विज्ञापन
  विज्ञापन